લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભારતમાં રસીકરણમાં મદદરૂપ થવા માટે સંજીવની સતત કાર્યરત

લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભારતમાં રસીકરણમાં મદદરૂપ થવા માટે સંજીવની સતત કાર્યરત

કોરોના વાઇરસના કારણે ભારત 30 મિલિયન લોકોને સંક્રમણ અને 4.1 મિલિયન લોકોના મૃત્યુ સાથે દુનિયામાં બીજો સૌથી અસરગ્રસ્ત દેશ છે. આખી દુનિયા કોવિડ-19ની સારવાર માટે સંઘર્ષ કરી રહી છે

 • Share this:
  આખી દુનિયામાં આજદિન સુધીમાં કોવિડ-19ના 187 મિલિયન કરતાં વધારે કેસોની પુષ્ટિ અને 4 મિલિયન કરતાં વધારે લોકોનાં મૃત્યુ સાથે આ મહામારીએ ખૂબ જ કહેર વરસાવ્યો છે. આ  ત્યારે, રસીએ સંખ્યાબંધ લોકોમાં અને તેમના પરિવારજનોમાં આ બીમારીના પ્રાણઘાતક સંક્રમણ સામે સુરક્ષિત રહેવાની આશા જગાવી છે.

  ભારતમાં 16 જાન્યુઆરી 2021ના રોજથી રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં સૌથી વધુ લોકોનું રસીકરણ કરનારો દુનિયો બીજા ક્રમનો દેશ બની ગયો છે. ભલે રસી આપવામાં આવેલી ડોઝની સંખ્યા ઘણી વધારે છે તો પણ ભારતની કુલ 1.38 અબજની વસ્તીને ધ્યાનમાં રાખતા માત્ર 22.3% લોકોએ જ હજુ રસીનો પ્રથમ ડોઝ અને 5.52% લોકોએ બંને ડોઝ લીધા છે. આ આંકડાઓ મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં વધારે પ્રમાણમાં છે જ્યારે દેશમાં કુલ વસ્તીમાંથી 65% હિસ્સો ધરાવતા ગ્રામીણ અને આદિવાસી વસ્તીના વિસ્તારોમાં આ આંકડો હજુ પણ ઓછો છે. રસીકરણની ધીમી પ્રગતિ માટે સંખ્યાબંધ પરિબળો જવાબદાર છે જેમાંથી સૌથી પ્રચલિત પરિબળ છે લોકોમાં રસી લેવા અંગેનો ખચકાટ.

  કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ માટે ભારત પાસે ખૂબ વિપુલ પ્રમાણમાં સંસાધનો છે પરંતુ છતાંય હજુ પણ ચકાસણી કર્યા વગરની માહિતી અને રસી અંગેની ભ્રમણાઓ સમુદાયોમાં ફેલાયેલી છે. ટેકનોલોજીકલ સંસાધનો અને શિક્ષણના અભાવ વચ્ચે પણ લોકો સુધી ભરોસાપાત્ર માહિતી પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે, Network 18ના સહયોગથી Federal Bank, United Way Mumbai અને Apollo Hospitals દ્વારા સંજીવની- અ શોટ ઓફ લાઇફ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ લોકોમાં રસી લેવા અંગેનો ખચકાટ ઓછો કરવાનો, રસી કેન્દ્રોની ક્ષમતાનું નિર્માણ કરવાનો અને સૌથી દુર્ગમ વિસ્તારોમાં પણ લોકો સુધી કોવિડની રસી સરળતાથી પહોંચાડવાનો છે. આ પ્રોજેક્ટ હાલમાં દેશના 5 જિલ્લા એટલે કે, અમૃતસર, દક્ષિણ કન્નડા, ગુંતુર, ઇન્દોર અને નાસિકમાં કાર્યરત છે અને 1000 ગામડાંમાં 5 લાખ કરતાં વધારે લોકોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે. 7 એપ્રિલ 2021ના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં સામુહિક લોક જાગૃતિ પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત રીતે આરોગ્ય સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવીને 2 લાખ કરતા વધારે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. 10735 લોકોને રસીકણ માટે CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરી છે અને 4304 લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લઇ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. લોકોનું રસીકરણ થાય તેમાં મદદરૂપ થવાના અભિયાન અને પાયાના સ્તરે કામ કરી રહેલી ટીમના અવિરત પ્રયાસોની વચ્ચે પણ, ટેકનોલોજી દ્વારા કનેક્ટ થવાનો અભાવ ધરાવતા હજુ સંખ્યાબંધ એવા વિસ્તારો છે જ્યાં લોકોમાં રસી લેવા અંગે ખૂબ જ ખચકાટ જોવા મળી રહ્યો છે. ખોટી માહિતીના કારણે સંખ્યાબંધ લોકો ટીમના સભ્યો સાથે સંપર્ક અને ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી થતા અને રસી લેવાનો પણ ઇનકાર કરી રહ્યાં છે.

  પરંતુ જેમ જેમ અભિયાન આગળ વધી રહ્યું છે તેમ, સફળતાની સંખ્યાબંધ વાતો પણ સામે આવી રહી છે અને તેમાંથી શીખવા મળેલી એક મુખ્ય બાબત એ છે કે, લોકોમાં રસી લેવા અંગેનો ખચકાટ ઓછો કરવા માટે યોગ્ય કમ્યુનિકેશન ખૂબ જ કારગત છે. મોટાભાગના સ્થળોએ રસી લેવા અંગેના તથ્યો સમજવાના ઇરાદા સાથે ટીમ જોડે ચર્ચા કરી તેમણે રસી લીધી પણ છે. ટીમને આંગણવાડી સેવિકાઓ, ASHA વર્કરો જેવા સરકારી સહયોગી કાર્યકરો દ્વારા પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને આ અભિયાનનું મહત્વ લોકોને સમજાવવામાં તેમણે ઘણી મદદ કરી છે.

  સંજીવની - અ શોટ ઓફ લાઇફ અભિયાન આવા દેશવ્યાપી કાર્યક્રમ દરમિયાન કમ્યુનિકેશનના મહત્વ પર અને લોકોના પ્રશ્નોને ધ્યાનમાં લે અને તેમના સુધી કોઇપણ પ્રકારની ખોટી માહિતી નથી પહોંચતી તેની ખાતરી કરે તેવા પાયા સ્તરના પ્રયાસોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.

  રસી લેવા અંગે લોકોમાં રહેલો ખચકાટ ઓછો કરવામાં આવે અને લોકો સુધી રસી પહોંચાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે, એ પણ મહત્વપૂર્ણ છે કે, રસી કેન્દ્રો ત્યાં આવી રહેલી લોકોની ભીડનું સારી રીતે સંચાલન કરવા માટે અને આવી ભીડ લોકોમાં સંક્રમણનો સ્રોત ના બને તે સુનિશ્ચિત કરવા માટે સમર્થ હોય. આમ કરવા માટે, આ કેન્દ્રોની સ્વચ્છતા, સફાઇ અને તેના કચરાનો નિકાલ સાવચેતીપૂર્વક કરવો જોઇએ. સંજીવની અભિયાન આ 5 જિલ્લામાં આવેલા 100 કેન્દ્રોમાં સ્ટાફ અને લાભાર્થીઓ બંનેની સુરક્ષા માટે જરૂરી મેડિકલ આવશ્યકતાઓ પૂરી પાડીને આ કાર્ય સારી રીતે કરી રહ્યું છે. આજદિન સુધીમાં, દક્ષિણ કન્નડા જિલ્લામાં 18 કેન્દ્રોને માસ્ક, સેનિટાઇઝર, સફાઇની સામગ્રી અને બીજુ ઘણું પૂરું પાડવામાં આવ્યું છે.

  અભિયાનની પ્રવૃત્તિઓ દરમિયાન, સંખ્યાબંધ સકારાત્મક વાતો ઉભરીને આવી છે જેનાથી કોવિડની રસી વિરોધી લોકોમાં રહેલી અટકળો ઓછી કરવામાં મદદ મળી છે અને આવી જ એક વ્યક્તિ અમૃતસરના બલ્લારહવાલમાંથી છે જ્યાં જસ્કારન અને તેમના પરિવારને સમુદાયે રસી ના લેવા માટે અને ઓન-ગ્રાઉન્ડ ટીમના સંપર્કમાં ના આવવા માટે દબાણ કર્યું હતું પરંતુ તેઓ પોતાના પડોશીઓની વિરોધમાં ઉભા રહ્યા અને રસી લીધી. જસ્કારન એક દૃષ્ટાંત બનીને ઉભા રહ્યાં જેના કારણે સમુદાયે પણ રસીકરણ કરાવ્યું અને ટીમને તેણી પ્રત્યે ઘણું ગૌરવ છે.

  અન્ય એક ઉદાહરણ એ દર્શાવે છે કે, સ્થાનિક સહભાગીઓ કેવી રીતે સમુદાયના વર્તન પર પ્રભાવ પાડી શકે છે. આંધ્રપ્રદેશના ગુંતુરના રહેવાસી વિજ્યા રાણી 8 વર્ષ કરતાં વધારે સમયથી ASHA વર્કર છે. સંજીવની ટીમને સહાય કરવામાં તેમણે મુખ્ય ચાલકબળ પૂરું પાડ્યું હતું અને સંજીવની ગાડીની મદદથી તેઓ સમુદાયના એવા સભ્યોની માનસિકતા બદલવામાં સફળ રહ્યાં જેઓ રસી લેવાની આનાકાની કરતા હતા. તેમણે આસપાસના ગામડાઓમાં પણ જ્યાં ટીમ લોક જાગૃતિ કવાયત માટે જાય ત્યાં ASHA વર્કરોનો સંપર્ક કરાવ્યો હતો.

  આગામી પગલાં તરીકે, આ ચળવળમાં વધુને વધુ સ્થાનિક સહભાગીઓને સમાવીને આ અભિયાનને વધુ પ્રબળ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા લોકોના સંપર્કમાં પણ પ્રચંડ વધારો થઇ રહ્યો છે. વધુને વધુ લોકો કોવિડની રસી લે અને સંક્રમણના આવી રહેલા ત્રીજા ચરણમાં કોઇપણ નુકસાનને ટાળી શકે તેના પર ટીમ ધ્યાન આપી રહી છે. લોકોની સંભાળ લેવા માટે જિલ્લાઓમાં સંપૂર્ણ રસીકરણના છેવટના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ રસીકરણ કેન્દ્રોને મજબૂત બનાવવામાં આવશે.

  ડૉ. શૈલેષ વાગલે, મેનેજર

  કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ, United Way Mumbai
  Published by:Margi Pandya
  First published: