#કામની વાતઃ પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે

 • Share this:
  પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે.

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

  સમસ્યા- ડોક્ટર સાહેબ મારી ઉંમર 46 વર્ષની છે. મને ડાયાબિટીસ કે બીજી કોઇ જ બિમારી નથી. હા રોજની સાત-આઠ સિગારેટ જરૂર પીવું છું. ડોક્ટર સાહેબ છેલ્લા આઠેક મહિનાથી ઇન્દ્રિયમાં પુરતુ ઉત્થાન નથી આવતું સમાગમની શરૂઆતમાં પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે. જો થોડું જોર લગાવવનો પ્રયત્ન કરુ તો દુ:ખાવો થાય છે. શું કરવું જોઇએ? બજારમાં મલતી દેશી વાયાગ્રા લઇ શકાય ?

  ઉકેલ- ધણીવાર ઉંમરની સાથે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. પુરુષત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટીરોનનું પ્રમાણ ઓછું થાય તો પણ પુરુષને ઉતેજના ઓછી થઇ શકે છે. ઘણીવાર પ્રોલેકટીલ નામના બીજા હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પણ ઇન્દ્રિયમાં પુરતું ઉત્થાન આવતું નથી જો લોહીની ચરબી એટલે કે કોલેસ્ટોરલનું પ્રમાણ વધે તો પણ પુરુષ ઓછું ઉત્થાન અનુભવી શકે છે. સિગારેટ, બિડી, તમાકુ, દારુ, માંસાહાર, ઇંડાના સેવનથી પણ લાંબે ગાળે નપુંસકતા આવે છે. આમ આપનેથયેલ તકલીફના કારણો ધણા હોઇ શકે છે. નપુંસકતાના ઇલાજ માટે ઓરલ મેડિસિન્સ, પેપાવરીન ઇન્જેક્શન, ટેલ્ટોસ્ટીરોનના સ્પ્રે, ગોળી, અલ્પ્રોસ્ટાડીલ સપોઝીટરીઝ વગેરે અનેક વિકલ્પો ખુલ્લા છે. પરંતુ દરેક દવાની અસર હોય તો તેની આડઅસર પણ હોઇ શકે છે. વિયાગ્રા ગોળી લીધા પછી અત્યાર સુધી એકસો એકસઠ લોક એ જાન ગુમાવેલ છે. અને અડતાલીસ લોકો એ કાયમ માટે આંખોની રોશની ખોયેલ છએ. માટે જ તબીબી માગદર્શન હેઠળ જ સારવાર લેશો આજની તારીખમાં સેક્સની દરેક મુશ્કેલીઓનો ઇલાજ શક્ય છે. અને પુરુષ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે. અને છેલ્લે જ્યારે ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળપ્રયોગ તો જ કરવો એ ઊલટું સમસ્યામાં વધારો કરશે અને ક્યારેક અંદરના ભાગમાં ઇજા થશે.
  Published by:Bansari Shah
  First published: