બાઇક ચાલકો માટે ખરાબ સમાચાર, થઇ શકે છે આ ગંભીર બિમારી

News18 Gujarati
Updated: October 15, 2019, 5:51 PM IST
બાઇક ચાલકો માટે ખરાબ સમાચાર, થઇ શકે છે આ ગંભીર બિમારી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
શું તમને બાઇક ચલાવવી ગમે છે. અને તમે લાંબા કલાકો સુધી બાઇક ચલાવો છો તો આ ખબર તમારા માટે છે. બાઇક પર લૉંગ ડ્રાઇવ પર જનાર તમામ લોકો આ ખબર જરૂરથી વાંચે. લાંબા સમય સુધી બાઇક ચલાવવાથી સાયટિકા જેવી ગંભીર બિમારી થવાની સંભાવના વધી જાય છે. વળી તેનાથી પીઠથી લઇને પગમાં ભયંકર દુખાવો પણ થઇ શકે છે. તેનું મુખ્ય કારણ સાયટિકા નર્વ છે જે કમરની નીચેના ભાગથી લઇને પગમાં જાય છે. શરીરને લાંબા સમય સુધી એક સ્થિતિમાં રાખવાથી સાયટિકાનો દુખાવો વધી જાય છે. અને આ દુખાવો મોટે ભાગે અસહનીય હોય છે.

સાયટિકા એક તેવી બિમારી છે જેમાં અતિશય દુખાવો થાય છે. સામાન્ય રીતે તમે કોઇ જગ્યાએ લાંબા સમય સુધી બેઠા રહો તો આ બિમારી થાય છે. અને લાંબા સમય સુધી બાઇક ચલાવનારને પણ આમ થવાની સંભાવના વધી જાય છે.
સાયટિકાના લક્ષણો છે હાડકાંમાં અસહનીય દુખાવો, નિતંબથી પગ સુધીમાં દુખાવો, અને દુખાવાના સમયે પગ કે કોઇ અંગ સુની પડી જવું. આ બિમારી સામાન્ય રીતે 35 થી 40 વર્ષની વચ્ચે થતી હોય છે.

અને દુખાવાના કારણે સાયટિકાના દર્દીને ભારે તકલીફમાંથી પસાર થવું પડે છે. જો કે ગરમ પાણીની નાહવું, સન બાથ લેવો, હળવો ખોરાક અને ઠંડકથી પોતાની જાતને બચાવીને તમે આ બિમારીથી થોડી રાહત અનુભવી શકો છો. સાથે જ કોઇ પણ સ્થળે 30 મિનિટથી વધુ ના બેઠા રહો. અને સમયાંતરે ચાલવાનું રાખો. સ્કૂટર અને બાઇક ચલાવતી વખતે પણ થોડા થોડા સમયે તમે બ્રેક લો.
First published: October 15, 2019, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading