#કામની વાત: શું HIV કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સેક્સલાઇફ માણી શકે?

News18 Gujarati
Updated: December 19, 2019, 6:03 PM IST
#કામની વાત: શું HIV કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સેક્સલાઇફ માણી શકે?
HIV એક ઇન્ફેક્શન છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ પ્રોટેક્શન વગર જાતીય સંબંધ બાંધતુ હોય છે. ડ્રગ્સનાં બંધાણી લોકો જ્યારે એકની એક નિડલ યૂઝ કરતાં હોય છે ત્યારે HIV થવાનું જોખમ વધી જાય છે.

HIV એક ઇન્ફેક્શન છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ પ્રોટેક્શન વગર જાતીય સંબંધ બાંધતુ હોય છે. ડ્રગ્સનાં બંધાણી લોકો જ્યારે એકની એક નિડલ યૂઝ કરતાં હોય છે ત્યારે HIV થવાનું જોખમ વધી જાય છે.

  • Share this:
સવાલ: HIV અને એઇડ્સ જેવાં રોગ ધરાવતી વ્યક્તિ સેક્સ લાઇફ માણી શકે છે. આ બંનેમાં શું ફરક હોય છે?

ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

જવાબ- સૌ પહેલાં તો આ વાત જાણવી જરૂરી છે કે HIV અને એઇડ્સ બંને બહુજ અલગ અલગ વસ્તુ છે. HIV એક ઇન્ફેક્શન છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ પ્રોટેક્શન વગર જાતીય સંબંધ બાંધતુ હોય છે. ડ્રગ્સનાં બંધાણી લોકો જ્યારે એકની એક નિડલ યૂઝ કરતાં હોય છે ત્યારે HIV થવાનું જોખમ વધી જાય છે. અથવા તો પછી જે તે વ્યક્તિને HIV ઇન્ફેક્ટેડ વ્યક્તિનું બ્લડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તો તેનાં દ્વારા HIV થવાની શક્યતા વધુ રહે છે.

જ્યારે HIV ઉપરાંત ઘણી બધી બીમારીઓ ભેગી થાય ત્યારે જે તે વ્યક્તિને એઇડ્સ થવાની શક્યતા વધી જાય છે. એટલે HIVએ વાયરસ દ્વારા થતી બીમારી છે અને એઇડ્સ છે તે HIVની આખરી મંઝીલ છે.

HIV થયેલી વ્યક્તિ જીવનનાં 15-20 વર્ષ આરામથી જીવી શકે છે. તે તામારી અને મારી જેમ સામાન્ય જીવન જીવી શકે છે. આ માટે તેને નિયમિત દવા લેવી પડે છે. જેમ કોઇ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેને જે પ્રમાણે ધ્યાન રાખવું પડે છે. તેમ HIV પોઝિટીવ વ્યક્તિએ પણ ધ્યાન રાખવું પડે છે. તેને ડોક્ટરની સલાહ નિયમિત લેવી પડે છે. અને જો બધુ જ બરાબર રહે તો વ્યક્તિ કોઇપણ ચિંતા વગર 20 વર્ષ આરામથી જીવી શકે છે.

જ્યારે HIV માંથી એઇડ્સ થઇ જાય છે ત્યારે દર્દીનો લાઇફ સ્પાન ઘટી જાય છે. સ્પર્શ થવાથી પ્રેમ વધે છે. HIV નથી વધતો. તેથી આવાં વ્યક્તિ સાથે ક્યારેય ખોટો વ્યવહાર ન કરવો જોઇએ. તેમનું વાપરેલું રેઝર, બ્રશ કે અન્ય અંગત વસ્તુઓ ન વાપરવી જોઇએ. પણ જો તમે એક જ થાળીમાં જમશો તો તેનાંથી કંઇ જ વાંધો નથી.સેક્સ લાઇફની વાત આવે તો HIV પોઝિટીવ વ્યક્તિઓ જાતીય માણી શકતા નથી. જોકે HIV પોઝીટીવ વ્યક્તિને સ્પર્શ કરવો. ચુંબન કરવું કે હાથ મીલાવવાથી કોઇ જ સમસ્યા થતી નથી.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: December 19, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading