સૌ પ્રથમ ટમેટાને મિક્સરમાં ક્રશ કરી પ્યુરી બનાવી લો. કાંદાની પણ પ્યુરી બનાવી લોકોથમીરને બારીક સમારી લો.
હવે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ મીડીયમ ફ્લેમ રાખી કાજુને રોસ્ટ કરો. લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી રોસ્ટ કરો અને પછી બાઉલમાં કાઢી લો.
તેજ કડાઈમાં બાકી રહેલું 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખી મીડીયમ ફ્લેમ તેલ પર ગરમ થવા દો. તેલ ઇનફ ગરમ થાય એટલે તેમાં રાય-જીરું નાખો. રાય તતડી ગયા બાદ તેમાં હિંગ, તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું મરચું અને મીઠો લીમડો નાખી મિક્સ કરો.
ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ ચડવા દો.
એક મિનિટ પછી તેમાં કાંદાની પ્યુરી નાખો. સાથે હળદર, અડધો ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો અને બે મિનિટ ચડવા દો.
હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ્સ ચડવા દો.
ત્યાં સુધીમાં થોડા કાજુ અને થોડા ગાંઠિયાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લો. કાજુ, ગાંઠિયાનો પાવડર બનાવી ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી ઘટ્ટ બને છે અને ગ્રેવીનો ટેસ્ટ પણ સારો આવે છે.
પાંચ મિન્ટ્સ પછી મીઠું, ખાંડ, લીંબુનો રસ, ક્રશ કરેલો કાજુનો પાવડર અને ક્રશ કરેલો ગાંઠિયાનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
તેમાં છાશ ઉમેરો અને સાથે 250 મિલી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ્સ સુધી ચડવા દો.
પાંચ મિનિટ્સ પછી તેમાં બચેલો ગરમ મસાલો, ધાણાજીરું, આખા ગાંઠિયા અને રોસ્ટેડ કાજુ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે ઈઝી અને મસાલેદાર 'શાહી કાજુ-ગાંઠિયાનું શાક'. સર્વિંગ બાઉલમાં લઇ કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરો.