Home /News /lifestyle /

પરિવાર સાથે ઇટાલીમાં રજા માણી રહ્યો છે શાહિદ કપૂર, પત્ની મીરાએ શેર કરી સુંદર તસવીરો

પરિવાર સાથે ઇટાલીમાં રજા માણી રહ્યો છે શાહિદ કપૂર, પત્ની મીરાએ શેર કરી સુંદર તસવીરો

Mira kapoor on vaccation with shahid kapoor

Shahid Kapoor Family holiday: આજકાલ શાહિદ કપૂર પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. તેમના વેકેશનની તસવીરો મીરા રાજપૂત કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે

    મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor) પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પરિવારને સમય આપવાનો ભૂલતો નથી. અગાઉ પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડની ટૂર બાદ તે ફેમિલી સાથે ઇટાલીના પ્રવાસે છે. (Shahid Kapoor Family holiday) શાહિદની પત્ની મીરા કપૂર તેમના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

    આ તસવીરો શેર કરતાં મીરાએ કેપ્શનમાં લખ્યું ‘Buon Giorno’. આ એક ઇટાલિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે નમસ્તે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી મીરાએ સાત તસવીરો શેર કરી છે. (mira kapoor shared pictures) અમે તમને બતાવી રહ્યા છે મીરા રાજપૂત કપૂરની તે તસવીરો, જે તેણે શેર કરી છે.



    આજકાલ શાહિદ કપૂર પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. તેમના વેકેશનની તસવીરો મીરા રાજપૂત કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. શાહિદ કપૂર પત્ની મીરા ઉપરાંત પુત્રી મીશા અને ઝૈન સાથે ઇટાલીમાં છે.

    પ્રથમ તસવીરમાં મીરા ફ્લોરલ પ્રિન્ટ મોનોકોની ડ્રેસમાં જોવા મળી રહી છે. બીજી તસવીરમાં મીરાએ ગ્લાસિસ શેર કર્યા છે. ત્રીજી તસવીરમાં ફૂલ, ચોથી તસવીરમાં ફ્રૂટ્સ જોવા મળી રહ્યા છે.

    બીજી તસવીરમાં મીરાએ ખાવા-પીવાની વસ્તુઓ બતાવી છે. જેમાં ચીઝ, ક્રીમ અને ગ્રીન્સ જોવા મળી રહ્યા છે. છેલ્લી તસવીરમાં મીરા બેબી પિંક શર્ટમાં છે અને ચહેરો ફૂલો પાછળ છુપાવે છે. આ તસવીરો જોતાં એ વાત તો નક્કી છે કે શાહિદ કપૂર પત્ની મીરા અને બાળકો સાથે રજાઓની ભરપૂર મજા લઇ રહ્યો છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Bollywod, Life style, Life Style News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन