Home /News /lifestyle /એક અજાણી ચેટ એપ પર જઈ સેક્સ્ટિંગ કર્યા બાદ સારૂ નથી લાગી રહ્યું, શું આ મે કોઈ ભૂલ કરી છે?

એક અજાણી ચેટ એપ પર જઈ સેક્સ્ટિંગ કર્યા બાદ સારૂ નથી લાગી રહ્યું, શું આ મે કોઈ ભૂલ કરી છે?

પ્રતિકાત્મક તસવીર

જો સહમતિથી અને સુરક્ષિત માહોલમાં માટે કરવામાં આવે તો સેક્સ્ટિંગ સંપૂર્ણ પણે ઠીક છે. આજે ડિજિટલ ડેટિંગનો જમાનામાં અને લોકો માટે સેક્સ્ટિંગ રિઝવવાનો અનિવાર્ય ભાગ થઈ ગયો

લાઇફસ્ટાઈલ ડેસ્કઃ અપરાધબોધ ગુસ્સા, ઉદાસી, ખુશી જેવી સ્વાભાવિક રૂપથી થનારી ભાવનાઓ નથી. અરપાધબોદ આપણા આસપાસ કોઈ સામાજિક નિયમના ઉલ્લંઘનથી આવે છે. જો કોઈ પોતાના પાર્ટનર દગો આપવાના કારણે અપરાધબોદથી ગ્રસ્ત છે તો કોઈ એટલા માટે કે તેણે એક લગ્નનો સામાજિક કરાર તોડ્યો છે. જેના પર બંનેની સહમતી હતી. એટલા માટે એ જુઓ કે અપરાધબોદનો સ્ત્રોત કયો છે. શું તમને લાગે છે પોતાની અંતરંગ ઈચ્છાઓ વિશે કોઈપણ જરૂરતથી વધારે જણાવી દીધું છે? તમને એ વાતનો ડર છે કે એ વ્યક્તિ એ માહિતીઓને કોઈ અન્ય સાથે શેર કરી શકે છે. જેણે તમે તમારી વાતો જણાવી છે અથવા તો તમને એ વાતનો ડર છે કે એક અજનબી સેક્સ્ટિંગ કરી દેવાથી સારા આચરણવાળી મહિલાના રૂપમાં તમારી છબીને ધક્કો લાગ્યો છે? શું તમે એ અજનબીને સેક્સ્ટ કરવા માટે દબાણ મહેસૂસ કરી રહી હતી. અથવા તમે આ કારણે એવું કર્યું જેનું સેક્સ સાથે કોઈ લેવા દેવાનથી. ઉદારણ તરીકે આ દેખાડવા માટે તમને મજાક, ફ્લર્ટ અથવા બિંદાસ દેખાડવું પસંદ છે?

જો સહમતિથી અને સુરક્ષિત માહોલમાં માટે કરવામાં આવે તો સેક્સ્ટિંગ સંપૂર્ણ પણે ઠીક છે. આજે ડિજિટલ ડેટિંગનો જમાનામાં અને લોકો માટે સેક્સ્ટિંગ રિઝવવાનો અનિવાર્ય ભાગ થઈ ગયો છે. આજની દુનિયામાં જ્યાં વ્યક્તિવાદ એક હદ સુધી આગળ વધી ચૂક્યો છે. આ વાતની જરૂરાત વધી ગઈ છે કે લોકો પોતાના યૌન પ્રકૃતિનો સ્વીકાર કરે. અને સેક્સ્ટિંગ આપણને એવું કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો'હું અત્યારે નવો સંબંધ બાંધવા તૈયાર નથી, તમે મને શું સલાહ આપશો?'

જ્યારે તમે સેક્સ્ટ કરો છો તો તમે એ વાતને સમજી શકો છો કે કઈ વાતથી તમારી યૌન ઉત્તેજના હોય છે. તમારી યૌન જરૂરત શું છે. કોઈ પ્રકારે યૌન વ્યવહાર તમને પસંદ છે અને સેક્સ તમારા માટે કેટલું મહત્વપૂર્ણ છે. પોતાના વિશે આ પ્રકારની અનેક સૂચનાઓ તમને પોતાના સ્વાસ્થ્ય યૌન સીમા નક્કી કરવા અને ચરમ યૌન સંતુષ્ટી પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

સામાજિક નિયમ આ વાતની મંજૂરી આપે છે કે તમે તમારા પાર્ટનરોને અથવા જેનાથી તમે રોમેન્ટિંક જોડાયેલા છો તેની સાથે જ સેક્સ્ટ કરો. કોઈ અજનબી સાથે સેક્સ્ટ કરવામાં કોઈ ખોટું નથી અને તમારે કોઈ ચિંતા ન કરવી જોઈએ. યૌન જરૂરત છે ભલે તમે એકલા છો અથવા રિલેશનશિપમમાં હોવ. જો તમે તમારા જીવનમાં એક એવી સ્થિતિમાં છો જ્યાં તમે અત્યારે રિલેશનશિપમાં પડવા માંગતા નથી અને તમને અત્યારે કોઈ મનપસંદ વ્યક્તિ મળી નથી. તો આનો મતલબ એ નથી કે તમારે તમારી યૌન જરૂરતની પૂર્તિની સ્વતંત્રતાનો અધિકારી નથી. જો તમે આ સહમતિથી પ્રાપ્ત કરવા માંગો છો.

આ પણ વાંચો - 'શું પાર્ટનર પણ પોતે સમલૈંગતાનો સ્વીકાર ન કરે તો તેની સાથે ડેટ પર જવાય?'

તમે જે અપરાધબોધથી ગ્રસ્ત લાગો છો તેનો સ્ત્રોત સામાજિક માન્યતા છે. જે સમાજમાં આપણે રહી રહ્યા છીએ. જે સંસ્કૃતિને આપણએ સ્વીકાર કર્યો છે. એમાં યૌન આવશ્યક્તા, ઈચ્છા અને લાલચોને લઈને ખુલીને વાત કરવા ઉપર મનાઈ છે. મહિલાઓને પણ યૌન જરૂરતો અને યૌન ઈચ્છાઓ છે એ અંગે વાત આજે પણ અનેક લોકો માટે પચાવવી મુશ્કેલ હોય છે. આવા માહોલમાં સેક્સ્ટિંગ એક પ્રકારનો વિદ્રોહ છે. અને જો આપણે સેક્સ અને યૌન ઈચ્છાઓની દ્રષ્ટીએ એક ખુલા, મનોનુકૂલ અને સહિષ્ણુ સમાજ ઈચ્છીએ તો આપણે જ કરવું પડશે.

આ પણ વાંચો - પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

જોકે સેક્સ્ટિંગ દરમિયાન કેટલીક બાબતોથી સાવધાન રહેવાની જરૂરત છે. સાધારણ વાતચીત તોચાલે છે પરંતુ કોઈ અજનબીની સાથે પોતાની નગ્ન તસવીરો રજૂ કરવાથી તમે સાઈબર ક્રાઈમ, યૌન ઉત્પીડન અને બ્લેકમેઈલના શિકાર બની શકો છો. તમે તમારી ખાનગી માહિતી અથવા પોતાના ફોટો કોઈની સાથે શેર ન કરો. ભલે તે ગમે તેટલું દબાણ કરે. એકલતાપણું, પરિવારથી અલગ રહેવા કોઈ એવા વ્યક્તિની શોધને જરૂરી બનાવી દે છે જેની સાથે તમે વાત કરી શકો. અને લોકો માટે સેક્સ્ટિંગ દુનિયાથી જોડાયેલા અને ખુશ હોવાનું માધ્યમ બની ગયું છે.
First published:

Tags: Bisexual, Pallavi Barnwal, Sex education, Sexual tips, Sexual Wellness