Home /News /lifestyle /ગ્લોઇંગ સ્કિન માટે કેસરનું પાણી કેવી રીતે પીશો? આ રીતે બનાવો ઘરે, સાથે મેળવો આ અઢળક ફાયદાઓ
ગ્લોઇંગ સ્કિન માટે કેસરનું પાણી કેવી રીતે પીશો? આ રીતે બનાવો ઘરે, સાથે મેળવો આ અઢળક ફાયદાઓ
કેસર અનેક તત્વોથી ભરપૂર હોય છે.
Benefits of saffron water: કેસર હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે બેસ્ટ છે. આમ, વાત કરવામાં આવે તો કેસરનું પાણી તમે આ રીતે પીઓ છો તો સ્કિનને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો. આ સાથે જ સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકોના રસોડામાં કેસર હોય છે. કેસર અનેક રીતે કામમાં આવે છે. ખાસ કરીને કેસરની તાસીર ગરમ હોય છે જેનો ઠંડીમાં તમે ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. કેસર સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. કેસર સ્વાસ્થ્ય માટે એક જડીબુટ્ટી જેવું કામ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે કેસર માત્ર શરીરમાં એનર્જી જ નહીં, પરંતુ ઊંઘ સારી લાવે છે અને સાથે મૂડ બુસ્ટરનું કામ કરે છે.
આ સાથે જ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. કેસર એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સિડાઇઝિંગ ગુણોથી ભરપૂર હોય છે. આ સંવેદનશીલ, ખીલ તેમજ ડ્રાય સ્કિનનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણો સ્કિનને ગ્લો કરવા માટે કેવી રીતે કેસરનું પાણી પીશો.
ગ્લોઇંગ સ્કિન માટે કેસરનું પાણી બનાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ પાણી બનાવવા માટે મુખ્ય રીતે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. પહેલાં તો એલોવેરા, બીજુ મધ અને ત્રીજુ કેસર. હવે આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને આખી રાત માટે પાણી મિક્સ કરીને ઢાંકીને મુકી રાખો. સવારમાં ઉઠતાની સાથે જ પાણીને ચમચીની મદદથી હલાવો અને પછી ખાલી પેટે સેવન કરો. આમ
સ્કિન માટે કેસર પાણીના ફાયદાઓ
કાળા ડાધા ઓછા કરે
કેસરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિટામીન સી હોય છે. આ સાથે જ કેસરમાં ક્રોસિન અને ક્રોસેટિન જેવું શક્તિશાળી કેરટીનોઇડ હોય છે જે પિગમેન્ટેશન, સન ટેન, ડાર્ક સ્પોટ અને ખીલના ડાઘાને દૂર કરવાનું કામ કરે છે.
તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે કેસર તમારી સ્કિન પર નિખાર લાવવાનું પણ કામ કરે છે. આ લોહીને સાફ કરે છે અને સાથે સ્કિનની અશુદ્ધિઓને ઓછુ કરવામાં મદદરૂપ બને છે. આ કારણે ત્વચા પર નિખાર લાવે છે અને સાથે સ્કિનને સોફ્ટ બનાવે છે.
ચહેરા પર ગ્લો લાવે
કેસરનું પાણી તમે લાંબા સમય સુધી પીઓ છો તો સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. કેસરનું પાણી તમારી સ્કિનમાં હાઇડ્રેશન વધારવામાં મદદરૂપ બને છે.
(નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર