ડુંગળી ખાવાથી થઈ શકે આ ગંભીર બિમારી, અહી જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

અમેરિકામાં 600 કરતા વધુ લોકોને ડુગળી ખાવાથી ગંભીર બિમારી થઈ ગઈ હતી. તસવીર- shutterstock

અમેરિકામાં સેલ્મોનેલા (salmonella) નો પ્રકોપ વધી રહ્યો છે. અમેરિકાના 37 રાજ્યોમાં સેલ્મોનેલાને કારણે 650 લોકો બિમાર પડી ગયા છે. અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDS) એ આ બિમારી માટે ડુંગળીને મુખ્ય કારણ ગણાવ્યું છે.

  • Share this:
નવી દિલ્હી:  છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સેલ્મોનેલા (salmonella) નો પ્રકોપ વધી રહ્યો છે. અમેરિકાના 37 રાજ્યોમાં સેલ્મોનેલાને કારણે 650 લોકો બિમાર પડી ગયા છે. અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDS) એ આ બિમારી માટે ડુંગળીને મુખ્ય કારણ ગણાવ્યું છે. વેબએમડીના રિપોર્ટ અનુસાર CDS જણાવે છે કે, મેક્સિકોથી આયાત કરવામાં આવેલ ડુંગળીમાં સેલ્મોનેલાનો સ્ત્રોત જોવા મળ્યો છે. લાલ, સફેદ અને પીળી ડુંગળીમાં સેલ્મોનેલા જોવા મળે છે. CDS એ લોકોને સલાહ આપી છે કે, લાલ, પીળી અને સફેદ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. જે લોકોને સેલ્મોનેલા થયો છે, તેમાંથી 75 ટકા લોકોએ કાચી ડુંગળીનું સેવન કર્યું હતું.

દૂષિત પાણી અને દૂષિત ફૂડના કારણે સેલ્મોનેલા થાય છે

સેલ્મોનેલા ઈન્ફેક્શન અથવા સેલ્મોનેલોસિસ (Salmonellosis ) એક સામાન્ય બેક્ટેરિયલ બિમારી છે, જેના કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે. પાચનતંત્ર પર અસર થવાને કારણે પેટ સંબંધિત બિમારીઓ થાય છે. સેલ્મોનેલા બેક્ટેરિયા જાનવર અને મનુષ્યના આંતરડામાં જોવા મળે છે, જે પાચન નળીના માધ્યમથી શરીરની બહાર નીકળી જાય છે. સેલ્મોનેલાથી દૂષિત પાણી અથવા દૂષિત ભોજનનું સેવન કરવાથી આ બિમારી થાય છે.

આ પણ વાંચો: શિયાળામાં પગની એડી ફાટી જવાની સમસ્યાથી પીડાવ છો? આ રહ્યું તેનું કારણ અને ઉપચાર

સેલ્મોનેલા બિમારી થવાનું કારણ

  • કાચુ મટન, ચીકનનું સેવન કરવાથી સેલ્મોનેલા થઈ શકે છે.

  • કાચા ફળ અને શાકભાજીમાં સેલ્મોનેલા બેક્ટેરિયા હોઈ શકે છે, આ કારણોસર કાચા ફળ અને શાકભાજીનું સેવન કરતા સમયે સતર્કતા વર્તવી જરૂરી છે.

  • અનપાશ્ચરાઈઝ્ડ દૂધ અને ડેયરી પ્રોડક્ટને કારણે સેલ્મોનેલા થઈ શકે છે. સોફ્ટ વસ્તુઓ, આઈસ્ક્રિમ અને છાશમાં સેલ્મોનેલા હોઈ શકે છે.

  • કાચા ઈંડાને કારણે પણ સેલ્મોનેલા થઈ શકે છે.

  • યોગ્ય રીતે હાથ સાફ ના કરવાથી સેલ્મોનેલાનું ઈન્ફેક્શન થઈ શકે છે.

  • જાનવરોમાં સેલ્મોનેલા જોવા મળે છે, આ કારણોસર પાલતુ જાનવરોના કારણે સેલ્મોનેલા થઈ શકે છે.


આ પણ વાંચો: Health tips: હળદરનું પાણી પીવાના ફાયદા, આટલી તકલીફોમાં આપે છે રાહત

સેલ્મોનેલાના લક્ષણો

સેલ્મોનેલા ઈન્ફેક્શનને કારણે મોટાભાગના લોકોને ડાયેરિયા, તાવ અથવા પેટમાં ક્રેમ્પની સમસ્યા રહે છે. 6 કલાકથી લઈને 6 દિવસ સુધીમાં સેલ્મોનેલાના લક્ષણો જોવા મળે છે. આ બેક્ટેરિયાના કેટલાક સ્ટ્રેઈન ખૂબ જ જોખમકારક હોય છે. જેના કારણે યૂરિન, બ્લડ, બોન અને તંત્રિકા તંત્ર પર અસર થાય છે. CDS ની સલાહ અનુસાર જો 3 દિવસ કરતા વધુ દિવસ સુધી ડાયેરિયાની સમસ્યા રહે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા

સેલ્મોનેલાનો ઈલાજ

સામાન્ય રીતે થોડા દિવસ બાદ આ ઈન્ફેક્શન ઓછું થઈ જાય છે. જો વધુ તબિયત ખરાબ રહે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉકટર એન્ટીબાયોટિક લેવાની સલાહ આપે છે. સેલ્મોનેલાનું ઈન્ફેક્શન થાય તો, શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. આ કારણોસર વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે આની ચોક્કસાઈનો દાવો કરતા નથી. આ ઉપાયો અજમાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતોનો સંપર્ક સાધવો.)

 લાઈફ સ્ટાઈલને લગતી વધુ માહિતી અને સમાચાર વાંચવા માટે  ક્લિક કરો...
Published by:kuldipsinh barot
First published: