Home /News /lifestyle /મારો BF કોન્ડમ વગર સંભોગ કરવા કહે છે, હું જાણું છુ તે જરૂરી છે પણ શું કરું?
મારો BF કોન્ડમ વગર સંભોગ કરવા કહે છે, હું જાણું છુ તે જરૂરી છે પણ શું કરું?
કામની વાત
ફક્ત નકારાત્મક તપાસનો અર્થ આ વાતની કોઇ ગેરન્ટી નથી કે તેને કોઇ યોન સંક્રમણ નથી. પછી કોન્ડોમ યૌન સંક્રમણની સાથે સાથે વણજોયતા ગર્ભથી પણ બચાવે છે. સંભોગ દરમિયાન બહાર આવવાનાં ફક્ત 78% કેસમાં ગર્ભથી બચવાની વાત સામે આવી છે.
સવાલ: હું એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છું. આ નવો રિલેશનશિપ છે. ગત 6 મહિનાથી અમે સાથે છીએ અને હવે મામલો ગંભીર થઇ રહ્યો છે. હવે તે મને કોન્ડમ વગર સંભોગ કરવાં દબાણ કરે છે. હું જાણુ છં કે કોન્ડમ જરૂરી છે. તેણે બે અઠવાડિયા પહેલાં જ તપાસ કરાવી છે અને જણાવે છે કે, તેને કોઇજ પ્રકારનું એસટીડી નથી. શું મારે તેનો આગ્રહ માન્ય રાખવો જોઇએ?
જવાબ: આ સારી વાત છે કે, સુરક્ષિત યોન સંબંધ માટે આપ ચિંતા કરો છો. આપ એક સંવેદનશીલ વયસ્ક છો. તે માટે આપને વધામણાં. કોન્ડોમનો પ્રયોગ ન કરવા અને વધુ અંતરંગતા અનુભવવાની લાલચની વાતને હું સમજી શકુ છું. પણ કોન્ડોમ આપને યૌન બીમારીથી બચાવે છે. આ એક સુરક્ષિત યૌન સંબંધ સંબંધ માટે પણ એટલું જ જરૂરી છે. ફક્ત નકારાત્મક તપાસનો અર્થ આ વાતની કોઇ ગેરન્ટી નથી કે તેને કોઇ યોન સંક્રમણ નથી. પછી કોન્ડોમ યૌન સંક્રમણની સાથે સાથે વણજોયતા ગર્ભથી પણ બચાવે છે. સંભોગ દરમિયાન બહાર આવવાનાં ફક્ત 78% કેસમાં ગર્ભથી બચવાની વાત સામે આવી છે. તેનો અર્થ છે કે, ગર્ભ રહી જવાની સંભાવના ઘણી વધુ છે. જો આપ હાલમાં બાળક નથી ઇચ્છતા તો આપ તેનાંથી બચવા માટે ગર્ભનિરોધક જેવાં વિકલ્પોની મદદ લઇ શકો છો. આપને જે ઉચિત લાગે છે તે પ્રકારનાં ગર્ભનિરોધકની આપ પસંદગી કરી શકો છો. અને જો આફનાં પાર્ટનરને પસંદ હોય તો એવાં ડોક્ટર્સની સલાહથી જ કરવું.
યોન સંક્રમણનાં લક્ષણ સંપૂર્ણ રીતે જોવામાં ઘમાં અઠવાડિયા કે મહિના લાગી જાય છે. ઘણાં એસટીડી (યોન સંબંધથી થનારી બીમારી)નાં કોઇ લક્ષણ નથી. જો આપને કોઇ ગાંઠ કે મસો નથી, સ્પષ્ટ રૂપથી ક્યાંય કંઇ કપાયુ કે ફાટ્યું નથી દેખાતું.. કોઇ સ્ત્રાવ (Discharge) તો નથી ને. તેનો અર્થ છે કે બધુ જ બરાબર છે. કોઇપણ ખતરો નથી. પણ જોઆમાથી કંઇ છે તો અનુશાસનની જરૂ છે. જો આપ નવાં નવાં પાર્ટનર બન્યા છે કે કોઇની સાથે અઠવાડિયા પહેલાં જ યોન સંબંધ બાધ્યા છે તો તેની અંદર યૌન સંક્રમણ થવાનાં ચાન્સ વધુ છે. પણ તેનો રિપોર્ટ નેગેટિવ છે. સાચો રિપોર્ટ તો એ છે કે આપને તેનાં પાસ્ટ અંગે બધુ જ માલૂમ હોય. તેની સાથે અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાનાં ત્રણ કે છ મહિના બાદ કોઇ તપાસ કરાવવામાં આવે.
એચપીવી સૌથી સામાન્ય એસટીડી છે જે મહિલાઓને થાય છે. પણ દુખની વાત એ છેકે, સામાન્ય તપાસમાં પુરુષોમાં તે અંગે માલૂમ પડતું નથી. તેનાં વિશે ત્યારે જ માલૂમ પડે છે જ્યારે ગાંઠ કે મસ્સા બનવાનાં શરૂ થાય છે. એચપીવીને ઘણાં રૂપ એવાં છે કે તેનાં કોઇ લક્ષણ નથી દેખાતાં આપને હોય પણ આપનાં પાર્ટનરને ન થાય. આમ છતાં આપે સાવધાની રાખવાની જરૂર છે.
એસટીડી રોકવાનો સૌથી સારો ઉપાય કોન્ડમનો ઉપયોગ છે. આપ જાણો છો કે, તે યૌન સંબંધિત બીમારીઓથી સંક્રમિત થવા કરતાં કોન્ડોમનો ઉપયોગ કરવાની હું આપને સલાહ આપીશ. જો આપ કોન્ડોમનો ઉપયોગ ટાળશો તો તાણ અને બીમારીને નોતરશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર