Home /News /lifestyle /શું ચશ્મા પર પડી ગયા છે સ્ક્રેચ!! આ 4 રીતથી ચપટી વગાડતા જ થઇ જશે ચકાચક, નિશાન પણ થઇ જશે ગાયબ

શું ચશ્મા પર પડી ગયા છે સ્ક્રેચ!! આ 4 રીતથી ચપટી વગાડતા જ થઇ જશે ચકાચક, નિશાન પણ થઇ જશે ગાયબ

ચાલો જાણીએ ચશ્મા પરના નિશાન દૂર કરવાની સરળ ટિપ્સ વિશે.

હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, એવામાં આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નીકળતા પહેલા પણ સનગ્લાસીસ પહેરવાનુ ભૂલતા નથી. એવામાં વારંવાર ઉપયોગમાં આવવાને કારણે કેટલીક વખત ચશ્માના ગ્લાસ પર સ્ક્રેચ (Eyeglass cleaning) પડી જતા હોય છે. સ્ક્રેચને કારણે કેટલીક વખત ચશ્મામાંથી વિઝન પણ બગડી જતું હોય છે. એવામાં જો તમારા ચશ્માના ગ્લાસ પર પણ સ્ક્રેચ આવી ગયા હોય તો અહીં અમે કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેનો ઉપયોગ કરીને તમે પણ સ્ક્રેચીસને ચપટી વગાડતા જ દૂર કરી શકો છો.

વધુ જુઓ ...
    Eyeglass and Sunglass Cleaning Tips: ચશ્માનો ઉપયોગ કેટલાક વ્યક્તિઓ માટે જરૂરિયાતનો એક ભાગ છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ માત્ર સ્ટાઈલિસ્ટ દેખાવા માટે કરતા હોય છે. હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, એવામાં આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નીકળતા પહેલા પણ સનગ્લાસીસ પહેરવાનુ ભૂલતા નથી. એવામાં વારંવાર ઉપયોગમાં આવવાને કારણે કેટલીક વખત ચશ્માના ગ્લાસ પર સ્ક્રેચ (Eyeglass cleaning) પડી જતા હોય છે.

    સ્ક્રેચને કારણે કેટલીક વખત ચશ્મામાંથી વિઝન પણ બગડી જતું હોય છે. એવામાં જો તમારા ચશ્માના ગ્લાસ પર પણ સ્ક્રેચ આવી ગયા હોય તો અહીં અમે કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેનો ઉપયોગ કરીને તમે પણ સ્ક્રેચીસને ચપટી વગાડતા જ દૂર કરી શકો છો.

    આ પણ વાંચો:  માણસમાં ફેલાયો બર્ડ ફ્લુ! અહીં H3N8નો પ્રથમ કેસ નોંધાતા હાડકંપ, વૈજ્ઞાનિકો પણ ટેન્શનમાં

    જેમ અગાઉ જણાવ્યું તેમ જો ચશ્માના ગ્લાસ પર વધુ પડતા સ્ક્રેચ પડી જતા હોય તો તેના કારણે સ્પષ્ટ જોઈ શકાતુ પણ નથી. આવા સ્થિતિમાં જો તમામ ઉપાયો અજમાવવા છતાં પણ ચશ્મા પરના નિશાન ભૂંસવાનું નામ નથી લેતા તો મુશ્કેલી થઈ જતી હોય છે અને અંતે તમારે ન ઈચ્છવા છતાં ચશ્મા રિટાયર કરવા પડે છે અને નવા ચશ્મા ખરીદવા પડતા હોય છે. આવી સ્થિતિમાં કેટલીક સરળ ટિપ્સનો ઉપયોગ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ચશ્મા પરના નિશાન દૂર કરવાની સરળ ટિપ્સ વિશે.

    ટૂથપેસ્ટનો ઉપોગ કરો


    ટૂથપેસ્ટની મદદથી તમે ચશ્મા પરના સ્ક્રેચને સરળતાથી દૂર કરી શકો છો. આવું કરવા માટે તમારે એક નરમ સ્વચ્છ કપડા પર થોડી ટૂથપેસ્ટ લઈ લેવાની રહેશે. હવે તેને ચશ્માના કાચ પર લગાવીને કપડાથી હળવા હાથે ઘસો. આમ કરવાથી ચશ્માના નિશાન થોડી જ વારમાં ગાયબ થઈ જશે અને તમારા ચશ્મા નવા હોય તેવા દેખાવા લાગશે.

    આ પણ વાંચો:  ધોયા વગર ટુવાલ કેટલો સમય તમે ઉપયોગ કરી શકો છો, કેમ વારંવાર ધોવા જોઈએ રુમાલ?

    બેકિંગ સોડા પણ થશે ઉપયોગી


    ચશ્મા પરના સ્ક્રેચ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાની મદદ પણ લઈ શકો છો. આ માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચશ્માના ગ્લાસ પર લગાવો અને તેને નરમ કપડાથી હળવા હાથે ઘસીને સાફ કરો. તેનાથી ચશ્માના સક્રેચ ધીમે ધીમે દૂર થઈ જશે.

    વિન્ડશીટ વોટર રિપેલેન્ટનો ઉપયોગ કરો


    વિન્ડશીટ વોટર રિપેલન્ટનો ઉપયોગ સામાન્ય રીતે કારના મિરરને પોલિશ કરવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ તેનો ઉપયોગ તમે ચશ્માના ગ્લાસ સાફ કરવા માટે વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટની મદદ પણ લઈ શકો છો.
    First published:

    Tags: Eye Care, Life Style News, Lifestyle, Lifestyle tips