જીવનમાં ખૂશ રહેવા માટે, માત્ર સારી જીવનશૈલી અને ખામપાન જ નહીં, પરંતુ સંબંધોમાં પ્રેમ પણ મહત્વપૂર્ણ છે. તેના વિના જીવન નકામું છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેનો સાથી તેને દુનિયાભરનો પ્રેમ આપે અને બદલામાં તે પોતાનું જીવન તેની સાથે જીવે. પ્રેમની ઉંમર જેટલી લાંબી, તેટલું જ લોકોનું જીવન વધુ સારું રહે છે. આ બાબતે હાર્વર્ડ યુનિવર્સિટીએ 800 લોકો પર સર્વે કર્યો કે 50 વર્ષની ઉંમર સુધી જે લોકો પોતાના સંબંધથી સંતુષ્ટ હતા, તે 80 વર્ષની ઉંમરે સૌથી વધુ તંદુરસ્ત હતા. જો કપલ્સના જીવનમાં પ્રેમ ન હોય તો તેઓએ ચોક્કસપણે આ રીતે પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને ફરીથી પ્રેમનો આનંદ તમારા જીવનમાં આવી શકે.
સંબંધમાં એકબીજાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. સાથીને પ્રેમ જતાવવા માટે તેમને ભેટ આપી શકો છો. પરંતુ હંમેશાં આવું કરવું જરૂરી નથી. જો તમે ઈચ્છો તો, ઘરેલુ કાર્યોમાં તેમની મદદ કરી શકો. તેનાથી જતાવી પણ શકો છોકે તમે તેમની કેટલી કાળજી રાખો છો.
જરૂરી નથી કે આખું અઠવાડિયું ફક્ત કામ કરતાં જ વિતાવો. વીકેન્ડ પર સાથીની સાથે નવી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવો. રજા દરમિયાન, તમે તેમની સાથે નવી યાદો બનાવી શકો છો. તેનાથી તમારા સંબંધમાં નવીનતા અને મજબૂતી આવશે.
તમારે આખું જીવન એક સાથે રહેવાનું છે, તો પછી એકબીજાની નબળાઇઓ સ્વીકારો અને તેમની ખામીઓ સ્વીકારો. જો તેમાં સુધાર લાવવાની જરૂર હોય, તો નાના નાના સુધારાઓ કરી શકાય છે. વાતોને ઉકેલવાનો પ્રયાસ કરો અને પ્રયાસ કરો કે નાની નાવી વાતો પર મોટા રાઈનો પહાડ ન બનાવશો. તેનાથી પ્રેમ વધશે અને સંબંધ રહેશે આજીવન મજબૂત..
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર