London Fashion Weekમાં ભારતીય સાડી છવાઇ, રેમ્પ પર મોડેલે પહેર્યું ઘરચોળું

News18 Gujarati
Updated: February 21, 2020, 5:35 PM IST
London Fashion Weekમાં ભારતીય સાડી છવાઇ, રેમ્પ પર મોડેલે પહેર્યું ઘરચોળું
લંડન ફેશન શો

  • Share this:
લંડન ફેશન વીક (London Fashion Week) માં પહેલી વાર ઇન્ડિયન ડેમાં ભારતના વિભન્ન પ્રાંતમાં પહેરાતી સાડીઓ સાથે મોડેલ્સ રેમ્પ પર ઉતરી. લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ દ્વારા આયોજીત એક કેટવોકમાં 17 ભારતીય સાડીઓને રજૂ કરવામાં આવી. જેણે ત્યાં હાજર લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા. આ સાડીમાં ઉત્તર ભારત કાશ્મીરની ફુલકારી, પશ્ચિમ બંગાળની કાંથા અને બાલૂચરી, ગુજરાતીનું ઘરચોળું, મહારાષ્ટ્રની પૈઠણી, તમિલનાડુની કાંજીવરમ અને કેરળની કસાવુ સાડીને રજૂ કરવામાં આવી.
બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયુક્ત રુચિ ઘનશ્યામે કહ્યું કે સાંસ્કૃતિક વિરાસતને તમામ લોકોની સાડીઓ ઉધાર લેવામાં આવી હતી. આમાં મારી પણ એક સાડી હતી. રુચીએ જણાવ્યું કે તે સાર્વજનિક કાર્યક્રમમાં પણ સાડી પહેરીને જવાનું પસંદ કરે છે. અને વિદેશી લોકોને પણ આ સાડીઓ ખૂબ જ ગમે છે.

લંડન ફેશન શો


વધુમાં રુચિએ કહ્યું કે સાડી બનાવાના કામમાં વિજ્ઞાન, કળા અને રચનાત્મકતાનું યોગદાન હોય છે. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે આ બનાવટો તમારા માટે ભારતીય વસ્ત્રોની સમૃદ્ઘતા અને વિવિધતાને લઇને આવ્યું છે. સાડી એક કાપડ નથી પણ અમારી વિરાસતનું પ્રતિબિંબ છે. સાથે જ તે ભારત માટે ગૌરવનો વિષય છે.

લંડન ફેશન શો


લંડન ફેશન વીકમાં ઇન્ડિયા ડેની ખાસ વાત થઇ હતી. તેમાં મોડેલ્સે ખાલી સાડી જ નહી પૂરી રીતે ઇન્ડિયન વેશભૂષાને અપનાવી હતી. અને પગમાં કંકુની મહાવર પણ લગાવ્યો હતો. કેટલીક મોડલ્સે મહેંદી પણ લગાવી હતી. જૂની કહેવત છે કે બધી વસ્તુ સમય સાથે પાછી ફરે છે. ફેશનમાં પણ આવું જ છે. ફેશન શોમાં હવે જૂના ફેશન ટ્રેન્ડ પાછા ફરી રહ્યા છે. કેટલાક સમય પહેલા ભારતીય બજારોમાં શિફોન અને સિલ્ક સાડીઓનું ચલણ વધારે હતું. હવે બજારોમાં બનારસી સિલ્કનું ક્રેઝ લોકોમાં વધુ જોવા મળે છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर