#કામની વાત: પુરુષની ઇન્દ્રિય કડક થાય ત્યારે તેમાં શું ભરાય છે?

News18 Gujarati
Updated: November 4, 2018, 8:00 AM IST
#કામની વાત: પુરુષની ઇન્દ્રિય કડક થાય ત્યારે તેમાં શું ભરાય છે?
ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી માત્ર ખાલી ખાબોચિયા જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે.

ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી માત્ર ખાલી ખાબોચિયા જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે.

  • Share this:
અંડકોષમાં દુ:ખાવો થાય છે.... જાણો ડૉ. પારસ શાહ પાસેથી..

સમસ્યાઃ સાહેબ મને 4 વર્ષ પહેલા જમણા અંડકોષમાં દુ:ખાવાની તકલીફ થયેલ. અને થોડી શિધ્રપતન જેવું થતું. અમારા ડોક્ટરે 10 દિવસની દવા આપેલ. પરંતુ એ દવા 15 દિવસ લીધેલ. પરંતુ ફાયદો તો બિલકુલ ના થયેલ ઉપરથી સેક્સની તકલીફ શરૂ થઇ ગયેલ. ઇન્દ્રિયમાં ઉત્થાન બિલકુલ બંઘ થઇ ગયેલ છે. તેથી અમારા ડોક્ટરે હાથ ઉંચા કરી બીજા દવાખાને જવાનું કહેલ. બીજા ડોક્ટરના કહેવા મુજબ વધારે દવા લેવાથી ઇન્દ્રિયની નસો નબળી પડી ગયેલ છે. જેથી શુક્રાણુની ગતિ ઓછી થઇ ગયેલ છે. જેથી 60 દિવસની દવાનો કોર્સ આપેલ. પરંતુ કોઇ જ ફાયદો થયેલ નહી. અત્યારે ટેડલાફિલ નામની ગોળી આપેલ છે. આ ગોળી મોંધી પડે છે. શું આ ગોળીની આડઅસર થઇ શકે? સાહેબ યોગ્ય માગદર્શન આપશો. અત્યારે હજી અંડકોષમાં દુ:ખાવો થાય છે. રિપોર્ટમાં સારણગાંઠ બતાવેલ છે. અને પાણી ભરાય છે તેમ કહેલ છે. મહેરબાની કરી જવાબ આપવા વિનંતી.

ઉકેલ: ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી માત્ર ખાલી ખાબોચિયા જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે. અને પુરુષની ઇન્દ્રિય સંભોગ કરવા કાબેલ બને છે. પાંચ કિલોમિટર ચાલશો તો પગમાં દુ:ખાવો થશે. કારણ કે ત્યાં હાડકા છે, સ્નાયુઓ છે. ઇન્દ્રિયમાં હાડકા કે સ્નાયુઓ છે નહીં તેથી નબળાઇ આવવાનો સવાલ જ નથી. એક શુક્રાણુને બનતા 3 મહિના જેટલો સમય લાગે છે. એટલે દસ-પંદર દિવસની દવા લેવાથી તેના ઉત્પાદન કે ગતિ ઉપર કોઇ જ અસર ના થાય. વળી શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. તમારા શરીરમાં એક પણ શુક્રાણુ ન હોય તો પણ તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો.

કારણ કે શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું છે. તેને અને સેક્સને કોઇ જ લાગે વળગતું નથી. તમને ટેડલાફિલ દવા આપવામાં આવેલ છે. પુરતી શારિરીક તપાસ પછી જ લેવી જોઇએ. કારણ કે આ દવા અને દેશી વિયાગ્રાથી હાર્ટએટેક આવી શકે છે. અને આંખે અંધાપો પણ ધણા લોકોને આવેલ છે. માટે યોગ્ય ડોક્ટર પાસેથી યોગ્ય તપાસ કરાવ્યા બાદ જ આ દવા લેવી હિતાવહ છે. વૃક્ષણ કોથળીનો દુ:ખાવો તમને સારણગાંઠના લીધે જ હશે તેમ માનું છું. તેના માટે ઓપેશન જ કરાવવું પડે. પરંતુ ચોક્કસ નિદાન કરાવી ને જ નિર્ણય લેજો. નહીંતર ઓપરેશન પછી પણ સ્થિતિ એની એજ રહેશે.
First published: November 3, 2018, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading