Home /News /lifestyle /

Saree Fashion tips: પાર્ટીમાં સાડી લૂકથી બધાને ઈમ્પ્રેસ કરવા આ ટિપ્સ અનુસરો

Saree Fashion tips: પાર્ટીમાં સાડી લૂકથી બધાને ઈમ્પ્રેસ કરવા આ ટિપ્સ અનુસરો

સાડીની સ્ટાઈલ પ્રતિકાત્મક તસવીર

saree fashion news:સાડી ભલે પરંપરાગત વસ્ત્ર (Traditional dress) હોય પરંતુ સાડીના લુકને (saree look) આધુનિક સ્પર્શ આપી શકાય છે. જેના કારણે તમારો લૂક સ્ટાઈલિશ અને ફેશનેબલ (Look stylish and fashionable) દેખાશે.

  Fashion news: સાડી પહેરવી (Wearing a Saree) મોટાભાગની ભારતીય મહિલાઓને (Indian woman) પસંદ છે. તમે સાડી વિવિધ બ્લાઉઝ (Blouse) સાથે પહેરી શકો છો. એટલું જ નહીં, તેને ઓફિસથી લઈ પાર્ટીઓમાં (office to party) પહેરી શકાય છે. સાડી પહેરીને મળતો લૂક અન્ય કોઈ પોશાકમાં મળતો નથી. યોગ્ય સ્ટાઇલ અને ઢબથી સાડી પહેરવાથી પાર્ટીમાં તમારો લૂક એકદમ અદભુત ઉપસી આવશે. સાડી ભલે પરંપરાગત વસ્ત્ર (Traditional dress) હોય પરંતુ સાડીના લુકને આધુનિક સ્પર્શ આપી શકાય છે. જેના કારણે તમારો લૂક સ્ટાઈલિશ અને ફેશનેબલ (Look stylish and fashionable) દેખાશે.

  સામાન્ય રીતે મોટાભાગની સ્ત્રીઓ સાડીને માત્ર એક કે બે રીતે જ પહેરે છે. જેના કારણે તેમનો લુક બંધાઈ જાય છે. એટલું જ નહીં, સાડી પહેરવી કંટાળાજનક લાગવા લાગે છે અને તેઓ નવા સ્ટાઇલ આઉટફિટ્સ શોધવાનું શરૂ કરે છે. જોકે, હવે સાડીઓમાં પ્રયોગો થવા લાગ્યા છે. પરંપરાગત સાડીઓને આધુનિક સ્પર્શ આપવા માટે સ્ટાઇલિશ બ્લાઉઝ આવી ગયા છે. સાડી પહેરતી વખતે જો તમે કેટલીક સરળ ટ્રિક્સ અનુસરસો તો તમે નવો લૂક મેળવી શકશો. ત્યારે આજે અહીં લૂકને આકર્ષક બનાવવા માટે કઈ રીતે સાડી પહેરવી તેની માહિતી આપવામાં આવી છે.

  પેન્ટ સ્ટાઇલ સાડી ડ્રેપિંગ
  પાર્ટીમાં આધુનિક રીતે સાડી પહેરવા માંગતી માનુનીઓ પેન્ટ શૈલીમાં સાડીને ડ્રેપ કરી સાડી પહેરી શકે છે. આ લુકમાં તમે જીન્સની ઉપર પણ સાડીને અત્યંત સરળતાથી ડ્રેપ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ સાડી પ્લીટ્સ બનાવો અને તેને કમર પર વચ્ચે એડજસ્ટ કરો. પછી સાડીને પાછળથી આગળ લાવીને પ્લીટ્સ સેટ કરો. ખભા પર પિનઅપ કરતી વખતે પલ્લુ થોડું ઢીલું રાખો. આ સ્ટાઇલ તમને પાર્ટીમાં સૌથી અલગ અને ગ્લેમરસ લુક આપશે.

  બેલ્ટ સાથે ટીમઅપ
  તમે તમારા સાડી લુક સાથે થોડો પ્રયોગ કરી શકો છો. જેમ કે તમે સાડી સાથે બેલ્ટને ટીમઅપ કરી શકો છો. આ સ્ટાઇલ તમારી સાડીને નવો લુક આપશે.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  ટ્વિસ્ટેડ પલ્લું સ્ટાઇલ સાડી ડ્રેપિંગ
  સાડીના ડ્રેપ્સમાં તમારી ફાવટ ન હોય તો તમે ટ્વિસ્ટેડ પલ્લું સ્ટાઇલ સાડી ડ્રેપિંગ કરી શકો છો. આ માટે તમારે સાડીને સામાન્ય રીતે ઢાંકવી પડે છે, પરંતુ પલ્લુના છેડાને ખભા પર ફેરવી દો. સાડીના ડ્રેપમાં આ નાનો ફેરફાર તમારા આખા દેખાવને વધારશે. આ ઉપરાંત તમે ક્રોપ ટોપ અથવા જેકેટ સ્ટાઇલ શોર્ટ ટોપ સાથે પણ સાડી પહેરી શકો છો.

  આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

  ટી લેંથ સાડી ડ્રેપિંગ
  સાડીમાં વધુ ક્રિએશન માટે તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. આ લુકમાં તમે સાડીને માત્ર ટી-લેન્થ સુધી જ ડ્રેપ કરો. આ લુકમાં સાડીની પલ્લુને ખભાની થોડી નીચે સેટ કરો અને પછી તેને પાછળથી આગળ ફેરવતી વખતે કમર પર ઠીક કરો. સાડી ડ્રેપીસની આ શૈલી ખૂબ જ અલગ છે જે સરસ લાગે છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

  નોંધનીય છે કે, પ્રસંગને અનુકૂળ હોય તેવી સાડી પસંદ કરો. લગ્ન કે પરંપરાગત કાર્યક્રમમાં બનારસી સિલ્કની સાડી પહેરી શકો છો. તેવી જ રીતે તમે ઓફિસ પાર્ટી અથવા અન્ય કોઈ પણ ઇવેન્ટમાં ઓર્ગેન્જા અથવા રેફલ સાડી પહેરી શકો છો.
  Published by:ankit patel
  First published:

  Tags: Fashion Tips, Lifestyle, Saree

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन