Home /News /lifestyle /શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો? ગાયનેકોલોજીસ્ટના આ સવાલનો ખોટો જવાબ આપવો મહિલાઓને પડી શકે છે ઘણો ભારે

શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો? ગાયનેકોલોજીસ્ટના આ સવાલનો ખોટો જવાબ આપવો મહિલાઓને પડી શકે છે ઘણો ભારે

ગાયનેકોલોજીસ્ટ સાથે ખુલીને વાત ન કરવી ઘણી વાર તમને ખૂબ ભાડે પડી શકે છે.

Women health: રીપ્રોડક્ટિવ હેલ્થને જાળવવા માટે દરેક મહિલાએ નિયમિત રૂપે ગાયનેકોલોજીસ્ટ પાસે પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ. પરંતુ એવી ઘણી મહિલાઓ છે જે પોતાની જાતીય સ્વાસ્થ્ય વિશે વાત કરવાથી ખચકાય છે.

Sex Life related Question: જાતીય સ્વાસ્થ્ય વિશે વાત કરવામાં હજી પણ ભારતમાં મહિલાઓ સંકોચ અનુભવે છે. આ વિશે ખુલીને વાત ન કરવાથી ઘણીવાર મહિલાઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં એ જરૂરી છે કે તમે ગાયનેકોલોજીસ્ટના સવાલોના સંકોચ વિના સાચા જવાબો આપો.

રીપ્રોડક્ટિવ હેલ્થને જાળવવા માટે દરેક મહિલાએ નિયમિત રૂપે ગાયનેકોલોજીસ્ટ પાસે પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ. પરંતુ એવી ઘણી મહિલાઓ છે જે પોતાની જાતીય સ્વાસ્થ્ય વિશે વાત કરવાથી ખચકાય છે. તે સાથે જોડાયેલી સમસ્યાઓ માટે ગાયનેકોલોજીસ્ટ સાથે ખોલીને વાત ન કરવી ઘણી વાર તમને ખૂબ ભાડે પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે ગાયનેકોલોજીસ્ટ દ્વારા પૂછવામાં આવેલ સવાલોનો શરમાયા વગર જવાબ આપો. ચેકઅપ દરમિયાન તમારી ઈન્ટિમેટ હેલ્થ વિશે ગાયનેકોલોજીસ્ટ તમને ઘણા પ્રકારના સવાલો પૂછી શકે છે. આવો જાણીએ એવા સવાલો વિશે જેના જવાબ તમારે સંકોચ વિના આપવા જોઈએ.
શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો?

ડોક્ટરનો આ સવાલ તમને બકવાસ લાગી શકે છે, પરંતુ આ સવાલના જવાબના આધારે ડોક્ટર એ નક્કી કરે છે કે તમારા કયા ટેસ્ટ કરવા જોઈએ. તમે જેટલી જાણકારી ડોક્ટરને આપો છો તે પરથી તમારી સારવાર કરવામાં આવે છે.
તમારા કેટલા સેક્સ્યુઅલ પાર્ટનર રહી ચૂક્યા છે?

આ સવાલનો જવાબ આપવામાં સ્ત્રીઓ હંમેશા ખચકાય છે. જો તમે છેલ્લા 15 વર્ષથી કોઈ એક જ પાર્ટનર સાથે સંબંધ ધરાવો છો તો ડોક્ટર તમને STD ટેસ્ટ કરાવવાની સલાહ નહીં આપે. પરંતુ જો તમે એક જ મહિનામાં ત્રણ અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે તો ડોક્ટર તમને STD ટેસ્ટ કરવા માટે કહી શકે છે.
દર મહિને તમારા પીરિયડ્સ સમયસર આવે છે?

મહિલાઓમાં પીરિયડ્સની સાયકલ સામાન્ય રીતે 28 દિવસની હોય છે. તમારી તારીખની ત્રણ ચાર દિવસ આગળ પાછળ પીરિયડ્સનું આવવું સામાન્ય વાત છે. પરંતુ જો આ ગેપ ખૂબ વધારે હોય તો તેને અનિયમિત પિરિયડ્સ કહેવાય છે. પીરિયડ્સનું રેગ્યુલર ન હોવું ઘણીવાર ગંભીર બાબત હોઈ શકે છે તે સ્થિતિમાં ડોક્ટરની વિઝીટ કરવી જોઈએ.
સેક્સ કર્યા પછી કે દરમિયાન દુખાવો કે બ્લિડિંગ થાય છે?

સેકસ દરમિયાન અથવા કર્યા પછી ક્યારેક ક્યારેક તમને વજાઇનમાં કે પૅલ્વિસમાં દુખાવો થાય છે તો તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ જો દર વખતે સેકસ દરમિયાન કે ત્યારબાદ તમારે ખૂબ દુખાવાનો સામનો કરવો પડતો હોય તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. આ માટે ડોક્ટર તમને બેઝિક વજાઇનલ ઇન્ફેક્શનનો ટેસ્ટ કરવા અથવા એંડોમેટ્રિઓસીસ કરવવા માટે કહી શકે છે.

હવે પહેલા જેવી 'ઈચ્છા' નથી થતી? તો પુરુષોના શરીરમાં ઓછું હોય શકે ટેસ્ટોસ્ટેરોન લેવલ
શું તમારા વજાઇનલ ડિસ્ચાર્જ કે સ્મેલમાં કોઈ બદલાવ આવ્યો છે?

મહિલાઓને આ સવાલનો જવાબ આપવામાં સંકોચ થતો હોય છે જેના કારણે ડોક્ટર પણ મહિલાઓને આ સવાલ કરતા નથી.પરંતુ જો તમારા વજાઈનલ ડિસચાર્જ, કલર કે સ્મેલમાં અચાનક બદલાવ આવ્યો હોય તો તે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લક્ષણો હોઈ શકે છે જોકે આ સમસ્યા દૂર કરવી ઘણી સરળ છે. પરંતુ તે માટે તમારે ડોક્ટરને ખુલીને વાત કરવી જોઈએ.

યુવાનીમાં કરેલી આ પાંચ ભૂલો વૃદ્ધાવસ્થામાં બની શકે છે હ્યદયની બીમારીનું કારણ
શું તમે વાપરી રહેલ બર્થ કંટ્રોલ પદ્ધતિથી ખુશ છો?

મોટે ભાગે મહિલાઓ ને તેમના ડોકટર આ સવાલ પૂછતાં હોય છે પણ જો તે આ સવાલ પૂછતાં નથી તો તમારે ડોક્ટર બદલવાની જરૂર છે. કારણકે આ ગાયનેકોલોજીસ્ટ કામ છે કે તમને બર્થ કંટ્રોલની સારી અને સુરક્ષિત પદ્ધતિઓથી માહિતગાર કરાવે. એવામાં જરૂરી છે કે તમે કઈ પદ્ધતિ વાપરી રહ્યાં છો તે વિષે ડોકટર ને જણાવો જેથી તે યોગ્ય પદ્ધતિ નક્કી કરવામાં તમારી મદદ કરી શકે.
શું તમે તમારી બ્રેસ્ટનું સેલ્ફ ચેકીંગ કરો છો?

દરેક મહિલા માટે ખૂબ જરૂરી છે કે તે તેના બ્રેસ્ટનું સેલ્ફ ચેકીંગ કરે. જોકે આ તમારા ડોક્ટરનું કામ છે કે તે તમને આમ કરવા માટે યાદ કરાવતા રહે. વ્યવસ્થિત ચેકિંગ માટે તમને ડોક્ટર ઘણી સારી તરકીબ જણાવી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Female Health, Lifestyle, Women Health

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन