Home /News /lifestyle /'હું એક છોકરા સાથે બગીચામાં ગઈ હતી, અમે શારિરીક સંપર્કમાં આવ્યા, પણ તે સામેથી વાત નથી કરતો એનો અર્થ શું?'

'હું એક છોકરા સાથે બગીચામાં ગઈ હતી, અમે શારિરીક સંપર્કમાં આવ્યા, પણ તે સામેથી વાત નથી કરતો એનો અર્થ શું?'

પ્રતિકાત્મત તસવીર

'અમારી મુલાકાત પહેલાં અને બાદમાં પણ હું એને ખૂબ મેસેજ કરું છું, તે પણ મારી સાથે બધી જ વાતો કરે છે પરંતુ સામેથી ક્યારેય મેસેજ નથી કરતો'

'જેવી રીતે તમે જણાવ્યું કે તમે એક યુવક સાથે પાર્કમાં ગયા હતા. તમે ત્યાં એક બીજાના શારિરીક સંપર્કમાં આવ્યા, તેણે તમને Kiss કરી. બે વ્યક્તિ સાથવચ્ચે કોઈ પણ વાતનો આનંદ એ સીમાઓ વચ્ચે હોય છે જેમાં જાણ્યા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચેનું કેટલુંક અંતર હોય છે. પહેલાં તો હું તમને જણાવી દઉ કે એ વ્યક્તિ તમને પસંદ કરે છે પરંતુ એટલું પણ નહીં. એનો અર્થ એ છે કે તે તમારા પ્રેમમાં ગળાડૂબ નથી. '

'આ ઉંમરનો એવો પડાવ છે કે જ્યાં એકબીજા પ્રત્યે શારિરીક આકર્ષણ સર્જાય છે અને આ આકર્ષણ ખૂબ જ સાહજીક હોય છે. તમે તેના એકાંતનું આકર્ષણ છો જે સેક્સ પ્રણય નિવેદન એટલે કે (Courthsip)ની સ્થિતિમાં આવી ગયું છે. તમારા માટે આ કિસ વિશિષ્ઠ અને ખાસ છે પરંતુ સામેની વ્યક્તિ માટે એ એટલું જ ખાસ કે સ્પિશયલ હોય તેવું જરૂરી નથી.'

આ પણ વાંચો : શું એડલ્ટ ફિલ્મોથી સેક્સ અંગે માહિતી અને શિક્ષા મળી શકે?

દરેક વ્યક્તિમાં જુદી જુદી વાતોને લઈને ગંભીરતાનું પ્રમાણ જુદુ જુદું હોય છે. કેટલાક લોકો આને ભાવત્નકરૂપથી જોડીને જુવે છે તો કેટલાક લોકો આવી સેકસ્યુઅલ ક્ષણોને ખાસ મહત્ત્વ નથી આપતા. એ ફક્ત એક તક તરીકે જોતા હોય છે. જોકે, કેટલાક લોકો આવી જ ક્ષણોમાંથી પ્રેમમાં પડીને તેને સાત જન્મોના સાથ સુધી બાંધવામાં પણ સફળ રહેતા હોય છે. માટે લોકોની સમજ આવા મુદ્દે જુદા જુદા પ્રકારની હોય છે.'

આ પણ વાંચો : મારી 8 વર્ષની દીકરી મને પુછે છે Pregnancy Kit શું હોય છે, તેને શું કહેવું?

'તમે જુલાઈની એ કેરી જેવી સ્થિતિમાં ન રહો જે આંબા અને જમીનની વચ્ચે લટકાયેલી રહેતી હોય છે. તમે જમીન પર આવી જાઓ, વાસ્તવિકતા સ્વીકારો. એની સાથે વાત કરો અને ખુલીને એને પૂછો કે એ તમારા વિશે શું વિચારે છે. કદાચ તમને ડર પણ હશે કે એને પૂછવાથી એ ના કહી દે તો શું થશે? પરંતુ કદાચ એ ના પણ કહી દે એનાથી શું થશે. પણ જો તમે ડેટિંગના ખેલમાં રહેવા માંગતા હોવ તો તમારે જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. કદાચ તમને અસ્વીકારનો ડર સતાવતો હોય એવું પણ બની શકે. તમે ગભરાયેલા છો. માટે આવા કામમાં ભલે પોતાનો હાથ ગંદો થવા જેવી સ્થિતિ થાય પણ સ્પષ્ટપણે જે લાગણી હોય એ વ્યક્તિ કરી દેવી અને સામેવાળી વ્યક્ત્તિની લાગણી પૂછી પણ લેવી'
First published:

Tags: Love, Pallavi Barnwal, Physical relation, Sex education, Sexual Wellness, Tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો