શારીરિક સંબંધ વિશે વિચારવું અને વાત કરવી પહેલાના સમયમાં મહિલાઓ માટે વર્જિત હતી. ત્યારે આજના આ નવા જમાનાના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં સ્ત્રીઓએ સેક્સ અને અન્ય સંલગ્ન બાબતો વિશે ખુલ્લેઆમ ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. સ્ત્રીઓ સમજી ગઈ છે કે, સેક્સ તેમનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આજે પણ આ પ્રકારના વિચારો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. તો આજે જાણીએ આ અંગે હેલ્થ એક્સપર્ટ્સ શું જણાવી રહ્યા છે.
સેક્સ સંબંધિત સમસ્યાઓ રજૂ કરવામાં મહિલાઓ હજુ પણ પાછળ :
સેક્સને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરનારા હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, સેક્સને લઈને મહિલાઓ અને પુરુષોની વિચારસરણીમાં હજુ પણ ઘણો તફાવત છે. સામાન્ય રીતે 70 ટકા પુરૂષો પોતાની સમસ્યાઓ લઈને આવે છે, જ્યારે માત્ર 30 ટકા મહિલાઓ જ હોસ્પિટલ પહોંચે છે.
પુરૂષો અને સ્ત્રીઓ બંને ઉત્તેજનાના અતિરેક વિશે મૂંઝવણમાં :
આ બંનેમાં સૌથી સામાન્ય સમસ્યા સેક્સમાં ઉત્તેજના વિશે છે. મોટાભાગના પુરુષો ઉત્તેજના સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. જ્યારે સ્ત્રીઓને ચરમ સુખ એટલે કે પ્લેઝર પોઈન્ટ સુધી પહોંચવામાં તકલીફ પડે છે. બીજી તરફ એ પણ સાચું છે કે આજે સેક્સને લઈને પ્રયોગો વધી ગયા છે.
મહિલાઓ બેડમાં પણ ડિમાન્ડિંગ થઈ રહી છે :
ઈન્ટરનેટના જમાનામાં પુરુષોની સાથે મહિલાઓએ પણ એડલ્ટ ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે. મહિલાઓ પણ બેડ પર તેના પાર્ટનર સાથે ખુલીને વાત કરે છે. ઘણી મહિલાઓ સેક્સ પોઝીશન માટે ડિમાન્ડિંગ પણ થઈ રહી છે.
45 પછી તકલીફ
સેક્સ દરમિયાન મહિલાઓને તકલીફનો સામનો કરવો પડે છે. 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સેક્સમાં રસ ગુમાવવા લાગે છે. કારણ કે, તેને સેક્સ દરમિયાન દુખાવો થવા લાગે છે. તેની પાછળનું કારણ લ્યૂબ્રિકેંટનો અભાવ છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ માટે માર્કેટમાં ઘણા લુબ્રિકેન્ટ મળે છે જેનો ઉપયોગ સેક્સ દરમિયાન કરી શકાય છે.
હસ્તમૈથુન વિશે ખોટું વિચારવું
સેક્સોલોજિસ્ટના મતે ભલે આપણી વિચારસરણી ઘણી આગળ વધી રહી હોય પરંતુ સેક્સ હજુ પણ વર્જિત એટલે કે ટેબુ વિષય છે. હસ્તમૈથુનથી નબળાઈ આવતી હોવાનું આજના સમયમાં પણ માનવામાં આવે છે. આ રોગનું કારણ બને છે. મોટાભાગની મહિલાઓને હસ્તમૈથુન કેવી રીતે કરવું તે પણ ખબર નથી હોતી. જ્યારે સત્ય એ છે કે, હસ્તમૈથુન સામાન્ય છે, તે કોઈ રોગ નથી. આ સ્ત્રી અને પુરુષ બંને માટે કુદરતી પ્રક્રિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર