ડેંગ્યૂનો પ્રસાર રોકવા બેક્ટીરિયાવાળા મચ્છર, 77 ટકા ઘટી ગયું સંક્રમણ

ડેંગ્યૂનો પ્રસાર રોકવા બેક્ટીરિયાવાળા મચ્છર, 77 ટકા ઘટી ગયું સંક્રમણ
(પ્રતીકાત્મક તસવીરઃ Shutterstock)

ડેંગ્યૂ તાવના ખાતમાની દિશામાં મોટી સફળતા, દર વર્ષે 40 કરોડ લોકોને બનાવે છે શિકાર

  • Share this:
    નવી દિલ્હી. મચ્છરો (Mosquito)ના આતંકની તમામ લોકો પરેશાન છે. ડેંગ્યૂ (Dengue), મલેરિયા (Maleria) જેવી અનેક જીવલેણ બીમારીઓ મચ્છરોના કરડવાથી થાય છે. તેના બચાવ માટે ઈન્ડોનેશિયા (Indonesia)ના વૈજ્ઞાનિકોએ એક નવો પ્રયોગ કર્યો છે. ત્યાં ડેંગ્યૂના મામલાને ઘટાડવા માટે મચ્છરોને બોલ્બાચિયા નામના બેક્ટીરિયા (Wolbachia bacteria)થી સંક્રમિત કરીને તેમને હવામાં છોડવામાં આવ્યા. આ એક એવો બેક્ટીરિયા છે જે ડેંગ્યૂ વાયરસના પ્રસારને નિયંત્રિત કરશે. આ રીતથી ડેંગ્યૂના મામલામાં 77 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

    બીબીસીમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, અધ્યયન કરનારી ઈન્ડોનેશિયાની યુનિવર્સિટીના શોધકર્તા Dr Katie Anders મુજબ, આ એક મોટું પરિવર્તન લાવનારી શોધ છે. આશા છે કે તેનાથી ડેંગ્યૂના કેસ ઘટશે. ગત ત્રણ વર્ષમાં આવા 3 લાખ મચ્છર છોડવામાં આવ્યા છે, જેમાં વોલ્બાચિયા બેક્ટીરિયાને નાખવામાં આવ્યા હતા. તેને શહેરના અલગ-અલગ હિસ્સામાં છોડીને અસર જોવામાં આવી. અધ્યયનમાં જાણવા મળ્યું કે યોગ્યાકાર્ટા શહેર (Yogyakarta city)માં ડેંગ્યૂના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે.



    આ પણ વાંચો, OMG: પુરાતત્ત્વવિદોને નોર્વેના ગ્લેશિયલમાં મળ્યું 500 વર્ષ જૂનું સંપૂર્ણ સંરક્ષિત મીણબત્તીનું બોક્સ

    વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, મનુષ્યને સંક્રમિત કરવાનું કામ માદા મચ્છર કરે છે. નવા છોડવામાં નર મચ્છર માદાની સાથે પ્રજનન કરે છે. માદા મચ્છરના લાર્વા મનુષ્યોને કરડવા લાયક બનતા પહેલા જ મરી જાય છે. આ રીતે માદા મચ્છરની સંખ્યા વધી નથી શકતી અને ડેંગ્યૂના મામલા ઘટે છે.

    વર્ષે 40 કરોડ લોકો થાય છે પ્રભાવિત

    ડેંગ્યૂ વાયરસ સંક્રમણ બાદ વ્યક્તિને તાવ અને શરીરમાં દુખાવાનો સામનો કરવો પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, ડેંગ્યૂના વાયરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરે છે. લગભગ 25 હજાર લોકોનાં તેના કારણે મોત થાય છે.

    આ પણ વાંચો, અંધારામાં પણ વ્યક્તિને ઓળખી શકાશે, આ ઈનોવેશન માટે ડૉ.શિવાનીને DRDOની પ્રતિયોગિતામાં મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ

    ઈન્ડોનેશિયામાં વાર્ષિક 70 લાખ લોકો પ્રભાવિત

    શોધકર્તાઓએ આ પરીક્ષણ World Mosquito Programની સાથે મળી કર્યો છે, જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ ટ્રાયલ કરનારું એક મોટું કારણ ડેંગ્યૂના વધુ કેસો છે. ઈન્ડોનેશિયામાં દર વર્ષે ડેંગ્યૂના 70 લાખ કેસ સામે આવે છે. World Mosquito Programના નિદેશકનું કહેવું છે કે તેમની પાસે આ વાતના પ્રમાણ છે કે વોલ્બાચિયા બેક્ટીરિયાથી ડેંગ્યૂ ખતમ કરવાની પદ્ધતિ સુરક્ષિત છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 10, 2021, 10:45 am