કયા નંબરનું બાળક હોય છે સૌથી વધારે સમજદાર, શું કહે છે સાયન્સ?

સાયન્સ કહે છે કે, હાં બર્થ ઓર્ડરની અસર ઈન્જેલીજન્સી પર હોય છે.

સાયન્સ કહે છે કે, હાં બર્થ ઓર્ડરની અસર ઈન્જેલીજન્સી પર હોય છે.

 • Share this:
  શું બર્થ ઓર્ડરની અસર બાળકોની સમજદારી પર પડે છે? તમે આ પ્રશ્નનો જવાબ હામાં આપો કે નામાં આપો, પરંતુ સાયન્સ કહે છે કે, હાં બર્થ ઓર્ડરની અસર ઈન્જેલીજન્સી પર હોય છે. વર્ષ 2018માં નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક્સ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પહેલું બાળક સૌથી વધારે સમજદાર ઈન્ટેલિજન્ટ અને સ્કૂલમાં પોતાના સિબલિંગથી આગળ હોય છે.

  રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, ફર્સ્ટ બોર્ન ચાઈલ્ડની IQ પણ વધારે હોય છે. આ પહેલા પણ કેટલાએ રિસર્ચમાં તેનો દાવો કરવામાં આવી ચુક્યો છે કે, સિબલિંગમાં જે સૌથી મોટો હોય છે, તે વધારે ઈન્ટેલિજન્ટ હોય છે. હવે પ્રશ્ન ઉઠે છે કે, આવું કેમ હોય છે? તો ચાલો તમને તેનું કારણ જણાવીએ.

  પેરેન્ટ્સનો પૂરૂ એન્ટેશન મળવું
  પહેલા બાળકોને માત-પિતાનું પુરૂ એટેન્શન મળે છે, અને તેની કેયર પણ સારી રીતે થાય છે. તેનાથી તેના દિમાગનો વિકાસ સારી રીતે થઈ શકે છે. કેટલીક થ્યોરી બતાવે છે કે, પહેલા બાળકોને સંભાળતા-સંભાળતા પેરેન્ટ્સ ફેડ અપ થઈ જાય છે, અને બીજા બાળકોને એ રીતે કેયર નથી મળતી, જેવી પહેલા બાળકોને મળે છે. જેથી બાદમાં જન્મેલું બાળક પાછળ રહી જાય છે.

  કેટલીએ થિયરી કહે છે કે, માતા-પિતા પહેલા બાળકોને અનુશાસનમાં રહેવા વધારે ફોર્સ કરે છે. પહેલા બાળકોને બીજાની સામે ઉદાહરણ રજૂ કરવાનું કહેવામાં આવે છે, જે કારણે તે વધારે જવાબદારીથી વસ્તુને લે છે, અને તેમની સફળતાની સંભાવના વધી જાય છે.

  મિડિલ ઓર્ડરના બાળકો પણ હોય છે ખાસ
  ભલે ફર્સ્ટ બોર્ન ચાઈલ્ડનું IQ વધારે હોય પરંતુ રિપોર્ટ્સ બતાવે છે કે, બાદમાં જન્મેલા બાળકોને પણ કઈંક એડવાન્સ મળે છે. જેવા તે વધારે સોશિયલ હોય છે. તે એક્સટ્રોવર્ટ અને સેન્ટિમેન્ટલ પણ હોય છે અને બીજાને ઝડપી માફ કરી દેવાવાળા હોય છે.
  Published by:kiran mehta
  First published: