જો તમે સેક્સટિંગ કરતા હોવ તો તમને ખબર હોવી જોઇએ આ વાત

RedWomb
Updated: February 25, 2020, 3:30 PM IST
જો તમે સેક્સટિંગ કરતા હોવ તો તમને ખબર હોવી જોઇએ આ વાત
પ્રતિકાત્મક તસવીર

સેક્સ્ટિંગ એક આનંદદાયક વિકલ્પ છે.

  • RedWomb
  • Last Updated: February 25, 2020, 3:30 PM IST
  • Share this:
અનીશા (નામ બદલ્યું છે) નાગપુરમાં રહે છે. જ્યારે તેનો બોયફ્રેન્ડ પાછલા કેટલાક વર્ષથી મુંબઇમાં રહે છે. વચ્ચે ક્યારેક એકબીજાને મળી લીધું તે બસ બાકી તેમને એકબીજાની સાથે રહેવાનો મોકો ભાગ્યે જ મળે છે. "આ મુશ્કેલ છે, ગત ચાર વર્ષોથી અમે અલગ રહી રહ્યા છીએ. અનેક વાર મને તેનાથી દૂર રહેવું ગમતું નથી. ત્યાં સુધી કે હાથ પકડવા જેવી યાદ પણ મને રોવડાવી દે છે. લાંબા અંતરે રિલેશનશિપ રાખવી મુશ્કેલ છે."

દિવસની શરૂઆત એક-બીજાથી ટેક્સિંગથી થાય છે
પણ સ્માર્ટફોને તેમની દુનિયા બદલી દીધી છે. વર્ષ 2019ના આંકડા બતાવે છે કે ભારતમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારની સંખ્યા 80 કરોડની છે. ભારતમાં સ્માર્ટફોનનો પ્રયોગ ગત કેટલાક વર્ષોમાં વધ્યો છે. ક્યારેક આ વસ્તુ ખાલી અમીર લોકો પાસે હોય તેમ મનાતું હતું. આજે સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરે છે. અનીશા અને તેના બોયફ્રેન્ડ માટે ટેક્સિંગ ખૂબ જ જરૂરી છે. તે દિવસની શરૂઆત એક બીજાને ટેક્સિંગ કરવાથી કરે છે. અને રાતનો અંત પણ.

તે પોતાનો દિવસ કેવો ગયો તેની વાતો આ દ્વારા કરે છે. એક બીજાને તે મીમ્સ પણ મોકલે છે. અને વાત ક્યારેક આગળ સુધી પણ જાય છે. અનીશાએ જણાવ્યું કે લગભગ બે વર્ષ પહેલા અમે સેક્ટિંગ કરવા લાગ્યા હતા. તેને અમારું જીવન બદલી દીધુ હતું. નહીં તો દૂર રહીને અમારી રિલેશનશીપમાં સેક્યુઅલ ફિલિંગ્સ વિષે વાત કરવાનો કોઇ બીજો સરળ રસ્તો જ નહતો. અનીશા જ્યારે પોતાના બોયફ્રેન્ડથી ટેક્સિટંગ કરે છે તો પોતાની સેક્યુઆલિટી વિષે તેને સારી રીતે સમજાવી શકે છે.

શું છે સેક્સ્ટિંગ?

ટેક્સિંગ સરળ હોય છે. મને સામ સામે સેક્સ વિષે વાત કરવામાં થોડી મુશ્કેલી થાય છે. ત્યારે હવે જો અમને સેક્સ વિષે કોઇ નવી વાત કરવાનું મન થાય તો અમે ટેક્સ કરી લઇએ છીએ. પછી જ્યારે મુંબઇમાં અમે મળીએ છીએ ત્યારે તેને કરીને દેખીએ છીએ. તો શું છે સેક્સ્ટિંગ?ડિજિટલ પ્લેટફોર્મ પર સેક્સ સંબંધિત કોઇ પણ પ્રકારની ટેક્સ એકબીજાને મોકલવી તે સેક્સ્ટિંગ છે. જેમાં એકબીજાને અર્ધ નગ્ન તસવીરો કે નગ્ન તસવીરો મોકલવી પણ સામેલ છે. પણ આનો ફાયદો શું?સેક્સ્ટિંગ એક આનંદદાયક વિકલ્પ છે.

પહેલા વાત, અનેક લોકો આ પ્રકારની ટેક્સિંગનો આનંદ લે છે. તેમાં પ્રેગ્નેન્ટ થવું કે એસઆઇટી સંક્રમણ જેવો કોઇ ખતરો નથી. આ સિવાત જે કપલ એકાંતમાં એકબીજાને મળી નથી શકતા તેમના માટે સેક્સ્ટિંગ એક આનંદદાયક વિકલ્પ છે. નિશાંત (નામ બદલ્યું છે) અને તેની ગર્લફ્રેન્ડ મૈસુરમાં રહે છે. તેમના માટે રૂમની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. "અમને ખુબ મુશ્કેલીઓ થાય છે. અમે એક જ શહેરમાં રહીએ છીએ અને અહીં અમને અનેક લોકો જાણે છે. તમે સાથે મળીને એક રૂમ લેવા ઇચ્છો તો તમારા લગ્ન થયેલા હોવા જરૂરી છે.

નિશાંત અને તેની પાર્ટનર વચ્ચે વચ્ચે બેંગલુરુ જવા લાગ્યા અને અહીં રૂમ લઇને એક બીજા સાથે સમય વ્યતિત કરવા લાગ્યા. પણ બેંગલુરુ આવવા જવાનો અને રહેવાનો ખર્ચો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં અમે સેક્સ્ટિંગ કરીએ છીએ. આ સરળ અને રસપ્રદ છે અને ઘરે બેઠા અમે સેક્સુઅલી એકબીજાને આનંદ આપી શકીએ છીએ. પણ સેક્સ્ટિંગની ખરાબ સાઇડ પણ છે. ઇન્ટરનેટથી લઇને સાઇબર સુરક્ષા માટે આ વાત ચિંતા પેદા કરનારી છે.

ભારતમાં બદલો લેવાના ઉદ્દેશથી પોર્નમાં આવી તસવીરો આપવાનો કિસ્સા હવે વધી રહ્યા છે. જેમાં એક બીજાને પ્રતિષ્ઠાને નષ્ટ કરવા માટે લોકો તેમની અંતરંગ ફોટો કે વીડિયો સાર્વજનિક કરી દે છે. મોટાભાગના કિસ્સામાં પુરુષો એક્સ મહિલા મિત્રને બ્લેકમેલ પણ કરે છે. જો તમને તમારા પાર્ટનર પર ભરોસો હોય તો પણ હૈકર્સનું શું? કાં તો તમારો ફોન કોઇના હાથમાં આવી જાય અને તે તમારા આ ફોટો કે અતરંગ વાતચીત સાર્વજનિક કરી દે તો? ખરેખરમાં આ એક ગંભીર અને ડરામણી વાત છે.

ઓનલાઇન સેક્સ્ટિંગ

પણ ટેકનોલોજી પણ લોકોની જરૂરિયાત મુજબ બદલાઇ રહી છે. તેને સાવધાર રહીને ઓનલાઇન સેક્સ્ટિંગ કે પાર્ટનરથી શેર કરેલા ફોટોને સુરક્ષિત રાખી શકો છો. અનીશાએ ચહેરો ન દેખાડવાનો નિયમ બનાવી રાખ્યો છે. જેને તેના જેવી અનેક મહિલાઓ અપનાવે છે. "હું જ્યારે મારો નગ્ન ફોટો મારા પાર્ટનરને મોકલું છું તો હું તે વાતનું ધ્યાન રાખું છું કે તેમાં મારો ચહેરો ના દેખાય. હું મારા ચહેરાને વાળને કેટલીક વાર ઢાંકી લઉં છું."

અનીશા પોતાના બોયફ્રેન્ડ પર વિશ્વાસ કરે છે. પણ તેમ છતાં તે સાવધાની રાખવામાં માને છે "કોઇ પણ મહિલાનું જીવન ખાલી એક ક્લિકમાં બગડી શકે છે. માટે શ્રેષ્ઠ તે રહે છે કે તમે સુરક્ષિત રહો." નિશાંત અને તેની પાર્ટનર એકબીજાને પોતાના ન્યૂડ ફોટો ખાલી સ્નેપચેટ પર જ મોકલે છે. સ્નેપચેટ જેવા એપ એક સુરક્ષિત વિકલ્પ મનાય છે. કારણ કે તેમાં ફોટો કેટલીક સેકન્ડ પછી જાતે જ ડિલિટ થઇ જાય છે.

ટિપ્સ
જો કે તેમ છતાં અજાણ્યા લોકો સાથે સેક્સ્ટિંગ કરવાથી બચો. જ્યાં સુધી તમને લાગે કે આની પર વિશ્વાસ કરવા જેવો નથી આમ સેક્સ્ટિંગ કરતા બચો.
તમારા પાર્ટનર સાથે સીમા નક્કી કરો

તેવું પણ બની શકે કે તમને સેક્સુઅલ ચેટ કરવી ગમે પણ ફોટો ના મોકલવો હોય. વળી કેટલીક વાર તેવું પણ બને કે તમને અમુક પ્રકારના સેક્સ એક્ટ વિષે જ વાત કરવી હોય ત્યારે શ્રેષ્ઠ તે જ રહેશે તમે તમારા પાર્ટનર સાથે સેક્સ્ટિંગની સીમા નક્કી કરી લો. અને એકબીજાની સીમાઓનું સન્માન કરો.

સહમતિ
કોઇને સેક્સ્યુઅલ મટેરિયલ લઇને પરેશાન ના કરો. તમે જે વ્યક્તિ સાથે સેક્સ્ટિંગ કરો છો તેની પણ તમારી સાથે આમ કરવાની સહમતિ હોવી જરૂરી છે. માટે પહેલા જ પૂછી લો. અને સુનિશ્ચિત કરો કે તમારો પાર્ટનર આ વાતને લઇને સહજ હોય. કોઇને અકારણે મન વગર સેક્સ્ટિંગ કરીને હેરાન ન કરો.

સુરક્ષા
તેવા એપ્સની તપાસતા રહો જે સુરક્ષિત અને પૂરી રીતે એનક્રિપ્ટેડ હોય. ફોટોગ્રાફ્સ મોકલવા માટે પણ તેવા જ એપનો ઉપયોગ કરો જે થોડીવારમાં જાતે જ નષ્ટ કે ડિલિટ થઇ જાય. અને ન્યૂડ ફોટોમાં પોતાનો ચહેરો મોકલવાનું ટાળો. તે તમારી સેફ્ટી માટે શ્રેષ્ઠ છે.

જોખમ અને ફાયદા
આ સુનિશ્ચિત કરો કે તમારા મગજની સ્થિતિ સ્વસ્થ રહે. જો તમે નશામાં હોવ કે અનાવશ્યક રીતે ભાવુક હોય તો કોઇને સેક્સ ટેક્સ ના કરો. સ્માર્ટફોનના વધતા ચલણ હેઠળ સેક્સ્ટિંગ ડેટિંગ, પ્રેમ અને રિલેશનશિપનો એક મહત્વનો ભાગ બની ગયા છે. ટેક્સ્ટ મોકલીને તમને કંઇ ખોટું નથી કરી રહ્યા બસ આ એકબીજાની સહમતિ સાથે થવું જોઇએ. પણ આ સેક્સ્યુઅલ ગતિવિધિ સાથે પોતાની સુરક્ષા પણ બનાવી રાખો.

(લેખિકા અનધા રેડવોમ્બની ઇટર્ન છે)
First published: February 25, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading