Sawan 2021: શ્રાવણમાં ઉપવાસ સમયે પેટની સમસ્યાઓથી બચવા આ વસ્તુઓનું કરો સેવન

પેટમાં દુ:ખાવો, ગેસ, કબજિયાત, અપચો, ઊંઘ, સુસ્તી અને થાક જેવી તકલીફોનો અનુભવ થાય છે. આ તકલીફોથી બચવા માટે સાંજે શું ખાવું હિતાવહ છે તે અંગે જાણકારી મેળવીએ.

પેટમાં દુ:ખાવો, ગેસ, કબજિયાત, અપચો, ઊંઘ, સુસ્તી અને થાક જેવી તકલીફોનો અનુભવ થાય છે. આ તકલીફોથી બચવા માટે સાંજે શું ખાવું હિતાવહ છે તે અંગે જાણકારી મેળવીએ.

  • Share this:
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવભક્તો ભગવન શિવની ભક્તિમાં લિન છે. શિવાલયો ભક્તોથી ઉભરાયા છે અને પૂજા, અર્ચના તથા ઉપવાસ રાખી ભોળાનાથને પ્રસન્ન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો એકટાણું કરે છે, તો કેટલાક લોકો શ્રાવણના સોમવારે (Monday fast) ઉપવાસ રાખે છે. અલબત્ત ચોમાસા (Rainy season)ની ઋતુમાં આખો દિવસ ઉપવાસ રાખી લોકો સાંજે કંઈક ખાય છે, ત્યારે પેટમાં દુ:ખાવો, ગેસ, કબજિયાત, અપચો, ઊંઘ, સુસ્તી અને થાક જેવી તકલીફોનો અનુભવ થાય છે. આ તકલીફોથી બચવા માટે સાંજે શું ખાવું હિતાવહ છે તે અંગે જાણકારી મેળવીએ.

લીંબુ પાણી

આખો દિવસ ઉપવાસ રાખી સાંજે વ્રત ખોલતી વખતે સૌથી પહેલા લીંબુ પાણી પીવું હિતાવહ છે. લીંબુ પાણી પેટમાં બનતા એસિડથી રાહત આપશે. લીંબુના બદલે તમે સંતરાના જ્યુસ કે સંતરાનું સેવન પણ કરી શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી તમને ડીહાઈડ્રેશન અને નબળાઈથી સુરક્ષિત રાખશે.

Monsoon Healthy Food Tips: ચોમાસામાં આ જ્યૂસનું નિયમિત સેવન કરો, બીમારીઓ રહેશે દૂર

ખજૂર

ખજૂરથી ઉપવાસ ખોલવાથી તમને ઉર્જા મળશે. તેમજ નબળાઈ અને પેટની સમસ્યાઓથી પણ રાહત મળશે. ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના કારણે પાચન વ્યવસ્થિત રાખવામાં મદદ મળે છે.

કેળા

ખજૂરની જેમ કેળા ખાવાથી પણ ઉર્જા મળે છે. કેળામાં ફ્લેવોનોઈડસ, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે. જેના કારણે નબળાઈનો અનુભવ થતો નથી અને પેટની સમસ્યા પણ દૂર ભગાડે છે.

પાંપણોને ઘાટી અને સુંદર બનાવવા અજમાવો આ દમદાર ઉપાયો

ખીર

ખીર ભૂખને શાંત કરે છે. તેમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. ખીર ખાવાથી ઉર્જાનો સંચાર થશે અને નબળાઈ દૂર થશે. જોકે, ખીરમાં વધુ પડતી ખાંડ ન નાંખવી અથવા ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.

હળવા શાકભાજી

સાંજે કોળું, દૂધી અને ટામેટા જેવા હળવા શાકભાજીનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી તમને ઉર્જા મળશે અને પાચન ક્રિયા પણ સારી થશે.

મલ્ટીગ્રેન લોટ

ઘણા લોકો શીંગોડા કે કટ્ટુના લોટની પુરી કે પરોઠા બનાવે છે. જોકે, શીંગોડા કે કટ્ટુના લોટને સરખા પ્રમાણમાં લઈ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેના કારણે પેટમાં ભારેપણું, ગેસ અને અપચા જેવી તકલીફોમાં રાહત મળશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરવો.)
First published: