Home /News /lifestyle /

Pregnancy Sex: પ્રેગ્નેન્સી સમયે સેક્સ માણવું યોગ્ય કે નહીં?

Pregnancy Sex: પ્રેગ્નેન્સી સમયે સેક્સ માણવું યોગ્ય કે નહીં?

ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ માણવું કેટલું યોગ્ય?

Safety tips for Pregnancy Sex:ઘણી વખત આવનારા બાળકને ધ્યાનમાં રાખીને કપલ્સ તેમની ઇચ્છાઓ પર કંટ્રોલ કરી દેતા હોય છે. તો અમે તમારો સપોર્ટ કરીએ છીએ. પણ આપને આ વિશે જે માહિતીની જરૂર છે તે અમે લઇને આવ્યાં છીએ. જો તમે તમારા બાળકની સલમામતીની ચિંતાને લીધે તમારી ઇચ્છાઓ પર કાબુ કરી રહ્યાં છો તો આ આર્ટિકલ એક વખત તમારે વાંચવાં જેવો છે.

વધુ જુઓ ...
    લાઇફસ્ટાઇલ ડેસ્ક: એક માતા માટે ગર્ભાવસ્થા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય છે. તો પિતા માટે આ તેનાં જીવનની જવાબદારીની શરૂઆત છે. જોકે બંને આ સમયને વધુ પડતી મુંઝવણ અને ઓછા આનંદમાં વિતાવે છે. ખાસ કરીને જે મહિલાઓ પહેલી વખત ગર્ભવતી હોય છે તેનાં મનમાં ઘણાં પ્રશ્નો હોય છે. ત્યારે આ સમયે કોઇપણ કપલનાં (Sex During Pregnancy) મનમાં શું સવાલ સૌથી પહેલાં આવતો હોય છે તે અંગે વાત કરીએ તો, તેઓ શું પ્રેગ્નેન્સીનાં સમયમાં સેક્સ માણી શકે કે નહીં તે હોય છે. શું આ સમયમાં સેક્સ માણવું સુરક્ષિત છે કે નહીં તો અમે તમને જે જાણવાની જરૂર છે તે જણાવીએ છીએ.

    ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ માણવામાં કોઇ જોખમ નથી
    કેટલાક લોકો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ માણવું અથવા ઓર્ગેઝમિક અનુભવ કરવાથી અજાત બાળકને નુકસાન થઈ શકે છે અથવા કસુવાવડની સંભાવના વધી શકે છે. જો આ પ્રેગ્નેન્સી તંદુરસ્ત હોય તો આ સમયમાં સેક્સ માણવામાં કોઇ જ નુક્સાન નથી. તમે ગર્ભાવસ્થાનાં કોઈપણ તબક્કે, સેક્સ માણી શકો છો.

    શું સેક્સ માણવાંથી લેબર પેઇન થઇ શકે છે?
    ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ અકાળ પ્રસૂતિનું કારણ બની શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન યોનિમાર્ગ સંભોગ અકાળે પ્રસૂતિ અથવા વહેલા જન્મનું જોખમ વધારશે નહીં. જો કે, અમુક કિસ્સામાં જ્યાં માતાને પ્રેગ્નેન્સીમાં કોઇ વધુ જોખમ હોય, તો ડૉક્ટરની સલાહ મુજબ જ સેક્સ માણવું.

    શું આ સમયમાં કેટલીક પોઝિશનનું ધ્યાન રાખવું જરૂરી છે?
    જેમ ટ્રાઇમિસ્ટર બદલાય તેમ અલગ અલગ પોઝિશન ટ્રાય કરવાં જરરી છે કારણ કે તે વત્તે ઓછે અંશે સુખદની જગ્યાએ પેઇનફૂલ બની શકે છે. આવા સમયમાં પણ તમે મુક્ત મને સેક્સ માણી શકો છો પણ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. ગર્ભવતી હોય ત્યારે સંભોગ કરવાનો કોઈ સાચો કે ખોટો રસ્તો નથી કારણ કે તેનાથી બાળકને નુકસાન નહીં થાય.

    આ પણ વાંચો- Zodiac Signs: કન્યા રાશિ માટે આ 4 રાશિનાં પાર્ટનર છે બેડરૂમમાં છે એકદમ પરફેક્ટ

    તેમણે પ્રોટેક્શ વાપરવું જોઇએ
    કોઇપણ પરિસ્થિતિમાં પ્રોટેક્શન વાપરવું જોઇએ. આવા સમયે જો પુરુષને કોઇપણ પ્રકારની બીમારી હોય તો તે બાળકને થવાનાં ચાન્સિસ છે. આવી બીમારીઓથી બચવા માટે પ્રોટેક્શનો ઉપયોગ કરવો જરૂરી છે. તો જો પતિને STD જેવી બીમારી હોય તો ગર્ભવતી મહિલાએ કોઇપણ પ્રકારનાં ઇન્ટરકોર્સ, વજાઇનલ, ઓરલ કે અનલથી બચવું જોઇએ.

    આ પણ વાંચો- શા માટે પીરિયડ્સ શરૂ થયા બાદ નથી વધતી છોકરીઓની ઊંચાઇ? આ વાત જાણવી જરૂરી

    ક્યારે પ્રેગ્નેન્સીમાં સેક્સ માણવું ટાળવું જોઇએ
    જો અકાળ પ્રસૂતિનું જોખમ હોય, તો તમારે ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત, જો ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ સાથે કોઈ લાક્ષણિક પીડા અનુભવો તો તમારે તે ન કરવું જોઇએ. તમારા ચિકિત્સકને મળવું જોઈએ. જો તમને સંભોગ કર્યા પછી રક્તસ્રાવ થતો હોય તો સંભોગ કરવાનું ટાળો અને તરત જ તમારા ઑબ્સ્ટેટ્રિશિયન-સ્ત્રીરોગ નિષ્ણાતની મુલાકાત લો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, Pregnancy, Relationship

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन