Home /News /lifestyle /'મને સ્વપ્નદોષની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ જણાવશો? આના લીધે શરમ-સંકોચ અનુભવું છું'

'મને સ્વપ્નદોષની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ જણાવશો? આના લીધે શરમ-સંકોચ અનુભવું છું'

પ્રતિકાત્મક તસવીર

કિશોર અવસ્થામાં મોટા પ્રમાણમાં તરૂણ અને તરૂણીઓને આવું થાય છે જો તમને આની ખૂબ સમસ્યા સર્જાતી હોય તો આટલું જરૂર કરો'

'પથારી પલાળી નાખવી કે પછી રાત્રિના ઉંઘમાં થતું વીર્ય સ્ખલન (Nigh Falls)એ ખૂબ સમાનાન્ય બાબત છે. આને વ્યક્તિની શારિરીક કે માનસિક સ્થિતિ સાથે કઈ લેવાદેવા નથી. આ અંગે વધારે ચિંતા કરવી નહીં. આ સ્થિતિ કિશોર અને કિશોરીઓમાં વધારે ઉદભવે છે જેમનામાં શારિરીક પરિવર્તન આવી રહ્યા હોય છે. પુરૂષોમાં આ સ્થિતિ સારી રીતે ઊભરી આવે છે કારણ કે વીર્યનું સ્ખલન થઈ જાય છે. આ એક સ્વાભાવિક અને કુદરતી પ્રક્રિયા છે જે શરીરમાં હોર્મન નીકળવાના લીધે થાય છે કારણ કે તમે કિશોરાવસ્થામાં હોવ છો. આની તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી.'

'સ્વપ્નદોષમાંથી છૂટકારો મેળવવાનો પણ કોઈ મતહલ નથી ના તો આનાથી શરમ અનુભવવાની જરૂર છે. કિશોરાવસ્થામાં મોટા પ્રમાણમાં તરૂણ અને તરૂણીઓને આવું થાય છે જો તમને આની ખૂબ સમસ્યા સર્જાતી હોય તો બેડ પર એકાદો ટોવેલ સાથે રાખવો'

આ પણ વાંચો :  'શરીર સુખ માણતા મને પાંચ મિનિટમાં જ ચરમસીમાં અનુભવાય છે, શું આને શીઘ્ર સ્ખલન કહેવાય?'

'અપરણિતી પુરૂષોમાં ઓછું અથવા તો નહીવત હસ્તમૈથુન કરવાના કારણે પણ રાત્રે ઉંઘમાં વીર્યસ્થલન થઈ જાય છે. અનેક વાર આ સ્ખલન શરીરમાં વધુ પડતા વીર્યના સર્જનથી પણ થઈ જાય છે. જો તમે વયસ્ક છો અને પરિણીત છો તો યોગ્ય અંતરાલમાં થતા સંભોગથી આ સમસ્યા થતી નથી અને જો અપરણિત છો તો હસ્તમૈથુનથી પણ આ સમસ્યા દ્વારા બચી શકાય છે.'

'જો તમે પુખ્ત છો અને છતાં તમને વારંવાર સ્વપ્નદોષ થાય તો તેનું કારણ હોર્મનલ અસંતુલન હોઈ શકે છે. એવી સ્થિતિમાં સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. જો તમારા શરીરમા અન્ય કોઈ બદલાવ જેમ કે ખૂબ જ વધુ વાળ ઉગવા અથવા શરીરના વજનમાં વધારો ઘટાડો અથવા તો વધારે પડતી દુર્ગંધ આવવી અથવા તો તહેરા પર ખીલ વધવા જેવું થાય તો ચિંતા કરવાની જરૂર નથી.'

આ પણ વાંચો : 'હું એક છોકરા સાથે બગીચામાં ગઈ હતી, અમે શારિરીક સંપર્કમાં આવ્યા, પણ તે સામેથી વાત નથી કરતો એનો અર્થ શું?'

'આ એક નૈસર્ગિક જાતીય પ્રક્રિયા છે, જે દરેક વ્યક્તિના જીવનમાં થાય છે. માટે તમે આની માનસિક અસર થવા દેવા કરતા તેનો સહજ સ્વીકાર કરી લો. ઉપરર જણાવ્યું એમ જો વધારે સમસ્યા રહેતી હોય તો તમારી આદતોને બદલો અથવા તો સેક્સોલોજિસ્ટનો સમયસર સંપર્ક કરવો. બાકી આની અસર તમારા ભવિષ્યના જાતિય જીવન પર થશે એવી ચિંતા છોડી દો'
First published:

Tags: Pallavi Barnwal, Sex education