Home /News /lifestyle /

Relationship: પ્રેમ સંબંધમાં વારંવાર સોરી બોલવાથી બગડે છે રિલેશનશિપ, જાણો આ 4 જરૂરી વાતો

Relationship: પ્રેમ સંબંધમાં વારંવાર સોરી બોલવાથી બગડે છે રિલેશનશિપ, જાણો આ 4 જરૂરી વાતો

પ્રેમમાં કપલ્સમાં ઝઘડા થાય તે સ્વાભાવિક છે, થોડા સમય પછી બધું સામાન્ય થઈ જાય છે (તસવીર - canva.com)

Lifestyle News - જ્યારે તમારા પાર્ટનર સાથે કોઇ વાતને લઇને ઝઘડો થાય છે, ત્યારે અચાનક બધુ જ ખતમ થઇ ગયું હોય તેવું લાગે છે

કહેવાય છે કે જ્યાં પ્રેમ છે ત્યાં તકરાર (Love & Fight) પણ છે. પરંતુ જો ઝગડો લાંબો થઈ જાય તો તે સંબંધ માટે નુકસાનકારક બની જાય છે. જ્યારે પણ બે લવ પાર્ટનર વચ્ચે ઝઘડો (Fight between Love Partners) કે કોઈ વિવાદ થાય છે, ત્યારે સમજુ યુગલો એકબીજાને સોરી કહીને તે વાતચીતનો અંત લાવી દે છે અને આગળ વધે છે. બંને તરફથી આ પહેલ સંબંધોની મજબૂતીનો આધાર બને છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે જેમાં આ માફીની અપેક્ષા ફક્ત એક જ પાર્ટનર પાસેથી હોય છે. મતલબ કે દરેક વખતે તે માફી (Sorry) માંગે છે. પછી ભલે તે તેની ભૂલ ન પણ હોય. આ એવા સમજદાર પાર્ટનર છે જે પોતાના સંબંધોને સંભાળવા માટે ખૂબ કોશિશ કરી રહ્યા છે, તેઓ ઈચ્છે છે કે મામલો ખરાબ ન થાય, તેથી તેઓ નમી જાય છે. આવું કરવું ખોટું નથી. પરંતુ જો તમારે તે વારંવાર કરવું પડે છે અથવા તમને તે કરવા માટે મજબૂર કરવામાં આવે છે, તો તમારે સંબંધમાં થોડી સાવચેત રહેવાની જરૂર છે. કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.

સોરી કહેવું મજબૂરી તો નહીં?

જ્યારે તમારા પાર્ટનર સાથે કોઇ વાતને લઇને ઝઘડો થાય છે, ત્યારે અચાનક બધુ જ ખતમ થઇ ગયું હોય તેવું લાગે છે. બંને બાજુથી ઘણી દલીલો થાય છે. તેમાં કોઇનો પણ વાંક છે, પરંતુ જો તમારે દર વખતે સોરી કહેવું પડે અને તમારો પાર્ટનર ક્યારેય તમારી પાસે આવતો નથી અને વસ્તુઓને ઠીક કરવાનો પ્રયત્ન નથી કરતો, તેથી એવું લાગે છે કે તમે એવા પાર્ટનર સાથે આગળ વધી રહ્યા છો જેના માટે તમે સાથે ન રહેતા હોવ તો પણ કોઈ ફરક નથી પડતો, તે તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

સંબંધમાં નહીં રહે તમારી કિંમત

જો તે તમારી ભૂલ છે, તો સોરી કહેવામાં કોઈ નુકસાન નથી. સ્થિતિઓને ઠીક કરવી સારા જીવનસાથીની નિશાની છે. પરંતુ જો તમારા પાર્ટનરની ભૂલ હોય તો પણ તે ક્યારેય સોરી નહીં બોલે અને તમે તેને સોરી કહેશો જેથી સંબંધ જાળવી શકાય. તો સમજી લો કે તમે તેમને પોતાના પર પ્રભુત્વ મેળવવા માટે આમંત્રણ આપી રહ્યા છો. ધીમે ધીમે તમારા પાર્ટનરને તેની આદત પડી જશે અને સંબંધોમાં તમારું માન-સન્માન ઘટતું જ રહેશે. તેથી તમારા આત્મસન્માન સાથે રમત ન કરો. જે સાચું હોય તેની સાથે રહો. નમવું ખરાબ વાત નથી, પરંતુ જો સામેવાળો તમને ઝુકાવવા એ પોતાની જીત સમજે અને હંમેશા તેવું જ ઇચ્છે તો તે ખોટી વાત છે.

આ પણ વાંચો - બાળકો માટે ખૂબ જ જરૂરી છે આઉટડોર એક્ટિવિટી, આટલા છે શારીરિક અને માનસિક ફાયદા

વારંવાર સોરી કહેવાથી સંબંધ જટીલ બનશે

પ્રેમ સંબંધમાં ભલે ગમે તેવો વિવાદ હોય, પરંતુ તેને ઉકેલવાનું કામ બંને પાર્ટનરનું હોય છે. પરંતુ જો તમે વારંવાર સોરી કહેતા રહેશો તો પાર્ટનરને લાગશે કે તે હંમેશા સાચો છે, તેનું મન અહંકારથી ભરાઇ જશે. તે હંમેશાં તમને ભૂલ કરતા અથવા ઝૂકેલા જોવાની ઇચ્છા રાખશે. તે તમને કોઈ પણ નિર્ણયમાં ભાગીદાર નહીં બનાવે. હવે આ સંબંધ એકતરફી હશે, એટલે કે તે ઇચ્છે તેમ જ થશે. અને એક તબક્કે તમે તે સંબંધમાં ગૂંગળામણ અનુભવશો. વારંવાર સોરી કહેવાથી સંબંધોનો ઉકેલ નહીં આવે પણ વધુ જટિલ બનશે.

પ્રેમ જાળવી રાખવા શું કરવું

પ્રેમમાં કપલ્સમાં ઝઘડા થાય તે સ્વાભાવિક છે, થોડા સમય પછી બધું સામાન્ય થઈ જાય છે. પરંતુ જો દરેક લડાઈમાં એક પાર્ટનરને દરેક વખતે ઝુકવું પડે છે, તો તે સારા સંબંધ માટે સારી નિશાની નથી. આવી સ્થિતિમાં દરેક વખતે માફીની પહેલ કરવાને બદલે તેમને પહેલ કરવાની તક આપો. જેથી તેમને ખબર પડે કે સામેવાળો પણ તેમની ઈચ્છા પ્રમાણે નહીં કરે. આ સંબંધને જાળવી રાખવો તે બંનેની જવાબદારી છે, તેથી બંનેએ માફી માંગવી પડશે. તમારા પાર્ટનર સાથે વાત કરીને તમે તેમને સમજાવી શકો છો કે પ્રેમ સંબંધમાં અહંકારને કોઈ સ્થાન નથી.
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર