Home /News /lifestyle /'શું પાર્ટનર પણ પોતે સમલૈંગતાનો સ્વીકાર ન કરે તો તેની સાથે ડેટ પર જવાય?'

'શું પાર્ટનર પણ પોતે સમલૈંગતાનો સ્વીકાર ન કરે તો તેની સાથે ડેટ પર જવાય?'

પ્રતિકાત્મક તસવીર

શું ભવિષ્યમાં આવા સંબંધોને લઈને તે તમને ઈમોશનલ બ્લેકમેલ (emotional blackmail) કરી શકે છે?

જો તમે સમલૈંગિક કે બાયોસેક્સ્યુઅલ (bisexual )હોવ, તો શું તમારો પાર્ટનર પણ પોતાની લૈંગિકતાને લઈને સાર્વજનિક રીતે વાત કરી શકે છે? જો ના તો શું તમે તેના સાથે ડેટ પર જવાનું પસંદ કરશો? શું ભવિષ્યમાં આવા સંબંધોને લઈને તે તમને ઈમોશનલ બ્લેકમેલ (emotional blackmail) કરી શકે છે? શું તમે નથી ઈચ્છતા કે તમારો પાર્ટનર પણ તમારી જેમ લૈગિકતાનો જાહેરમાં સ્વીકાર કરે?

તમારા સંભવિત જીવનસાથીને પસંદ કરવા સાથે સંકળાયેલા ઘણા પ્રશ્નો છે. જ્યાં સુધી આ વિશેષ સવાલની વાત છે, તેમાં ઝંપલાવતા પહેલાં, તમારી જાતને થોડા પ્રશ્ન પૂછો: મારા માટે મારા જીવનસાથીનું જાહેરમાં આવવું કેમ મહત્વનું છે? શું મારો સંભવિત જીવનસાથી પોતાને વિશે ગોપનીયતા સમાપ્ત કરવા માગે છે અથવા તે મારા કારણે કરે છે? શું હું ડેટિંગ માટે પૂર્વશરત રાખી હું અયોગ્ય વર્તન કરું છું. શું મેં તે પરિબળો પર વિચાર કર્યો છે, જેના કારણે તેઓ જાહેરમાં તેમની સ્થિતિ સ્પષ્ટ નહી કરે? શું આ પ્રકારનો વિશ્વાસ આપણી વચ્ચે અસ્તિત્વમાં છે કે અમે સુનિશ્ચિત કરી શકીએ કે જાતીયતા જેવા સંવેદનશીલ મુદ્દાઓનો દુરૂપયોગ નહીં થાય અને આ આધારે કોઈનું બ્લેકમેલ નહીં થાય?

આ પણ વાંચો - #sexual tips: શું bisexual લોકોએ લગ્ન કરવા જોઈએ?

હું જાણું છું કે આ કેટલાક ખૂબ જ ભારે પ્રશ્નો છે, પરંતુ તમારે કોઈની સાથે ડેટ કરતા પહેલાં તે તપાસવું મહત્વપૂર્ણ છે કે જેમણે પોતાની જાતીય અભિગમ જાહેર કર્યો નથી. ત્યાં કોઈ સાચો અને ખોટો જવાબ નથી, પરંતુ સંબંધમાં શક્તિઓની ગતિશીલતાને સમજવી મહત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિને જ્યારે પોતાના જાતીય અભિગમ માટે જાહેરમાં ખુલાસો કરવા દબાણ કરવું, જ્યારે તે તેના માટે તૈયાર ન હોય ત્યારે સંબંધોમાં અણબનાવ થઈ શકે છે અને તેને સંભાળવું મુશ્કેલ થઈ શકે છે. તે પછી, જો તમને લાગે કે વ્યક્તિ તમને તે મુદ્દાને આધારે બ્લેકમેલ કરી શકે છે, જેના માટે તમે આરામદાયક નથી. કારણ કે તમે પણ તેમની સાથે એવું જ કર્યું છે, તો પછી તેમાં સંબંધો બગાડવાના તમામ તત્વો હોય છે. જેમાં તમે એકબીજાની સીમાઓ અને પ્રાઈવેસીની કાળજી નથી કરતા.

આ પણ વાંચોહું પત્ની સાથે જાતીય સંભોગ સમયે, તેની મિત્ર અને સંબંધીની કલ્પના કરૂ છુ, મને તેમાં આનંદ આવે છે

તે સારું રહેશે કે, તમે એક એવા વ્યક્તિ સાથે છો જે પોતાની જાતીયતા વિશે સ્પષ્ટ છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ નિખાલસતા તમારા માટે મહત્વપૂર્ણ છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારે બંનેએ પ્રામાણિકપણે વાત કરવી જોઈએ કે તમે બંને ક્યાં ઉભા છો અને તમારે ક્યાં જવું છે. સામાન્ય રીતે, આપણે અસલામતીને કારણે નિર્ણય લઈએ છીએ અથવા નથી લેતા. આ અસુરક્ષા સમજવાથી આપણને એ ખબર પડશે કે, આખરે કેમ કોઈ આવું કરે છે અથવા નથી કરતું. કોઈ પણ સારા સંબંધો માટે, સંવાદ સારો હોવો જોઈએ.
First published:

Tags: Bisexual, Pallavi Barnwal, Sex education, Sexual tips, Sexual Wellness, Sexual Wellness Tips