Home /News /lifestyle /#કામની વાત: પ્રેગ્નેંસી સમયે સેક્સ કેટલું સુરક્ષિત ?

#કામની વાત: પ્રેગ્નેંસી સમયે સેક્સ કેટલું સુરક્ષિત ?

કેટલાક આસનોને છોડી પ્રેગ્નેંસી સમયે પણ સેક્સનો આનંદ માણી શકાય છે. પરંતુ ગર્ભાવસ્થા સમયે ઈન્ટિમસી અંગત સંબંધમાં વધારે મજબૂતાઈ લાવી શકાય છે.

કેટલાક આસનોને છોડી પ્રેગ્નેંસી સમયે પણ સેક્સનો આનંદ માણી શકાય છે. પરંતુ ગર્ભાવસ્થા સમયે ઈન્ટિમસી અંગત સંબંધમાં વધારે મજબૂતાઈ લાવી શકાય છે.

    પ્રશ્ન : પ્રેગ્નેંસી સમયે સેક્સ, શું આવનાર બાળક કે માના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે?

    ડૉ. પારસ શાહ

    જવાબ: ગર્ભાવસ્થા કોઈપણ દંપતિના જીવનમાં ઘણું સુખ લાવે છે. તેમ છતાં આ સમય દરમિયાન દરેક દંપતી વચ્ચે એક પ્રશ્ન આવે છે, એ છે તે સમયગાળા દરમિયાન સંબંધ. 9 મહિના લાંબો સમયગાળો હોય છે. જેની સાથે હૃદયથી જોડાયેલા હોવ છે જ્યારે તમે તેની સાથે રહો છો ત્યારે શારીરિક નિકટતાની ઇચ્છા સરળ છે. ગર્ભાવસ્થા દરમિયાન, નવજાત બાળક અથવા સ્ત્રી ભાગીદારને કોઈ પણ સમયે દુઃખ ન થવું જોઈએ. આ ભય સેક્સને અટકાવે છે આ ભય વ્યર્થ છે. જો કેટલાક આસનોને છોડીને પ્રેગનેંસીમાં પણ સેક્સનો આનંદ માણી શકાય છે. તેમજ ઊલટાનું, સગર્ભાવસ્થા દરમિયાન અંગત સંબંધમાં વધારે મજબૂતાઈ લાવી શકાય છે.

    જો ડૉક્ટર પ્રેગનેંસીમાં કોઈ કોમ્પ્લિકેશન ન જણાવે તો તે સમયે પણ આરામથી એ જ રીતે રહો. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ નાજુક હોય છે. આ સમય દરમિયાન ઈન્ટિમેટ થતા સમયે અમુક વાતોનું ધ્યાન રાખો. જેમ કે પેટ અથવા તેની નીચલા ભાગ પર દબાણથી કોમ્પ્લિકેશન આવી શકે છે. તેવી જ રીતે, છેલ્લા ત્રણ મહિનામાં પણ કાળજી લેવી જોઈએ. ગર્ભાવસ્થાની પુષ્ટિ થાય તે પછી ડૉક્ટરને વાત કરી જાણકારી મેળવો કે શું કરવું જોઈએ અને શું નહીં...





    પ્રેગનેંસી દરમિયાન સેફ સેક્સ બાબતે ઘણાં ઓછા લોકો ધ્યાન આપે છે. કંડોમ વગર સેક્સનું જોખમ ગર્ભવતીએ ભોગવવું પડે છે. ઘણી વખત તેનાથી યોનિમાર્ગમાં ચેપ લાગી શકે છે. પરંતુ તેનાથી ભ્રૂણમાં રહેલ બાળકને કોઈ નુક્સાન નથી થતું છત્તાં પણ સેફ સેક્સ જ સુરક્ષિત છે.

    ગર્ભાવસ્થા દરમિયાન સેક્સથી બાળક સમય કરતાં પહેલા જન્મ લે છે, તે ખોટી માન્યતા છે. પ્રીમેચ્યોર બર્થને સેક્સ સાથે કોઈ સંબંધ નથી. જો માઁ ને તેનાથી ખૂશી મળતી હોય તો બાળકના સ્વાસ્થ્ય માટે પણ સારૂં જ રહેશે.

    કેટલીક ખાસ પરિસ્થિતિઓ, જેવી કે સ્ત્રીની ગરદન કમજોર હોવી, પ્રેગનેંસી દરમિયાન બ્લીડિંગ કે પુરુષ સાથીને જેનિટલ હર્પીઝ હોય તો તે સમયે સેક્સ ટાળવું જોઈએ. ડોક્ટર સાથે આ તમામ વાતો ડિસ્કસ કરવી જોઈએ જેથી તે તમને માર્ગ બતાવી શકે.

    ઘણી સ્ત્રીઓને હોર્મોન્સના વધ-ઘટના કારણે સેક્સની ઈચ્છા વધુ થાય છે તો ઘણાંને બિલકુલ નહીં. તે બાબતે ચિંતિત થવાની જરૂર નથી. શરીરની અંદર થઈ રહેલા આ બદલાવ તે સમય પૂરતા જ હોય છે. બાળકના જન્મ બાદ બધું સામાન્ય થઈ જાય છે.

    (ડૉ. પારસ શાહ, સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજીસ્ટ છે.)
    Published by:Bansari Shah
    First published:

    Tags: Dr paras shah, Kaamniwaat

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन