સંજીવની અભિયાને નવા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા

સંજીવની કેમ્પેઇન

લોકોમાંથી રસીનો ખચકાટ દૂર કરીને રસી લેવા માટે ઉત્સાહ જગાવ્યો: સંજીવની અભિયાનની સફળ સફર

 • Share this:
  સંજીવનની અભિયાનનો એપ્રિલ 2021માં અટારી સરહદેથી પ્રારંભ થયો ત્યારથી, આ અભિયાને ગ્રામીણ ભારતના પાંચ જિલ્લામાં વસતા લોકોમાંથી રસી લેવાનો ખચકાટ દૂર કરવા અને તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેની ઘણી લાંબી સફરને સફળતાપૂર્વક પાર પાડી છે. અટારીથી લઇને દક્ષિણ કન્નડ સુધી, સંજીવની અભિયાન કોવિડ-19 સામેની જંગમાં ગ્રામીણ સમુદાયોની ચળવળ બની ગયું છે. 7 ઑગસ્ટ સુધીની સ્થિતિ અનુસાર, આ અભિયાન અંતર્ગત પાંચ જિલ્લા એટલે કે અમૃતસર, ઇન્દોર, નાસિક, દક્ષિણ કન્નડ અને ગુંતૂરમાં 502 ગામડાં સુધી પહોંચ્યું છે. આના દ્વારા, આ અભિયાન સ્થાનિક સંદર્ભ સાથે રસીકરણનો સંદેશો લઇને લગભગ 2.5 લાખ નાગરિકો સુધી પહોંચ્યું છે. 20000થી વધારે લોકોને રજિસ્ટ્રેશન અને ટ્રાન્સપોર્ટેશન જેવી વિવિધ સુવિધાઓ આપીને તેમને રસીકરણ માટે મદદ કરવામાં આવી છે.

  આ અભિયાન બહુવિધ હિસ્સેદારોની ભાગીદારીના મોડેલ પર કામ કરે છે. કોવિડ-19 મહામારી એટલા પ્રચંડ કદની છે કે, કોઇ એક જ હિસ્સેદાર માટે તેનો સામનો કરવો મુશ્કેલ છે. આથી, દેશના ગ્રામીણ વિસ્તારો સુધી રસી લઇ જવા માટે સરકાર, ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરો, સ્થાનિક સામુદાયિક અગ્રણીઓ, સામુદાયિક સભ્યો જેવા તમામ હિસ્સેદારોને એકજૂથ કરવા આવશ્યક છે.
  ગ્રામીણ સમુદાયો રસીકરણ કરાવે તેના માટે આ અભિયાન ખૂબ જ મહત્વનું હતું તો, સાથે સાથે આ સફર પણ ઘણી પડકારો વાળી હતી. ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓ અને રસી લેવા અંગે લોકોમાં રહેલા ખચકાટના સંદર્ભમાં ખૂબ જ મોટા પડકારો હતા. ઘરે ઘરે જઇને કમ્યુનિકેશન કરવાની અભિયાનની વ્યૂહનીતિમાં વધારો કરવામાં આવ્યો જેથી સ્થાનિક સંદર્ભ અને સમુદાયોમાં સાંસ્કૃતિક પરિબળો સાથે અનુકૂળ થઇને મૂળ સંદેશો લોકો સુધી પહોંચાડી શકાય. આના માટે, અભિયાનની ટીમે ગ્રામ પંચાયતના સભ્યો, ધાર્મિક અગ્રણીઓ વગેરે સામુદાયિક અગ્રણીઓને આ અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય કર્યા. આવા સ્થાનિક સમુદાયો સજીવની અભિયાનની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થયા છે.

  અન્ય એક પડકાર દૂરસ્થ ગામડાંઓ અને આદિવાસી સમુદાયોમાં સામુદાયિક રસીકરણ કેન્દ્રોની પહોંચ ઉપલબ્ધ કરાવવાનો હતો. સંજીવની અભિયાને આ અંતરાય દૂર કરવા માટે લોકોને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવા માટે પરિવહનની વ્યવસ્થા પૂરી પાડીને આ દિશામાં સઘન કામ કર્યું. આમ, વ્યાપક રીતે પરંપરાગત આરોગ્ય સંભાળ સેવાઓના પરિઘથી બહાર હોય તેવા, જ્યાં પહોંચવાનું અત્યંત મુશ્કેલ હોય તેવા દુર્ગમ વિસ્તારો સુધી આ અભિયાન પહોંચ્યું. કેટલાક કિસ્સામાં, સંજીવની ગાડીનો ઉપયોગ દૂરના ગામડાંઓમાં જાહેર આરોગ્ય અધિકારીઓના આવનજાવન માટે પણ કરવામાં આવ્યો જેથી ગ્રામીણ લોકોને તેમના ઘરઆંગણે રસી પૂરી પાડી શકાય.

  મહામારીના વર્તમાન બીજા ચરણે દેશભરમાં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ તબાહી મચાવી દીધી છે. સંભવિત ત્રીજું ચરણ પણ ગ્રામીણ વિસ્તારો પર ગંભીર અસર કરશે તેવી ભીતિ છે. સંજીવની અભિયાને અનન્ય રીતે હસ્તક્ષેપ કર્યો છે જે અંતર્ગત ગ્રામીણ હિસ્સાઓમાં સૌથી અસરકારક અને સલામત રીતે રસીના ડોઝ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રસીકરણ કેન્દ્રોમાં પ્રબળપણે ચેપ નિવારણ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વના હોય તેવા 100 રસીકરણ કેન્દ્રોમાં તબીબી પુરવઠાની જરૂરિયાત સમજવા માટે સરકારી આરોગ્ય અધિકારીઓ સાથે પરામર્શ કરીને આ કેન્દ્રોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આજે, આ 100 રસીકરણ કેન્દ્રો મજબૂત સલામતી પ્રોટોકોલનું પાલન કરીને જરૂરી પુરવઠા સાથે કાર્યરત છે.

  ઉત્સાહપૂર્ણ સામુદાયિક ભાગીદારી અને સ્થાનિક સરકારના સહયોગ સાથે આ હસ્તક્ષેપોના કારણે લોકોમાંથી રસી લેવાનો ખચકાટ દૂર કરવામાં ખૂબ જ સારી મદદ મળી. ખરેખર તો, જેને આવરી લેવામાં આવ્યા છે તે ગામડાંઓ તેમના રસીના ડોઝ લેવા માટે આતુર થઇ રહ્યાં છે. દરેક વ્યક્તિ રસીકરણની મદદથી સરળતાથી મહામારી સામે સુરક્ષિત થાય તે સુનિશ્ચિત કરવા માટે આ અભિયાનને આવી જ ગતિ સાથે ચાલુ રાખવામાં આવશે. આ વખતે આ ચળવળમાં જોડાઓ કારણે કે, ગમે ત્યાં, ગમે તેના માટે આરોગ્ય એ સૌના માટે, સાર્વત્રિક આરોગ્ય છે.

  અનિલ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ
  યુનાઇટેડ વે મુંબઇ
  Published by:Margi Pandya
  First published: