ચીઝ બિરયાની એ એક મોંમા પાણી આવી જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. કારણ કે ચીઝનું નામ પડતા બાળકો હોય કે વડીલ દરેક એ વાનગી ખાવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેથી આજકાલની સ્માર્ટ મમ્મીઝ કોઈ પણ હેલ્ધી વાનગી બનાવી તેની ઉપર ચીઝ પાથરીને તેના બાળકને ખવડાવી જ દે છે, તો ચાલો શીખી લઈએ એક ચીઝી વાનગી..
અન્ય સામગ્રી : 1/2 કપ દહીં, થોડું કેસર,મોટી ચમચી ઘી, સજાવટ માટે, કિશમિશ અને કાજૂ, કોથમીર, ચીઝ
બનાવવાની રીત
બિરયાની માટે રાઇસ બનાવવાની રીત : * સૌ પ્રથમ ચોખાને ધોઇને એક વાસણમાં અડધી કલાક પાણીમાં પલાળી રાખો. * હવે એક પેનમાં 5 કપ પાણી લો અને તેમા ચોખા, તમાલપત્ર તજ, લવિંગ, કાળામરી, ઇલાયચી અને મીઠું ઉમેરીને ધીમી આંચ પર રાખો. * ઢાંકણ ઢાંકી દો. 10-15 મિનિટમાં રાઇસ બની જશે. ચારણીમાં રાઇસ કાઢી છૂટા કરી તેમા રહેલું પાણી કાઢી લો.
ગ્રેવી બનાવવા માટે : - એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી જીરૂ ઉમેરો. પછી તેમાં ડુંગળી સાંતળી તેમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું અને ગરમ મસાલો તેમજ મીઠું ઉમેરી એક મિનિટ ચઢવા દો. પછી તેમા ટામેટા ઉમેરી એક કપ પાણી મિક્સ કરી 5 મિનિટ રાખો. - પનીરના પીસને ઘી મૂકીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. - હવે તેમાં ગાજર, વટાણા, ફુલાવર, ફણસી અને પનીર તથા દૂધ અને ખાંડ ઉમેરી મધ્યમ આંચ પર ઢાંકીને 7-8 મિનિટ માટે ચઢવા દો અને ગેસ બંધ કરી દો.
પનીર બિરયાની બનાવવા માટે :
- એક બાઉલમાં દહીં, લીલી કોથમીર અને કેસર ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી તેમાં રાંધેલા રાઇસ ઉમેરી બે ચમચી વડે બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી હાંડી કે કુકરમાં અડધું રાઇસનું મિશ્રણ ફેલાવો. હવે રાઇસની ઉપર તૈયાર શાકની ગ્રેવી ઉમેરી ફેલાવો. ત્યાર પછી ગ્રેવી પર વધેલા રાઇસ ઉમેરી લો. - તેની ઉપર 2 ચમચી ઘી અને ચીઝને ખમણીને તેની ઉપર લેયર બનાવો. - પછીઢાંકીને ગેસ પર એક નોન સ્ટિક તવી રાખો. તવા પર બિરયાની વાળું હાંડી કે કુકર રાખીને ધીમી આંચ પર 25-30 મિનિટ રાખો. - પછી બરાબર મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરો. તેને તમે કાજૂ, કિશમિસ અને કોથમીરથી ગાર્નિશ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર