આ રીતે બનાવો ટેસ્ટી 'સેઝવાન રાઈસ', નોંધી લો ટેસ્ટી Recipe

 • Share this:
  સેઝવાન રાઈસ બનાવવા માટેની સામગ્રી-

  2 કપ બાસમતી ચોખા
  2 ચમચી લસણ ( જીણું સુધારેલું )
  લીલી ડુંગળી
  1 કપ મિક્ષ વેજીટેબલ
  3 ચમચી સેઝવાન સોસ
  1/2 કપ ફણગાવેલા કઠોળ
  1 ટે.સ્પૂન તેલ
  મીઠું

  બનાવવાની રીત-

  ચોખાને ધોઈને 20 મિનિટ પલાળી તેને બાફી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીણું સુધારેલું લસણ નાખી ગોલ્ડન કલર નું થાય પછી તેમાં લીલી ડુંગળી નાખી 2 મિનિટ સાંતળો. પછી તેમાં લાંબા સમારેલા વેજીટેબલસ નાખી તેને 2-3 મિનીટ સાતળો. પછી તેમાં સેઝવાન સોસ નાખી ને હલાવી લો. .ત્યાર બાદ તેમાં બાફેલા ચોખા, ફણગાવેલા કઠોળ અને મીઠું નાખી બધું જ બરોબર મિક્સ કરી લો. થઈ જાય એટલે ઉપરથી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: