સેઝવાન સ્ટફ પરાઠા માટેની સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ
2 બાફેલા બટેટા, 1 કેપ્સિકમ
2 ચમચી સેઝવાન સૉસ
કોથમીર
મીઠું
તેલ
સેઝવાન સ્ટફ પરાઠા બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી મિક્સ કરી પાણીથી કણક તૈયાર કરી લો.
ત્યારબાદ સ્ટફીંગ માટે બટેકાની છાલ કાઢી તેને સ્મેશ કરી તેમાં કેપ્સિકમ, મીઠું, કોથમીર અને સેઝવાન સૉસ ઉમેરી મિક્સ કરી લો. પછી હવે બાંધેલી કણકમાંથી લુઆ કરી રોટલી વણી તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી ફરીથી વણી પરોઠું બનાવી લો. પછી તેને તવા પર મુકી તેલ કે ઘીથી બંને બાજુ શેકી લો. તો તૈયાર છે સેઝવાન સ્ટફ પરાઠા. સર્વિંગ પ્લેટ લઈ ભાવતું હોય તો પરાઠા પર થોડું બટર લગાવી ગરમા ગરમ સર્વ કરો.
ઉપરથી ચીઝ પણ ઉમેરા શકો છો. તેનાથી વધુ ટેસ્ટી લાગશે.