Home /News /lifestyle /દારૂનું સેવન ન કરવા છતા પણ થઇ શકે છે લીવરની ગંભીર સમસ્યા, જાણો લક્ષણો

દારૂનું સેવન ન કરવા છતા પણ થઇ શકે છે લીવરની ગંભીર સમસ્યા, જાણો લક્ષણો

દારૂનું સેવન ન કરવા છતા પણ થઇ શકે છે લીવરની ગંભીર સમસ્યા

Alcohol and Liver: લીવર એ આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, તે શરીરને ખોરાક પચાવવામાં, એનર્જી સ્ટોર કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જરૂરિયાત કરતાં વધુ ખાંડ અથવા ચરબીયુક્ત ખોરાક ખાવાથી આપણું શરીર આ વધારાની ખાંડ અથવા ચરબીને લીવરમાં સ્ટોર કરે છે.

વધુ જુઓ ...
    ફેટી લીવર ડીસીઝ (Fatty liver disease ) લીવરમાં વધારાની ચરબી (storage of extra fat in the liver) જમા થવાના કારણે થાય છે. લીવર એ આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, તે શરીરને ખોરાક પચાવવામાં, એનર્જી સ્ટોર કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જરૂરિયાત કરતાં વધુ ખાંડ અથવા ચરબીયુક્ત ખોરાક ખાવાથી આપણું શરીર આ વધારાની ખાંડ અથવા ચરબીને લીવરમાં સ્ટોર કરે છે.

    indianexpress ના અહેવાલ મુજબ હિન્દુજા હોસ્પિટલના ડિરેક્ટર, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.અવિનાશ સુપે કહે છે કે, NASH વધુ સિરોસિસ તરફ દોરી શકે છે. નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ (NASH) લીવરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને તે લીવર ફાઇબ્રોસિસ તરફ દોરી શકે છે.

    આ પણ વાંચો: OMG: આ શ્વાનનો વિડીયો ઇન્ટરનેટ પર મચાવે છે ધૂમ, વજન જાણીને આંખો થઇ જશે ચાર

    આજકાલ પેટની સોનોગ્રાફીમાં ઘણા દર્દીઓના લીવરની ચરબીમાં વધારો હોવાનું સામે આવે છે અને તેને વિવિધ ગ્રેડ સાથે ફેટી લીવર રોગ (Fatty Liver Disease) તરીકે નોંધવામાં આવે છે. મોટાભાગના લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી અને તે તેમના માટે ગંભીર સમસ્યાઓનું કારણ બનતું નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. વ્યક્તિ ઘણીવાર જીવનશૈલી (Lifestyle)માં ફેરફાર સાથે ફેટી લિવરના રોગને અટકાવી શકે છે.

    શું નોન-ડ્રિંકરને પણ થાય છે આ સમસ્યા?


    નોન-ડ્રિન્કરને પણ ફેટી લિવર ડિસીઝ ડેવલપ થઈ શકે છે. તેને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) કહે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ વિશ્વની લગભગ 25 ટકા વસ્તીને અસર કરે છે. અમેરિકામાં સ્થૂળતા, ટાઇપ-૨ ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ NAFLDના દરદીઓની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ આ પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

    NAFLD ને બે કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે - પહેલું સિમ્પલ ફેટી લીવર ડીસીઝ, જેમાં તમારા લીવરમાં ચરબી તમારા લીવરના કોષોને નુકસાન કરતી નથી. બીજું નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ (NASH) છે, જેમાં લીવરના કોષોને નુકસાન થાય છે અને અંગમાં સંખ્યાબંધ ફેરફારો થાય છે.

    NAFLD અને આલ્કોહોલિક ફેટી લિવર ડીસીઝ વચ્ચે તફાવત


    આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ વધુ પડતા આલ્કોહોલના સેવનથી થાય છે. તમારું લીવર આલ્કોહોલ પર પ્રક્રિયા કરે છે અને તેને તમારા શરીરમાંથી દૂર કરે છે. આલ્કોહોલ દ્વારા પેદા થતી એનર્જી લીવરમાં ચરબીના રૂપમાં સંગ્રહિત થાય છે. પરંતુ તેમાંથી હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે.

    આ પદાર્થો લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે અને શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે. તમે જેટલો વધુ દારૂ પીશો તેટલું તમારું લીવર બગડે છે. આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (લિવર ફેટ) એ આલ્કોહોલિક લિવર ડિસીઝનો શરૂઆતી તબક્કો છે. આગળના તબક્કાઓ આલ્કોહોલિક હેપેટાઇટિસ અને સિરોસિસ છે.

    શા માટે થાય છે ફેટી લીવર ડિસીઝ?


    આહારમાં રહેલી ચરબીનું યોગ્ય રીતે પાચન ન થાય અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય ત્યારે તે લીવરમાં જમા થાય છે. આ ખોરાકમાં વધુ પડતી ખાંડ અથવા ચરબી અને ઓછી કસરત/હલનચલનને કારણે છે. સ્થૂળતા, ડાયાબિટીસ, થાઇરોઇડ/અન્ય ખામીઓ, ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી અને હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ/ટ્રિગ્લિસરાઈડનું સ્તર લીવરમાં ચરબીનું પ્રમાણ વધારે છે.

    કોને થઇ શકે છે આ સમસ્યા?


    ડાયાબિટીસ, સ્થૂળતા, આધેડ અથવા વૃદ્ધ, હાઇ બ્લડ પ્રેશર, કોર્ટીકોસ્ટેરોઈડ્સ અને કેન્સરની કેટલીક દવાઓ, મેટાબોલિક સિન્ડ્રોમ અને મેટાબોલિક ડિસઓર્ડર, ઝડપથી ઘટતુ વજન, હેપેટાઇટીસ સી વગેરે જેવી સમસ્યાઓથી પીડાતા લોકોને આ રોગ ઝડપથી શિકાર બનાવે છે.

    આ પણ વાંચો: શું ખરેખર ડેરી પ્રોડ્ક્ટસના સેવનથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ? આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

    લક્ષણો


    ફેટી લીવર ડિસીઝને ચાર ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ગ્રેડ 1 એ લીવર પેરેન્ચિમામાં કોઇ નાનો ફેરફાર છે. ગ્રેડ 4 એટલે લિવરને ગંભીર નુકસાન. મોટાભાગના લોકોને ગ્રેડ 1 ડીસીઝ હોય છે. ફેટી લીવર ડિસીઝ ( ગ્રેડ 1) કોઈ સમસ્યાનું કારણ નથી અને તેના કોઈ લક્ષણો નથી. પરંતુ કેટલાક લોકો થાક અનુભવી શકે છે અથવા તેમના પેટની ઉપરની જમણી બાજુએ હળવી બળતરા થઈ શકે છે. પરંતુ જો રોગ ગંભીર હોય, તો લીવર મોટું થવું, સોજો આવવો અને કમળો થઈ શકે છે.

    નિદાન


    કેટલાક ટેસ્ટ તમને ફેટી લીવર ડીસીઝનું નિદાન કરવામાં મદદ કરે છે. આમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ, ઈલાસ્ટોગ્રાફી અને ક્યારેક બાયોપ્સીનો સમાવેશ થાય છે. વધેલી ચરબીનું નિદાન અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન અથવા એમઆરઆઈ જેવા ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. લોહી દ્વારા કમળો છેકે કેમ તે જાણી શકાય છે.

    ALT, AST, GGT એન્ઝાઇમ્સનું લોહીમાં પરીક્ષણ કરવું જોઈએ અને ઉચ્ચ પરીક્ષણો લીવરમાં ડેમેજ સૂચવે છે. લીવરમાં ચરબીના કારણે લોહીમાં એન્ઝાઇમ્સ વધી ગયા હોય તો જ કાળજી લેવી જોઈએ.

    કઇ રીતે કરાવવી સારવાર?


    નોન-આલ્કોહોલિક ફેટી લીવર માટે વજન ઘટાડવાની ભલામણ કરવામાં આવે છે. વજન ઘટાડવાથી લીવરમાંથી ચરબી, બળતરા અને ફાઇબ્રોસિસ ઘટાડી શકાય છે. કેટલીક દવાઓ લીવરમાં ચરબી વધારી શકે છે, તેથી તેને ડૉક્ટરની સલાહ પર બંધ કરી શકાય છે. ડાયાબિટીસની કેટલીક દવાઓ અને વિટામિન E લીવરમાં ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

    આલ્કોહોલિક લોકો માટે લીવર ફેટ ડીસીઝ સારવારનો સૌથી મહત્વનો ભાગ પીવાનું બંધ કરવું છે. સિરોસિસ આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ અથવા નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (non-alcoholic steatohepatitis)ને કારણે થઈ શકે છે. સિરોસિસને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર દવા, સર્જરી અને અન્ય તબીબી સારવાર દ્વારા કરી શકાય છે. લીવર ફેક થાય તો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડી શકે છે.

    જીવનશૈલીમાં બદલાવ


    બદલાતી જીવનશૈલી અને ફૂડ હેબિટ્સના કારણે આજકાલ ફેટી લિવર ડિસીઝ સામાન્ય છે, તેમ છતાં મોટા ભાગના કિસ્સાઓમાં જીવનશૈલીમાં ફેરફાર, કસરતો અને યોગ્ય ડાયટ વડે તેને નિયંત્રિત કરી શકાય છે. જો કે અમુક દર્દીઓમાં સિરોસિસ વધી શકે છે અને તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડી શકે છે.

    આ પણ વાંચો: સફેદ મરી હૃદય માટે છે હેલ્ધી, માથાનો દુખાવો, ગેસ સહિતની અનેક સમસ્યાઓ કરે છે દૂર

    લીવરના સ્વાસ્થ્ય માટે ટીપ્સ


    -સંતુલિત આહાર લો, મીઠું અને ખાંડ મર્યાદિત લો અને પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ.

    - દારૂનું વધારે સેવન ન કરો.


    - હેપેટાઇટિસ A અને B, ફલૂ અને ન્યુમોકોકલ રોગ માટે રસી લઇ શકાય. જો તમને ફેટી લિવર ડિસીઝ સાથે હેપેટાઇટિસ A અથવા B હોય, તો તમને લિવર ફેલ થવાની શક્યતા વધુ છે.

    - વજન જાળવી રાખો. નિયમિતપણે કસરત કરો, જે તમને વજન ઘટાડવામાં અને લીવર ફેટ ઘટાડવામાં મદદ કરશે. બેરિયાટ્રિક સર્જરી અને દવાઓ અત્યંત મેદસ્વી વ્યક્તિઓમાં પણ ઉપયોગી છે.

    - વિટામિન્સ, અથવા કોઈપણ દવાઓ અથવા ચોક્કસ આહાર લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
    First published:

    Tags: Alcohol, Lifestyle