Home /News /lifestyle /'અમારા જીવનમાં સેક્સ ગાયબ થઈ ગયું છે, 3-4 વર્ષથી કોઈ જાતીય સંબંધ નથી, મારી તો ખુબ ઈચ્છા છે, શું કરૂ?'

'અમારા જીવનમાં સેક્સ ગાયબ થઈ ગયું છે, 3-4 વર્ષથી કોઈ જાતીય સંબંધ નથી, મારી તો ખુબ ઈચ્છા છે, શું કરૂ?'

પ્રતિકાત્મક તસવીર પુરુષો પચાસ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ ડિપ્રેશન, જાતીય ઇચ્છામાં ઘટાડો, શિશ્નની ઉત્તેજનામાં ખામી સહિતની શારીરિક અને માનસિક સમસ્યાથી પીડાવા લાગે છે.

અમે એકબીજાને ચુંબન કરીએ છીએ અને ગળે પણ મળીએ છીએ. અમે એકબીજાને અપાર પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારી સેક્સ લાઇફ સક્રિય નથી

પ્રશ્ન : એક રીતે, મારા લગ્ન જીવનમાંથી સેક્સ ગાયબ થઈ ગયું છે અને છેલ્લાં 3-4 વર્ષમાં અમારા વચ્ચે કોઈ જાતીય સંબંધ નથી. હા, અમે એકબીજાને ચુંબન કરીએ છીએ અને ગળે પણ મળીએ છીએ. અમે એકબીજાને અપાર પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારી સેક્સ લાઇફ સક્રિય નથી, અને આખરે જ્યારે અમે બાળક પેદા કરવાનું નક્કી કર્યું ત્યારે અમારા વચ્ચે જાતીય સંબંધ બન્યા, પરંતુ તે માત્ર ગર્ભધારણ માટે જ હતા, ના કે જાતીય આનંદ માટે. પરંતુ તેમાં પણ અમારે લાંબો સમય લાગ્યો કારણ કે હું ધીમા સ્ખલનથી પીડાઈ રહ્યો હતો.

હવે અમારો પુત્ર ત્રણ મહિનાનો છે અને મેં છેલ્લા એક વર્ષથી મારી પત્ની સાથે સેક્સ નથી કર્યું. મારી જાતને સંતુષ્ટ રાખવા માટે, હું પોર્ન અને હસ્તમૈથુનનો હાલમાં સહારો લઉ છું, પણ મને જાતીય સંભોગની ઈચ્છા પણ થાય છે.

જવાબ: લગ્ન જીવન માટે સેક્સ ખૂબ મહત્વનું છે. એક લાંબા ગાળાના સંબંધોમાં, શારીરિક સંતોષ અને ઓર્ગેજમ ન થઈ બીજુ પણ ઘણુ બધુ હોય છે, જો કે આ બાબતો પણ મહત્વપૂર્ણ છે! સેક્સ યુગલોને નજીક લાવે છે, તે ભાવનાત્મક આત્મીયતા બનાવે છે અને સંબંધોને વિશિષ્ટ બનાવે છે. વિજાતીય અને એક પત્ની લગ્નમાં એકમાત્ર સેક્સ જ છે જે બંને વચ્ચે અંતર પેદા કરી શકે છે. સેક્સ આપણામાં એકબીજાને પામવાની ઇચ્છા ઉત્પન્ન કરે છે, અને ઝઘડા પછી સમાધાનનો આધાર પણ બને છે. એક તણાવપૂર્ણ બબાલ બાદ તમે સંભોગ કરી શકો છો અને તમે બંને સાથે હોવાનો એક મજબૂત સંકેત આપી શકો છો.

સેક્સ લાઇફને નિયમિત રાખવામાં એક મોટી સમસ્યા એ છે કે, લોકો સમજે છે કે સેક્સ પહેલાં તેની કોઈ ઇચ્છા થવી જોઈએ. અમારું માનવું છે કે, ઇચ્છા તો ગમે ત્યારે જાગૃત કરી શકાય છે, તમે કામ કરતા હોવ, તે દરમિયાન તમે તમારા પાર્ટનરને જોવો છો અને તમારા મગજમાં સેક્સની વાત આવે છે. તમે ઉત્તેજનાથી ભરાઈ જાઓ છો, તમારા શરીરમાં ક્રિયાત્મક પરિવર્તન આવે છે, મનમાં વિચાર આને છે અને જાતીય સમાગમની ઇચ્છા તમારામાં જાગૃત થાય છે. આને તાત્કાલિક જાતીય ઇચ્છા કહેવામાં આવે છે પરંતુ તે દરેક વ્યક્તિ સાથે નથી થતુ.

આ પણ વાંચોએક અજાણી ચેટ એપ પર જઈ સેક્સ્ટિંગ કર્યા બાદ સારૂ નથી લાગી રહ્યું, શું આ મે કોઈ ભૂલ કરી છે?

મીડિયા, ફિલ્મ અને પોર્ન ફક્ત સેક્સના એવા મોડેલની ચર્ચા કરે છે જેમાં, જાતીય પ્રવૃત્તિ પહેલાં ઇચ્છા બતાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકો માટે, શરીરમાં જાતીય પ્રવૃત્તિ અથવા જાતીય ઉત્તેજના ઇચ્છા પહેલા થાય છે. આનો અર્થ એ છે કે, ત્યાં સુધી જાતીય ઇચ્છાનો અનુભવ કરતા નથી, જ્યાં સુધી સંભોગ જાતીય પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તેજિત ન થાય. આપણે તેને 'પ્રતિક્રિયાત્મક ઇચ્છા' કહીએ છીએ જે 'અચાનક થતી ઇચ્છા'થી વિપરીત છે. જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારની ઇચ્છા થાય છે, તો તેવું નહી કહી શકાય કે તેમાં કંઈક ખોટું છે. આપણે બધા એકબીજાથી ખૂબ જ અલગ છીએ અને તેથી જ કોઈ એક રસ્તો નથી અને આપણે બધા જાતીય ઈચ્છાને અક જ પ્રકારે અનુભવી શકતા નથી. શક્ય છે કે તમારી પત્ની 'પ્રતિક્રિયાત્મક ઇચ્છા' ની શ્રેણીમાં આવે છે.

ધીમા ગતિએ સ્ખલન થવું તે સામાન્ય તબીબી સ્થિતિ છે. તેવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ જાતીય ઉત્તેજના અને સ્ખલનની પરાકાષ્ઠા સુધી પહોંચવામાં 30 મિનિટથી વધુ સમય લે છે. કેટલાક કિસ્સાઓમાં, પુરૂષને સ્ખલન થતું જ નથી. મોટાભાગના પુરુષો ધીમી ગતિના સ્ખલનથી સમયાંતરે પસાર થાય છે. પરંતુ કેટલાક લોકો માટે તે આજીવન સમસ્યા બની જાય છે. માનસિક અસ્વસ્થતા, સંબંધોને કારણે તણાવ, કોઈ ગંભીર બીમારીઓ, જાતીય હતાશા અને દવાને કારણે પ્રતિક્રિયા એ કેટલાક કારણો છે. તમે નિયમિત રીતે હસ્તમૈથુન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી, તમને એકલ જાતીય પ્રવૃત્તિમાં પરાકાષ્ઠા સુધી પહોંચવામાં કોઈ તકલીફ નથી, પરંતુ જ્યારે તમે તમારા જીવનસાથી સાથે જાતીય સંભોગ કરો છો ત્યારે તમને મુશ્કેલી પડે છે. આનો અર્થ એ છે કે, તે એક 'પરિસ્થિતિગત' સમસ્યા છે અને તેથી તે અસ્થાયી છે. તેથી, તમારે તમારા જીવનસાથી સાથે નિયમિત સેક્સ જીવન શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તમે જાણી શકશો કે આ સમસ્યા વારંવાર થાય છે કે, માત્ર અસ્થાયી છે. આવું થવા પાછળ ચિંતા અથવા તણાવ હોઈ શકે છે. કારણ કે તમારા જીવનસાથી સાથે તમારૂ સેક્સ તદ્દન અનિયમિત છે અને યાંત્રિક રહ્યું છે.

આ પણ વાંચો - 'હું અત્યારે નવો સંબંધ બાંધવા તૈયાર નથી, તમે મને શું સલાહ આપશો?'

સેક્સના મુદ્દા વિશે તમારા જીવનસાથી સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. એકસાથે બેસી તમે કલ્પના કરી શકો છો કે તમે બંને બેઠા છો અને પ્રતીક્ષામાં છો કારણ કે તમારી પત્નીને તેની કોઈ ઇચ્છા નથી. તમે તેમને એવી જગ્યાએ કેમ ન લઈ જાઓ જ્યાં તેઓની ઇચ્છા જાગે? કારણ કે પ્રતિક્રિયાત્મક ઇચ્છા ધરાવતા વ્યક્તિઓમાં, તેમને ખુશ કરવા માટે પણ તેમને જાગૃત કરવા પડે છે. તમે સંભોગની કોઈ યોજના બનાવ્યા વગર માત્ર તેમના શરીરને ઉત્તેજીત કરવાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરો અને જુઓ કે તેનો ફાયદો થાય છે કે નહીં. કાં તો તમે આખરે જાતીય સંભોગ માટે તૈયાર થઈ જશો અથવા બંને એકબીજાને સ્પર્શ કરીને માત્ર સંતોષ થઈ જશો. પરંતુ તમે તમારા લગ્નને ઓછામાં ઓછું સ્પર્શ કરીને તો સુખી બનાવી શકો છો. ઘણી વાર જ્યારે લગ્ન જીવનમાં સમાગમનો અભાવ હોય છે, ત્યારે લોકો એકબીજાને સ્પર્શતા પણ નથી.

પછી, જ્યારે સ્ત્રી માતા બને છે, ત્યારે તેમનામાં જાતીય ઇચ્છા ઓછી થઈ જાય છે અને તેમની બદલાયેલી જીવનશૈલી, શરીર અને હોર્મોન્સના કારણે થયેલા શારીરિક પરિવર્તનનું કારણ બની જાય છે. મોટાભાગની માતાઓમાં, એક પરિવર્તન એ આવે છે કે, તેઓ પોતાને ફક્ત માતા જ માનવા લાગે છે. કારણ કે, નવજાતની સંભાળ રાખવામાં ઘણો સમય વિતાવે છે અને તેથી હવે તે માત્ર મહિલા નથી રહેતી. એક માતા તરીકેની ઓળખ પણ તેને સેક્સ માણવામાં વિઘ્ન બને છે અને બીજી બાજુ શરીરમાં હોર્મોન્સથી થતા ફેરફારોથી તેની સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ જાય છે. તેમના કાર્યમાં સાથ-સહકાર આપો જેથી તેમને પોતાને માટે વિચારવાનો થોડો સમય મળે. બાળક હજી ખૂબ નાનું હોવાથી, બાળકને ઉછેરવાનો પડકાર તેમના માટે વિશાળ હોય છે પરંતુ, આખરે, તમારે બંનેને તમારા લગ્ન જીવનમાં આત્મીયતા પાછી લાવવી પડશે. તમે સેક્સ કોચ અથવા સેક્સ ચિકિત્સકની સલાહ પણ મેળવી શકો છો.

યાદ રાખો કે ઈચ્છા એક નિર્ણય છે!
Published by:kiran mehta
First published:

Tags: Pallavi Barnwal, Sex education, Sexual tips, Sexual Wellness, Sexual Wellness Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन