SAMSUNGના આ નવા ફોનમાં બે બાજુ હશે ડિસપ્લે!

kiran mehta | News18 Gujarati
Updated: January 8, 2018, 3:08 PM IST
SAMSUNGના આ નવા ફોનમાં બે બાજુ હશે ડિસપ્લે!
સેમસંગ આવનાર સમયમાં એક એવો સ્માર્ટફોન ડિઝાઈન કરી રહી છે, જેની ડિસપ્લે આગળ-પાછળ બંને બાજુ હશે....

સેમસંગ આવનાર સમયમાં એક એવો સ્માર્ટફોન ડિઝાઈન કરી રહી છે, જેની ડિસપ્લે આગળ-પાછળ બંને બાજુ હશે....

  • Share this:
સેમસંગ ગેલેક્સી S8માં કર્વ્ડ ડિસપ્લે ટેક્નોલોજી બાદ હવે એક નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. એક પેટન્ટ દ્વારા સામે આવેલ જાણકારી મુજબ સેમસંગ આવનાર સમયમાં એક એવો સ્માર્ટફોન ડિઝાઈન કરી રહી છે, જેની ડિસપ્લે આગળ-પાછળ બંને બાજુ હશે.

આ પેટન્સમાં બતાવવામાં આવ્યું છે કે, સેમસંગ એલગ-અલગ ફંક્શન પર કામ કરતા ત્રણ ડિવાઈસ મોડલ તૈયાર કરી રહી છે.



પહેલા જો ડિઝાઈનની વાત કરીએ તો આનું ડિસપ્લે આગળથી પાછળ તરફ પુરૂ કવર છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ ફોનમાં બે ડિસપ્લે છે. આ ડિસપ્લે યૂજર્સને ફોનની સ્ક્રિન જોવા માટે બે ઓપ્શન આપશે. જેવો ફોનને લેન્ડસ્કેપ સીધો પકડો તો સ્ક્રીન રોટેડ થઈ જાય છે, આનું ડિસપ્લે પણ બસ એજ રીતે કામ કરશે. ફોનને ગમે તેમ પકડવામાં આવે તેની ડિસપ્લે આગળ પાછળ આવી જશે.



જો તેની બીજી ડિઝાઈનની વાત કરીએ તો આ ફોનની સ્ક્રિને પુરી બોડીને કવર કરી લીધી છે. આ ડિઝાઈન દ્વાર ફોનનું કન્ટેટ આગળથી પાછળની તરફ ફ્લિપ થઈ શકે છે. ફોટોમાં જોઈએ તો યૂઝર જે રીતે ફોન પકડે, તે હિસાબે તેની ડિસપ્લે પોતાની રીતે નાની મોટી થઈ રહી છે.

તેની ત્રીજી ડિઝાઈન જોઈએ તો,આ ફોનની ડિસપ્લે આગળથી પાછળની તરફ નહીં જવાના બદલે, ફ્રંટથી બેક સુધી ફોનની નીચે તરફથી ફોલ્ડ છે. જાણકારી મુજબ બલે આ ત્રણે સ્માર્ટફોનની ડિઝાઈન એલગ હોય, પરંતુ એક રીતે જ કામ કરશે.
First published: January 8, 2018, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading