Home /News /lifestyle /'પિતા ભારતીય છે અને માતા ફ્રાન્સના છે, ત્યાં સમુદ્રમાં તે ન્યુડ જતા, માતા ઘરમાં ન્યુડ ફરે છે શું આ ઠીક છે?'

'પિતા ભારતીય છે અને માતા ફ્રાન્સના છે, ત્યાં સમુદ્રમાં તે ન્યુડ જતા, માતા ઘરમાં ન્યુડ ફરે છે શું આ ઠીક છે?'

પ્રતિકાત્મક તસવીર

ફ્રાન્સમાં દરિયાકિનારે તેની માતા તેના પરિવાર સાથે ન્યુડ જતી હતી અને તેના કારણે તેમને લાગે છે કે, નગ્ન રહેવું સામાન્ય વાત છે

પ્રશ્ન : તેની માતા ફ્રેન્ચ છે, જ્યારે પિતા ભારતીય છે. ફ્રાન્સમાં દરિયાકિનારે તેની માતા તેના પરિવાર સાથે ન્યુડ જતી હતી અને તેના કારણે તેમને લાગે છે કે, નગ્ન રહેવું સામાન્ય વાત છે અને તેને નગ્ન થઈને બાથરૂમમાંથી બહાર નીકળવું ખરાબ લાગતું નથી. તેના પિતા એક હદ સુધી તેમની સ્વતંત્રતાને ટેકો આપે છે. જો બીજા લોકોને વાંધો ન હોય તો, ઘરમાં નગ્ન રહેવું શું ઠીક છે?

જો પરિવારના સભ્યોને ખરાબ ન લાગે તો નગ્ન રહેવામાં કોઈ નુકસાન નથી. પરંતુ હા, ઘણી વખત આપણી જૂની વિચારસરણી નગ્ન રહેવાને સેક્સ્યુઅલ, અયોગ્ય, અનૈતિક અને અસહ્ય હોવાનું માને છે. પરંતુ જો તમે તમારા ઘરમાં નગ્ન રહો છો અને તમારા પરિવારના સભ્યોને તેમાં વાંધો ન હોય તો તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ આટલું બધું કર્યા પછી પણ, તે વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે, સંતુલન બન્યું રહેવું જોઈએ અને નગ્ન રહેવાનો વિચાર ક્યાંક અંગ પ્રદર્શન ન બની જાય.

આ પણ વાંચો - 'મને anal sex ગમે છે પરંતુ મારી પત્ની તે માટે તૈયાર નથી'

સામાજિક આચરણમાં કપડાં પહેરવાની બાબત આપણને માત્ર પ્રતિકૂળ હવામાન અને રોગ વગેરેથી સુરક્ષિત જ નથી રાખતી, પરંતુ અન્ય લોકો અને આપણી ગોપનીયતા વચ્ચેની એક સીમા પણ સુરક્ષીત રાખે છે. જો તમે આ વિશે પૂછી રહ્યા છો અને તમે યોગ્ય શું અને શું ખોટું છે તે સમજવા માટે અસમર્થ છો, તો તમારે એ યાદ રાખવું જોઈએ કે, આપણને બધાને પોતાની પસંદગી મુજબ જીવવાનો અધિકાર છે.

તમે તમારી માતાને કહી શકો છો કે, બાથરૂમ છોડતી વખતે ગાઉન અથવા રૂમાલનો ઉપયોગ કરો, અથવા તેઓ પોતાના રૂમમાં નગ્ન રહેવાનો કોઈ સમય નક્કી કરી લે કે તે ક્યારે પોતાના રૂમમાં નગ્ન રહેવાનું પસંદ છે, નહીં તો નગ્ન રહેવાને સેક્સ્યુઅલ પણ માનવામાં આવી શકે છે અને સ્વાભાવિક પણ, આ લોકોની વિચારસરણી પર આધારીત છે.

આ પણ વાંચો - હું વધારે વજન ધરાવું છુ, હું પાર્ટનરની સામે નગ્ન થઈ શકતો નથી, હું શું કરૂ? ખુબ સંકોચ થાય છે

જો તમારી માતાને નગ્ન રહેવું એ તેમના શરીર અને મનની સ્વાભાવિક સ્થિતિ છે અને તમને તથા તમારા પિતાને તેનાથી કોઈ સમસ્યા નથી, તો તમે પણ તેને તેમની નજરથી જોવાની કોશિશ કરો. એક શરીર જે જાતીય અર્થથી સંપૂર્ણપણે અલગ છે. અને જો તમને આ વિશે અસ્વસ્થતા લાગે છે, તો પછી તમે ખૂબ નમ્રતાપૂર્વક તેમને કહી શકો કે તેઓએ તેમની પ્રાઈવેસીમાં ન્યૂડિટીનું પાલન કરવું જોઈએ.!
First published:

Tags: Sexual Wellness

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો