Home /News /lifestyle /Sakat Chauth : સંકટ ચોથ પર ગણપતિને ધરાવો તલનો આ વિશેષ પ્રસાદ, 10 મિનિટમાં થઇ જશે તૈયાર
Sakat Chauth : સંકટ ચોથ પર ગણપતિને ધરાવો તલનો આ વિશેષ પ્રસાદ, 10 મિનિટમાં થઇ જશે તૈયાર
એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરવાથી સંતાનના તમામ દુ:ખનો અંત આવે છે.
Sakat Chauth Prasad Tilkut Recipe : એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરવાથી સંતાનના તમામ દુ:ખનો અંત આવે છે. સંતાનને લાંબુ આયુષ્ય મળે છે. તણાવ, નકારાત્મકતા, ચિંતા અને રોગોથી છૂટકારો મળે છે.
Sakat Chauth Prasad Tilkut Recipe : આજે દેશભરમાં સંકટ ચોથનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. મહિલાઓ સંકટ ચોથ પર નિર્જળા વ્રત રાખે છે અને સાંજે પૂજા અર્ચના કરે છે અને સંતાનોમાં પ્રસાદ તરીકે તલની ચિક્કીનું વિતરણ કરે છે. સંકટ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા કરવાથી સંતાનોના તમામ દુ:ખનો અંત આવે છે. સંતાનોને લાંબુ આયુષ્ય મળે છે. સંતાનોને તણાવ, નકારાત્મકતા, ચિંતા અને રોગોથી છૂટકારો મળે છે. આ વખતે આજે 10 જાન્યુઆરીના રોજ સંકટ ચોથનું વ્રત કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ દિવસે કેવી રીતે તલની ચિક્કીનો પ્રસાદ બનાવવામાં આવે છે.
તલની ચિક્કીનો પ્રસાદ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તલ નાંખો અને તેને આંચ પર મૂકો. આ પછી, તલને ચમચાની મદદથી હલાવો જ્યાં સુધી તે એકદમ લાઇટ બ્રાઉન ન થાય.
ધ્યાનમાં રાખો, જ્યારે તલ સારી રીતે શેકાઈ જશે, ત્યારે તે થોડા ફૂલેલા દેખાશે. હવે આ તલને એક પ્લેટમાં કાઢી લો. આ પછી, પેનમાં 1 ચમચી ઘી નાખી, તેને પીગળી જાય ત્યાં સુધી ગરમ કરો અને તેમાં માવો ઉમેરો. હવે તેને ધીમી આંચ પર ચમચા વડે હલાવતા રહીને આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે તે સારી રીતે શેકાઇ જાય, પછી તેમાં ખાંડનો પાવડર ઉમેરો અને ખાંડ અને માનો મિક્સ થઇ જાય ત્યાં સુધી સતત ચમચા વડે હલાવતા રહો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં શેકેલા તલ અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, ચમચા વડે સતત હલાવતા રહીને મધ્યમ આંચ પર ઓછામાં ઓછી બે મિનિટ સુધી હલાવતા રહો.
હવે આંચ બંધ કરો અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. હવે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરો. આ પછી, ઠંડુ કરેલું મિશ્રણ એક પ્લેટમાં મૂકો અને તેને સારી રીતે ફેલાવો. જો ઈચ્છા હોય તો વેલણ પર થોડું ઘી લગાવો અને આ મિશ્રણને હળવા હાથે વણી લો જેથી તે રોટલાની જેમ વણાઇ જાય.
આ પછી ઉપર ડ્રાયફ્રૂટ્સનો ભૂકો લગાવીને ગાર્નિશ કરો. આ મિશ્રણમાં હળવા હાથે દબાવો. હવે તેમને મનપસંદ આકારમાં કાપો. થોડીવાર માટે આમ જ રહેવા દો જેથી તે સેટ થઈ જાય. તમારો તલની ચિક્કીનો પ્રસાદ તૈયાર છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર