કોરોના સામેની લડતમાં વૈજ્ઞાનિકો માટે હવે AI ટેકનોલોજી બનશે સૌથી મદદરૂપ. જાણો કેવી રીતે

કોરોના સામેની લડતમાં વૈજ્ઞાનિકો માટે હવે AI ટેકનોલોજી બનશે સૌથી મદદરૂપ. જાણો કેવી રીતે

 • Share this:
  નવી દિલ્લી:  કોરોના મહામારીનું બીજું વર્ષ ચાલી રહ્યું છે. 3 મિલિયનથી વધુ લોકો આ મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ સુધી કોવિડ 19ની અસરકારક સારવાર કરી શકે તેવી દવા શોધી શકાઈ નથી.

  જોકે, વિશ્વભરમાં લોકોનું રસીકરણ થઈ રહ્યું છે અને હર્ડ ઇમ્યુનિટી વિકાસ પામે તેવી આશા ધૂંધળી છે. હર્ડ ઇમ્યુનિટી કદાચ સંપૂર્ણ રીતે હાંસલ નહીં થાય તે વાસ્તવિકતા છે.  વાયરસમાં અલગ અલગ જીવલેણ મ્યુટેટિંગના કારણે સંક્રમણની ચેઇન તોડવામાં આપણને સમય મળ્યો નથી. તો બીજી તરફ કોરોનાના દર્દીઓ તેમની તબિયતમાં સુધારો શરૂ થાય ત્યાં સુધી રસી લઈ શકતા નથી.

  એક તરફ તબીબો અગાઉથી ચલણમાં રહેલી દવાઓ, બ્લડ પ્લાઝ્મા અને અન્ય ઉપચારોનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ આ પદ્ધતિઓ ક્લિનિકલ રીતે સચોટ સાબિત થઈ શકે તેવા નક્કર ડેટા મળતા નથી. કેટલીક સક્ષમ પદ્ધતિઓ ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે, પરંતુ વૈજ્ઞાનિકો હજી પણ માનવ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના અસરકારક રીતે કોરોના વાયરસને મારી શકે એવી દવા શોધી રહ્યા છે.

  coronaમાં મધનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ગળાનું ઇન્ફેક્શન થાય છે દૂર


  પ્રયોગોની પ્રક્રિયાને વેગ આપવા અને તેના પર ભાર ઘટાડવા માટે વિજ્ઞાનિકોએ મોલિક્યૂલ્સમાં રહેલા એન્ટી-કોરોનાવાયરસ ગુણધર્મો સ્ક્રીન કરવા મશીન લર્નિંગ ટૂલ બનાવ્યું છે. જેને REDIAL-20 તરીકે ઓળખવામાં આવે છે. જે કોમ્પ્યુટેશન મોડેલ્સનું સ્યુટ છે. જે એવું મટેરીયલ શોધે છે, જે વૈજ્ઞાનિકોને એવા માટેરિયલને શોધવામાં મદદ કરે છે, જેના દ્વારા SARS-CoV-2ને રોકી શકાય. આ AI ટેક્નોલોજી અગાઉથી ઉપલબ્ધ ડેટા પર ટ્રેઈન કરેલી હશે.

  આ પ્લેટફોર્મ વેબ એપ્લિકેશન તરીકે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ તેમાં મોલેક્યુલ્સની વિગતો ભરી કોવિડ 19ના સંક્રમણ સામે તે કેવી રીતે કાર્ય કરશે તે ચકાસી શકે છે. આ ટૂલ વાઇરલ એન્ટ્રી, વાયરલ રેપ્લીકેશન, લાઈવ વાયરસ ઇન્ફેકટીવીટી અને માનવ કોષની ટોક્સિસિટી સહિતના પરિબળો સામે મોલેક્યુલ્સનું પરીક્ષણ કરી શકે છે.

  કોરોના જેવા ગંભીર રોગથી ફટાફટ રિકવર થવા માટે આ પાંચ વસ્તુઓનું કરો સેવન


  પ્રોજેક્ટના વિજ્ઞાનિક અને ન્યુ મેક્સિકો યુનિવર્સિટીના ટ્રાન્સલેશનલ ઈન્ફોર્મેટિક્સ વિભાગના ચીફ ટ્યુડર ઓપેરાનું કહેવું છે કે, આ પ્રયોગોને અમુક અંશે બદલે છે. આ સંશોધન 2 મે 2021ના રોજ નેચર મશીન ઇન્ટેલિજન્સમાં પ્રકાશિત થયું હતું.

  આ ટૂલ સુમન શ્રીમુલ્લાના નેતૃત્વ હેઠળ UNM ખાતે ઓપેરાની ટીમ, ટેક્સાસ યુનિવર્સિટી અને અલ પાસોના સંયુક્ત સહયોગથી બનાવાયું છે. શ્રીમુલ્લાની ટીમમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના વર્ષ 2020ના સ્નાતક પીલાની, શ્રીજન જૈન હતા, જે હરિયાણા, ગુરુગ્રામના છે.
  Published by:News18 Gujarati
  First published:May 06, 2021, 22:40 pm

  ટૉપ ન્યૂઝ