Home /News /lifestyle /હું દિવસમાં એકથી વધારે વખત મેસ્ટર્બેટ કરું છું, શું તે યોગ્ય છે?
હું દિવસમાં એકથી વધારે વખત મેસ્ટર્બેટ કરું છું, શું તે યોગ્ય છે?
કામની વાત
તે કેટેલી વખત કરવું તેવું નક્કી નથી. ઘણી બધી વખત યૌન ઇચ્છાઓ થવી સામાન્ય વાત છે. કોઇ વ્યક્તિ કેટલી વખત મેસ્ટર્બેટ કરે છે આ વાત ત્યાં સુધી મુશ્કેલી નથી સર્જતું જ્યાં સુધી તેમાં લાગતો સમય જે તે વ્યક્તિનાં સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનને પ્રભાવિત કરવાનું શરૂ ન કરી દે.
સવાલ: શું એવું કંઇ હોય કે મેસ્ટર્બેશન સવારે કે રાત્રે જ કરી શકાય? હું દિવસમાં એકથી વધારે વખત મેસ્ટર્બેટ કરું છું, શું તે યોગ્ય છે?
મેસ્ટર્બેશન (masurbation) સામાન્ય અને સ્વસ્થ યૌન ગતિવિધિ છે. બધી જ ઉંમરનાં લોકો મેસ્ટર્બેટ કરે છે. બાળકો ઉત્સુકતાવસ તેમનાં જનનાંગને અડે છે અને તેમનાં શરીર અંગે જાણકારી મેળવવાં હાંસેલ કરે છે. અને કિશોરાવસ્થા બાળકો યૌન આનંદ પ્રાપ્ત કરવા આમ કરે છે. આપ દિવસમાં કેટલી વખત કરો છો કે કેટલી વખત કરી શકો છો તે અંગે કંઇ ફિક્સ હોતું નથી. આ અલગ અલગ વ્યક્તિઓ પર નિર્ભર કરે છે. તે દિવસમાં કેટલી વખત અને ક્યારે મેસ્ટર્બેટ કરે છે. તે દિવસમાં બે ત્રણ વખતથી લઇને સપ્તાહમાં એક વખત કે તેનાંથી વધુ વખત કરી શકે છે. કે પછી મહિનામાં પણ એક વખત કરે.
આ વાત સાચી કે માસ્ટર્બેટ અંગે ઘણી માન્યતાઓ (Taboos) છે. જેમ કે તેનાંથી નપુસંકતા આવે છે. કે વીર્ય (Sperm)ની કમી થઇ શકે છે. લિંગ કમજોર પડી જાય છે. યૌન ઇચ્છાઓ ઓછી થઇ જાય છે. માસિક વિકૃતિ આવે છે. અને ન જાને બીજુ શું શું. આ તમામ વાતો બેવકૂફી ભરેલી છે. મેસ્ટર્બેશનથી સ્વાસ્થ્યનાં ઘણાં ફાયદા થાય છે જેમ કે, તે યૌન નિરાશાને સમાપ્ત કરે છે. ઉંઘ સારી આવે છે. મન અને મગજ તાણમુક્ત રહે છે. અને આ સ્વાભિમાન વધારે છે.
હા, તે ટેલી વખત કરવું તેવું નક્કી નથી. ઘણી બધી વખત યૌન ઇચ્છાઓ થવી સામાન્ય વાત છે. કોઇ વ્યક્તિ કેટલી વખત મેસ્ટર્બેટ કરે છે આ વાત ત્યાં સુધી મુશ્કેલી નથી સર્જતું જ્યાં સુધી તેમાં લાગતો સમય જે તે વ્યક્તિનાં સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનને પ્રભાવિત કરવાનું શરૂ ન કરી દે. દાખલા તરીકે, સ્કૂલ જવું, કામ કરવું, પરિવાર અને સમાજિક સમારંભમાં ભાગ લેવાં પર તેની અસર પડવી ન જોઇએ.
માની લો કે, આપ આ કારણે કામ પર નથી જઇ શકતા, આપનું બહાર નીકળવું બંધ થઇ ગયું છે, મિત્રોને મળવાનું આપ ટાળો છો અને પરિવાર સાથે સમય નથી વિતાવતા. કારણ કેઆફ ઘરમાં બંધ થઇ આખો દિવસ મેસ્ટર્બેટ કરો છે. તો આ સમસ્યા બની ગઇ કહેવાય. જો આપ એટલું મેસ્ટરબેટ કરો છો કે તમારા જનનાંગોમાં દુખાવો થવા લાગે કે તેને ઇજા થઇ જાય કારણ કે તમે તેને ખુબ બધી વખત રગડો છો. તો પછી આ સમસ્યા પેદા કરનારી વાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર