Home /News /lifestyle /નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ, ક્વોલિટી પણ સારી થશે, પુરુષો ખાસ જાણી લો

નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ, ક્વોલિટી પણ સારી થશે, પુરુષો ખાસ જાણી લો

આ રીતે વઘારો સ્પર્મ કાઉન્ટ

High Cholesterol Symptoms: પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની ક્વોલિટી સારી હોવી ખૂબ જરૂરી છે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો અનેક ઘણી સમસ્યાઓ પાછળથી થાય છે. આ માટે જરૂરી છે સ્પર્મ કાઉન્ટ સારા થાય અને સાથે એની ક્વોલિટી પણ સુધરે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્તમાન સમયમાં અનેક પુરુષોમાં કામેચ્છાની કમી, આખા દિવસનો થાક, તણાવ અને પ્રજનનન ક્ષમતાની કમી જેવી સમસ્યાઓથી પીડિત છે. આનું સૌથી મોટું એક કારણ પુરુષોમાં શુક્રાણુંઓની કમી તેમજ સ્પર્મ કાઉન્ટ ઓછા થવાની સમસ્યા હોય છે. આ તકલીફને કારણે પિતા બનવામાં મોડુ થાય છે અને સ્ત્રીઓને પ્રેગનન્સી કન્સિવ થવામાં તકલીફ પડે છે. પુરુષોમાં ઝડપથી ઓછી થઇ રહેલી પ્રજનન ક્ષમતાનું એક મોટું કારણ ખરાબ લાઇફ સ્ટાઇલ છે. આ સાથે જ ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ, શરાબ પીવું, સ્મોકિંગની ખરાબ આદત, આ સિવાય જંક અને પ્રોસેસ્ડ ફુડ્સનું વધારે સેવન કરવું એ આ સમસ્યાનું કારણ બની શકે છે. આમ, જો સ્પર્મ કાઉન્ટ વધારવા માટે  તમે મોંઘી દવાઓ અને નુસ્ખાઓનો પ્રયોગ કરો છો આ ક્યાંકને ક્યાંક શરીરને નુકસાન કરે છે. તો જાણો આ સિવાય તમારી પાસે કયો વિકલ્પ છે.

    આ પણ વાંચો: જાણો હાઇ કોલેસ્ટ્રોલથી સ્કિન પર શું થાય છે

    આ બીજથી વઘારો સ્પર્મ કાઉન્ટ


    મેથીના બીજ


    મેથીના બીજ સ્પર્મ કાઉન્ટ વધારવા માટે સૌથી બેસ્ટ છે. આ બીજ હોર્મોન્સના સંતુલનને વધારે છે જે હેલ્થ માટે અનેક રીતે ઉપયોગી થાય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સ્પર્મ કાઉન્ટ વધારવા અને ગુણવત્તામાં સુધારો કરવા મેથી સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ચમચી મેથીના દાણા એક કપ પાણીમાં નાંખીને ઉકાળી લો. પછી આ પાણીને સવારમાં પી લો. આમ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

    આ પણ વાંચો: પગની સ્કિન પર આ રીતે લગાવો બટાકાનો રસ

    સૂરજમુખીના બીજ


    સૂરજમુખીના બીજ હેલ્ધી ફેટ્સ જેમ કે ઓમેગા 3, એન્ટી ઓક્સિડન્ટ્સ, ઝિંક અને વિટામીન ઇથી ભરપૂર હોય છે જે શુક્રાણુઓને વધારવા માટે બહુ જરૂરી છે. આ માટે તમે સામાન્ય રીતે શેક, સ્મૂધી અને દૂધમાં ઉકાળીની પી શકો છો.

    ચીયા સીડ્સ


    ચીયા સીડ્સ હેલ્ધી ફેટ્સ અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે, જેમાં આ ફ્રી રેડિકલ્સથી લડવા માટ બહુ લાભકારી છે. આ સ્પર્મ કાઉન્ટને નુકસાન થતા બચાવે છે અને ફર્ટિલિટી સુધારે છે.

    અળસીના બીજ


    અધ્યયનમાં જાણવા મળ્યું છે કે અળસીનું તેલ શુક્રાણુ વધારવામાં મદદ કરે છે. વિટામીન ઇથી ભરપૂર હોય છે. અળસીના બીજ સ્પર્મ કાઉન્ટને ઓછા થવા દેતા નથી અને સાથે ક્વોલિટી પણ સુધારે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Sperm, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन