#કામની વાત: શું દેશી વાયાગ્રા લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે?

આ બિટા બ્લોક્ટ ગૃપ્રની ની દવા છે. ઘણા લોકામાં આ દવાની આડ અસર રૂપે નપુંસકતા આવતી હોય છે

આ બિટા બ્લોક્ટ ગૃપ્રની ની દવા છે. ઘણા લોકામાં આ દવાની આડ અસર રૂપે નપુંસકતા આવતી હોય છે

 • Share this:
  સમસ્યા:- મારી ઉંમર 60 વર્ષની છે. ડાયાબિટીસ ને બી.પી ના હિસાબે મારી બન્નેં કિડની કામ કરતી બંધ થઇ ગયેલ. વીસવાર ડાયાલીસીસ કરાવેલ હવે સારુ છે. ડાયાબિટીસ માટે ઇન્સુલિનના ઇન્જ્ક્શનો લેવા પડે છે અને બી.પી. ની ગોળી ઓ પણ નિયમિત ચાલુ છે. બે વર્ષથી ડાયાલિસીસ બંઘ છે. પહેલા તો બિલકુલ ઇન્દ્રિયમાં  ઉત્થાન આવતું હતું નહીં. પરંતુ હવે થોડું આવે છે આ સાથે મારી દવાનું લીસ્ટ પણ મોકલું છું તે જોઇને મને જણાવશો કે દેશી વાયાગ્રા લઇ શકાય કે નહીં?

  ડો પારસ શાહ

  ઉકેલ:- સેકસ જીવનમાં અલોકિક આનંદ આપે એ વાત સાચી છે. પરંતુ જીવનથી વધારે તો નથી જ ને? આપની બન્નેં કિડની બંધ થઇ ગયેલ અત્યારે પણ આપ હૃદય
  માટે ઘણી દવાઓ લો છો. મોતના દરવાજે દસ્તક દઇને આપ આવેલ થો. મારુ માનો તો આ દેશી કે વિદેશી વાયાગ્રા આપે બિલકુલ ના લેવી જોઇએ.

  આ દવા લીધા પછી એકસો ત્રેસઠ લોકોનાં મોત થઇ ગયા છે. આ દવાઓ સાથે મારે અંગત દુશ્મનાવટ નથી. જ્યારે ભારતના બજારમાં આ દવા આવવાની હતી ત્યારે છ ડોક્ટરોની ટીમ આખા દેશમાંથી બનાવેલ હતી તેમાં હું પણ એક નિષ્ણાત ડોક્ટર તરીકે હતો. શરૂઆતના વર્ષોમાં આ દવાના સારા પરિણામો જ દેખાતા હતા પરંતુ સમય જતા તેની આડઅસર હવે દેખાવા લાગી છે. હમણાં આવેલ છેલ્લા પરિક્ષણોમાં તો એમ પણ જાણવા મળેલ છે કે જો જુવાન પુરુષ આ દવા લે તો તેના પિતા બનવાની ક્ષમતા પર અસર પડી શકે છે. આ બધી માહિતી આપને જો વિશ્વાસ ના હોય તો ઇન્ટરનેટ ઉપર ચકાસી શકો છો.  આ દવા આપના માટે હિતાવહ નથી. એનો મતલબ એ નથી કે આપે જાતીય જીવનને રામ રામ કરી દેવાના. ઘણીવાર ઉંમર પ્રમાણે પુરુષતત્વના હોર્મોનનું પ્રમાણ ધટી જતું હોય છે. એના કારણે પણ નંપુસકતા આવી શકતી હોય છે. જો આપનું પ્રોસ્ટેટ (P S A) નું લેવલ નોર્મલ લિમિટમાં હોય તો દવા, ઇન્જેક્શનો, સ્પ્રે દ્રારા વધારી શકાય છે. જે આપને ફરી નવજુવાન બનાવવામાં મદદરૂપ થઇ શકે છે. આપે લખેલ બ્લડપ્રેશરની દવાઓમાં એક એટેનોલ નામની દવા છે.

  આ બિટા બ્લોક્ટ ગૃપ્રની ની દવા છે. ઘણા લોકામાં આ દવાની આડ અસર રૂપે નપુંસકતા આવતી હોય છે. માટે આપ આપના ડોક્ટરને મલી આ ગૃપ્રની દવા બદલાવી શકો છો. આમ કરવાથી ઘણીવાર આ દવાની આડઅસર રૂપે આવેલ નપુંસકતા દુર થઇ શકે છે. બાકી યોગ્ય નિદાન બાદ દવા કરાવશો તો દેશી અને વિદેશી વાયાગ્રા સિવાય પણ બીજી ઘણી વધુ સરસ, આડઆસર રહિત દવાઓ ઉપલ્લબ્ધ છે. જેનાથી આપ સો વર્ષ સુધી પણ જાતીય જીવન માણી શકશો.

  (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે)
  Published by:Margi Pandya
  First published: