સમસ્યા. મારી સમસ્યા એ છે કે મે ફસ્ટ ટાઇમ સમાગમ કરેલ છે. હજી મહિનો પણ થયો નથી. પણ મને એવું લાગે છે કે મને ગર્ભ રહેશે. મારે ગર્ભ રાખાવો નથી. હું હમણા મા બનવા માગતી નથી. પ્લિઝ ગર્ભ પડાવવા કે ગર્ભ ન રહે માટ જરૂરી દવા કે સલાહ આપો. અને ભવિષ્યમાં સેક્સ કરવાથી ગર્ભ ન રહે એ માટે કોઇ સારી દવા જણાવશો. મારી મુંઝવણ તમે પ્લિઝ દૂર કરી આપશો.
#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ
ઉકેલ. સૌ પ્રથમ આપ મહિનો પુરો થાય તેની રાહ જોવો. અને જો દસ એક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાવ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આ માટે ડોક્ટરની રૂબરુ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે. પણ હવે તે સમય જતો રહ્યો છે. આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી.
જો આપના લગ્ન ના થયેલ હોય તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉતમ રહેશે. તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી. સાથે સાથે જાતીય બિમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે. મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો. અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત છે. હવે નિર્ણય આપ બંનેએ આંતરિક સહમતિથી કરવાનો રહેશે કે આપ ગર્ભ ધારણ ન થઇ જાય તે માટે કયુ સાધન ઉપયોગ કરવાં માંગો છો.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર