વૈજ્ઞાનિકોએ લેબમાં તૈયાર કર્યું નવું ‘Mini Brain’, ડિમેન્શિયા અને લકવા જેવા રોગોની સારવાર થશે સરળ

(પ્રતિકાત્મક તસવીર- pexels.com)

આ મિની બ્રેઈન લકવા (Paralysis) અને ડિમેન્શિયા (Dementia) જેવા ધાતક અને અસાધ્ય ન્યૂરોલોજિકલ ડિસોર્ડર (Neurological Disorders) વિશે વધુ જાણકારી મેળવી શકાશે.

  • Share this:
A new type of ‘Mini Brain’ Developed: માનવીય મગજ એક કોમ્પેલક્સ સિસ્ટમથી કામ કરે છે. આ કોમ્પ્લેક્સ સિસ્ટમ એટલે કે જટિલ કાર્યપ્રણાલીનો કોયડો ઉકેલવા માટે રિસર્ચ કરવામાં આવતી હોય છે. દૈનિક જાગરણમાંથી મળતી મીહિતી મુજબ આ પ્રકારની રિસર્ચ અંતર્ગત બ્રિટિશ રિસર્ચર્સ દ્વારા એક નવું મિની બ્રેઈન તૈયાર કરવામાં આવ્યું છે. આ મિની બ્રેઈન લકવા (Paralysis) અને ડિમેન્શિયા (Dementia) જેવા ધાતક અને અસાધ્ય ન્યૂરોલોજિકલ ડિસોર્ડર (Neurological Disorders) વિશે વધુ જાણકારી મેળવી શકાશે. સાથે જ આ પ્રકારના રોગોથી બચવાના ઉપાય અને તેની સારવાર પણ શોધી શકાશે. જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી કે જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા ન્યૂરોડિજનરેટિવ રોગોથી પિડાતા લોકોના કોષો (cells)ની મદદથી મિની બ્રેઈન વિકસિત કરવામાં આવ્યું હોય, જોકે અત્યાર સુધી જેટલા પ્રયત્નો કરવામાં આવ્યાં છે, તેના પ્રમાણમાં ખૂબ ઓછામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ સંજોગોને જોતા આ પ્રથમ વખત છે કે જ્યારે યૂનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (University of Cambridge)ના વૈજ્ઞાનિકોને આ નાના અંગ જેવા દેખાતા મૉડલ બ્રેઈનને વિકસિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બ્રેઈન એક વર્ષ સુધી ચાલશે.

સામાન્ય રીતે મોટર ન્યૂરોન ડિસીસ (motor neuron disease) એમાયોટ્રાફિક લેટરલ સ્ક્લેરોલિલ (amyotrophic lateral sclerosis) મોટાભાગે ફ્રંટોટેંપોરલ ડિમેન્શિયા (ALS/FTD)થી ઓવરલેપ હોય છે. સામાન્ય રીતે આ રોગ 40થી 45 વર્ષની વય પછી થતો હોય છે. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓ નબળા પડી જાય છે, યાદશક્તિ, વ્યવહાર અને તેનાં વ્યક્તિત્વમાં પણ ફેરફાર આવી જતા હોય છે.

240 દિવસો માટે બનાવેલા મોડલ

નેચર ન્યૂરોસાયન્સ જર્નલ (Nature Neuroscience Journal)માં પ્રકાશિત કરવામાં આવેલી આ રિસર્ચના કન્ક્લુઝનમાં કહેવામાં આવ્યું છે કે ટીમ દ્વારા સ્ટેમ સેલ (Stem cell)ની મદદથી આ મોડલ 240 દિવસો માટે તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં ફ્રંટોટેંપોરલ ડિમેન્શિયા ALS/FTDમાં સામાન્ય આનુવંશિક પરિવર્તન (common genetic mutation) થયા છે. આ પહેલા કરાવામાં આવેલી રિસર્ચમાં આ શક્ય નહોતું. તેમજ એક અનપબ્લિશ્ડ રિસર્ચમાં આ મિની બ્રેઈનને 340 દિવસો માટે વિકસિત કરવાની વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચો: HBD Raveena Tandon: 47ની ઉંમરે પણ ન્યૂ કમર અભિનેત્રીઓને આપે છે ટક્કર

રોગ વધવાના કારણો

કેમ્બ્રિજ યૂનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનીકલ ન્યૂરોસાયન્સ (Department of Clinical Neurosciences)ના ડૉક્ટર અંન્ડ્રાસ લકાટોસ (Andras Lakatos) જણાવે છે કે ન્યૂરોડિજનરેટિવ ડિસોર્ડર્સ (neurodegenerative disorders) ખૂબ કોમ્પલેક્સ હોય છે અને ઘણા સેલ્સને પ્રભાવિત કરે છે. આવું થવાને કારણે સમય સાથે સેલ્સ પ્રતિક્રિયા આપે છે જેના કારણે રોગમાં વધારો થાય છે.

ડૉ. લકાટોસ વધુમાં જણાવે છે કે આ કોમ્પલિકેશન સમજવા માટે આવા એક મોડલની જરૂર હતી. જે લાંબા સમય સુધી કાર્યરત રહે અને માનવીય મગજના કોષોની સંરચનાનું પુનરાવર્તન કરે જેથી તેમાં થતા કોઈ પણ બદલાવને ઉંડાણથી સમજી શકાય. આ નવા બનાવવામાં આવેલા મોડલથી આમ કરવાની એક તક મળશે.

આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં વિદેશમાં ફરવા જવાનો છે પ્લાન? આ આંતરરાષ્ટ્રીય દેશો પ્રવાસ માટે બેસ્ટ

નવા મોડલમાં શું છે ખાસ

ડૉ. લકાટોસ જણાવે છે કે અમે આ મોડલથી એ સમજી શકીશું કે રોગના લક્ષણ બહાર દેખાય તે પહેલા શું થાય છે, સાથે જ સમય સાથે સેલ્સમાં કેવા પ્રકારના ફેરફાર આવે છે તે પણ જોવા મળશે. સામાન્ય રીતે ઓર્ગેનાયડ્સ સેલ્સ દડા જોવા આકારમાં વિકસિત થાય છે, પરંતુ આ રિસર્ચ ટીમે દર્દીઓના કોષોવાળા ઓર્ગેનાયડ્સ લેબમાં વિકસિત કર્યા છે.

આ રીતે મળશે મદદ

આ ટેકનીકથી ચોક્કસાઈથી કહી શકાય છે કે મોડલમાં મોટાભાગના કોષોને જીવતા રહેવા માટે જરૂરી પોષણ મળતું રહે છે. આ કારણસર ટીમને ઓર્ગેનાયડ્સ કોશોમાં થનારા નજીવા ફેરફાર પણ શરૂઆતથી જ દેખાય છે.

આ પણ વાંચો: ડુંગળી ખાવાથી થઈ શકે આ ગંભીર બિમારી, અહી જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

આ રીતે પ્રભાવિત થાય છે મસલ્સ મૂવમેન્ટ

આની મદદથી કોષોમાં થનારા તણાવ અને ડીએનએને થનારા નુક્શાન અને ડીએનએના પ્રોટીનમાં એક્પ્રેસ થવાની ક્રિયા (methodology) પણ સમજી શકાય છે. આ ફેરફઆર નર્વ સેલ્સ અને બ્રેઈનના અન્ય કોષોને રપણ પ્રભાવિત કરે છે, જેને એસ્ટ્રોગ્લિયા (astroglia) કહેવામાં આવે છે. આ મસલ્સ મૂવમેન્ટ અને મેન્ટલ કેપેસિટીને કંટ્રોલ કરે છે.

સારવાર વિકસિત કરવામાં મળશે મદદ

આ નવી રિસર્ચ દ્વારા વિકસિત કરાયેલ ઓર્ગેનોયડ્સની મદદથી ન માત્ર રોગ થવાનું કારણ પણ તેની સારવાર માટે સંભવિત દવાઓ અંગે પણ માહિતી મળી શકશે. આ રિસર્ચના આધારે દવાઓ બનાવવાનો માર્ગ પણ સરળ બનશે. રિસર્ચ ટીમ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે GSK 2606414 નામનો એક ડ્રગ ALS/FTDમાં થનારી કોષોની સામાન્ય સમસ્યા (cellular problems)થી રાહત આપવામાં અસરકારક છે. આનાથી ટોક્સિક પ્રોટીનનો સંગ્રહ (accumulation of toxic proteins), કોષોનો તણાવ (cellular stress) અને ચેતા કોષોના નાશ (loss of nerve cells) જેવી પ્રક્રિયાઓને અટકાવી તેની સારવાર સરળતાથી શોધી શકાશે.
Published by:kuldipsinh barot
First published: