માણસની ભાષા બોલતા સેક્સ રોબોટ બનાવી રહ્યું અમેરિકા, Corona કાળમાં વધશે માંગ

News18 Gujarati
Updated: August 16, 2020, 12:01 AM IST
માણસની ભાષા બોલતા સેક્સ રોબોટ બનાવી રહ્યું અમેરિકા,  Corona કાળમાં વધશે માંગ
એબિસ ક્રેએશન્સ ફેક્ટ્રી એવા રોબોટનું નિર્માણ કરી રહી છે, જેનો દાવો કરાયો છે કે, આ રોબોટ દેખાવમાં પણ માણસ જેવો જ હશે.

એબિસ ક્રેએશન્સ ફેક્ટ્રી એવા રોબોટનું નિર્માણ કરી રહી છે, જેનો દાવો કરાયો છે કે, આ રોબોટ દેખાવમાં પણ માણસ જેવો જ હશે.

  • Share this:
વોશિંગ્ટન : અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આંખોવાળા એક એવા સેક્સ રોબોટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે માણસના અવાજમાં વાતો પણ કરશે. અમેરિકાના સેન ડિએગોમાં સ્થિત એબિસ ક્રેએશન્સ ફેક્ટ્રી એવા રોબોટનું નિર્માણ કરી રહી છે, જેનો દાવો કરાયો છે કે, આ રોબોટ દેખાવમાં પણ માણસ જેવો જ હશે.

કંપનીએ કહ્યું કે, આ રોબોટ્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળી આંખો લગાવવામાં આવી છે, જે લોકોને ઓળખ્યા બાદ તેમની સાથે વાતચીત પણ કરવામાં સક્ષમ હશે. આ ફેક્ટરી અમેરિકાની હાર્મની સેક્સ રોબોટ બનાવનારી કંપની રિયલ ડોલ માટે પણ રોબોટ બનાવે છે.

કંપનીએ એ પણ કહ્યું કે, આ રોબોટ અજાણ્યા લોકો અને પોતાના લોકોનો ફર્ક કરવામાં સક્ષમ હશે. જો કોઈ અપરિચીત વ્યક્તિ તેની સામે આવે છે તો, રોબોટ એક જગ્યાથી બીજી જગ્યા પર મૂવ કરવામાં પણ સક્ષમ હશે. આ રોબોટમાં બોડી ટેમ્પરેચર કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા હશે, જેથી મેન્યુઅલી રીતે બદલી શકાય છે.

આ પણ વાંચોરશિયાને નથી કોઈની પરવાહ, શરૂ કરી દીધુ Corona વેક્સીનનું ઉત્પાદન, 20 દેશોએ ઓર્ડર આપ્યા

કોરોના વાયરસ મહામારી દરમિયાન ચીનમાં બનેલા સેક્સ ટોયની માંગ દુનિયાભરમાં 30 ટકાથી વધારે વધી ગઈ છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચીનની સેક્સ ટોય ઈન્ડસ્ટ્રીને હાલના દિવસોમાં દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે. ચીનના શેડોંગ સ્થિત સેક્સ ટોય બનાવનાર કંપની લિબો ટેક્નોલોજીના વિદેશી સેલ્સ મેનેજર વાયલેટ ડૂએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં જ્યારે અમે લોકડાઉન બાદ કામ પર પાછા આવ્યા તો, વધતી માંગના કારણે અમારે કર્મચારીઓની સંખ્યા વધારવી પડી.
ફ્રાંસ, અમેરિકા અને યૂરોપથી મળી રહ્યા ઓર્ડર

ડૂએ કહ્યું કે, ફ્રાંસ, અમેરિકા અને ઈટલીથી અમને સૌથી વધારે ઓર્ડર મળી રહ્યા છે. અમારી પણ કોશિશ છે કે, પોતાના ગ્રાહકો સુધી ઝડપીમાં ઝડપી ઓર્ડર પહોંચાડવામાં આવે. તેમણે કહ્યું કે, જોકે ચીનમાં તેનું વેચાણ પ્રભાવિત થયું છે પરંતુ તેનું કારણ ટ્રાન્સપોર્ટ રોકાવાનું છે. ટૂંક સમયમાં અમને ઘરેલુ બજારથી પણ મોટી સંખ્યામાં ઓર્ડર મળવાના શરૂ થઈ જશે.
Published by: kiran mehta
First published: August 16, 2020, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading