આંતરજાતીય લગ્ન વિશે આપનું શું માનવું છે ?

આંતરજાતીય લગ્ન વિશે આપનું શું માનવું છે ?

જાતિનાં આધારે ઉચ અને નીચનો દરજ્જો બનાવો અને તેને માનવું એક બનાવટી સાંસ્કૃતિક નિર્મિત છે. આ સ્વાભાવિક નથી.

  • Share this:
સવાલ: આંતરજાતીય લગ્ન વિશે આપનું શું માનવું છે ?

જવાબ: જો બે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવાં માંગે છે તો એક સ્વતંત્ર લોકતાંત્રિક સમાજ તેમને આમ કરવાની છૂટ આપે છે. જો પ્રેમ કરનારા બે લોકો અલગ અલગ જ્ઞાતિનાં છે અને જો .તેમને લાગે છે કે તેઓ એકબીજાને યોગ્ય છે અને એક બીજા માટે તેમનાંમાં આદર ભાવ અને પ્રેમ છે તો તેમનાં લગ્ન પર કોઇ આપત્તિ ન આવવી જોઇએ. આપણે સૌએ પણ આ વાત પર એક મત થવું જોઇએ કે જાતિ વ્યવસ્થા આપણાં સમાજનું સૌથી મોટુ દુર્ભાવગ્ય છે. લાખો ભારતીયો દરરોજ જાતિનાં આધારે તેમનાં પાડોસીથી લઇ,

સ્કૂલ અને યુનિવર્સિટીમાં આ ભેદભાવનો સામનો કરે છે. આ સૌથી જૂની અન્યાયપૂર્ણ વ્યવસ્થા આપણી સંસ્કૃતિનાં દરેક પક્ષ પર હાવી છે. જેન્મથી લઇ મૃત્યુ સુધી. પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા 'જ્ઞાતિની શુદ્ધતા' બનાવી રાખવામાં આવે છે. આ જ આગલી પેઢીને ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રગતિકામી અને ખુલ્લા વિચારનાં આધુનિક ભારતીયોને આંતરજાતિય લગ્નથી મો ન ફેરવવું જોઇએ. કારણ કે આ એક જ ઉપાય છે જેમાં આપણે જાતિ વ્યવસ્થાને પડકાર ફેંકી શકીએ છીએ। તેથી આંતરજાતીય વિવાહનું આપણે ખુલ્લા મને સ્વાગત કરવું જોઇએ. અને હજારો વર્ષોથી ચાલતી આવતી આ જાતિગત અત્યાચારની વ્યવસ્થાથી ઉપર ઉઠવાનો પ્રયાસ કરવો જોઇએ. આ સમયની માંગ છે કે, આપણે તે સામાજિક સ્થિતિ પર સવાલ ઉઠાવીએ જે આંતરજાતીય લગ્નનો વિરોધ કરે છે.

આ પણ વાંચો- પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

જાતિનાં આધારે ઉચ અને નીચનો દરજ્જો બનાવો અને તેને માનવું એક બનાવટી સાંસ્કૃતિક નિર્મિત છે. આ સ્વાભાવિક નથી. કોઇ અન્ય સાથે પ્રેમ ભાવ થવો સામાન્ય વાત છે. અને તેથી જો આપને આપની જાતીથી બહાર કોઇ વ્યક્તિ સાથે પ્રેમ છે અને આપ એકબીજાની સાથે જીવન વિતાવવાં ઇચ્છો છો, ઘર વસાવવાં ઇચ્છો તો આપે સાહસી થવું જોઇએ આપે સાહસી બનવું પડશે. આપ લગ્નનાં આ નિર્ણયને અંજામ સુધી પહોચાડવાનો રહેશે.

આપે એક ખુબજ દિલચસ્પ અને જરૂરી વિષય ઉઠાવ્યું છે. આખાં દેશમાં આ મુદ્દા પર ચર્ચા થઇ રહી છે. અને આ પ્રકારે વાતાવરણમાં સુપ્રીમ કોર્ટે 8 ફેબ્રુઆરીનાં જે એતિહાસિક નિર્ણય સંભળાવ્યો તેનો જશ્ન મનાવવો જોઇએ. કોર્ટે કહ્યું કે, આ જરૂરી છે કે, 'સમાજ આંતરજાતીય અને અંતરધાર્મિક લગ્નનો સ્વીકાર કરે.'
Published by:Margi Pandya
First published: