શાકભાજીનો ભાવ આસમાને છે તો ઝટપટ બનાવો સફરજનનું ગ્રેવીવાળું શાક #Recipe

શાકભાજીના વધતી જતી મોંઘવારી અને તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને શાકભાજીના ભાવ ફળો કરતાં પણ વધી ગયા છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 4:31 PM IST
શાકભાજીનો ભાવ આસમાને છે તો ઝટપટ બનાવો સફરજનનું ગ્રેવીવાળું શાક #Recipe
શાકભાજીના વધતી જતી મોંઘવારી અને તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને શાકભાજીના ભાવ ફળો કરતાં પણ વધી ગયા છે.
News18 Gujarati
Updated: October 9, 2019, 4:31 PM IST
શાકભાજીના વધતી જતી મોંઘવારી અને તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને શાકભાજીના ભાવ ફળો કરતાં પણ વધી ગયા છે. ત્યારે ચાલો કેમ ન આજે ફળમાંથી ગ્રેવી વાળું સફરજનનું શાક બનાવીએ તો! તો ચાલો નોંધી લો ગ્રેવી વાળું સફરજનનું શાક બનાવવાની રીત...

સફરજનનું શાક બનાવવા માટેની સામગ્રી:
1 લાલ સફરજન

1 ડુંગળી
2 ટમેટાં
1/2 કેપ્સિકમ
Loading...

8 કાજુ
2 ચમચી તેલ / ઘી
1 ચમચી જીરું
1 લીલું મરચું
તજનો ટુકડો
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
ચપટી પંજાબી ગરમ મસાલો
ચપટી વરિયાળીનો પાવડર
1/2 ચમચી લીંબુનો રસ
કોથમીર

સફરજનનું શાક બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ કાજુને અડધી કલાક પાણીમાં પલાળી દો. પલળી જાય એટલે એક મિક્સર જાર લઈ તેમાં પલાળેલા કાજુ, ટમેટા અને લીલું મરચું ઉમેરી પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ અક કડાઈ તેમાં તેલ કે ઘી લઈ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરો. જીરૂ તતડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી 1 મિનિટ શેકી લો. પછી તેમાં બવાવેલી ટામેટાની પેસ્ટ ઉમેરી હલાવી 2 મિનિટ ઢાંકીને ચડવા દો. તેમાંથી તેલ કે ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં કેપ્સિકમ ઉમેરી સાંતળી લો.

ત્યાર બાદ સફરજનને સરખી રીતે ધોઈને તેની છાલ કાછીને ટુકડા કરી આ સફરજનને પણ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં જરૂર મુજબ 4-5 ચમચી પાણી, ગરમ મસાલો અને વરિયાળીનો પાવડર ઉમેરી મિક્સ કરી ફક્ત 2 મિનિટ માટે ચડવા દો. થઈ જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી સર્વિંગ પ્લેટમાં કાઢી રોટલી, ભાખરી કે પરોઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.

રોજ 1 ગ્લાસ દૂધનું સેવન કરવાથી નહીં થાય આટલી બીમારીઓ: રિસર્ચ

લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...