ડાયાબિટીસ નિયંત્રિત કરવા માટે આ 3 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરો, ટેબ્લેટની જરૂરિયાત નહીં રહે

સદાબહારના ફૂલની મદદથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે.

અત્યારના સમયમાં ડાયાબિટીસ (Diabetes) એ સામાન્ય બિમારી થઈ ગઈ છે. પહેલા માત્ર 50થી વધુ ઉંમર ધરાવતા લોકોને ડાયાબિટીસની સમસ્યા થતી હતી,

  • Share this:
નવી દિલ્હી:  અત્યારના સમયમાં ડાયાબિટીસ (Diabetes) એ સામાન્ય બિમારી થઈ ગઈ છે. પહેલા માત્ર 50થી વધુ ઉંમર ધરાવતા લોકોને ડાયાબિટીસની સમસ્યા થતી હતી, પરંતુ આ સમસ્યા જેનેટીક હોવાને કારણે ઓછી ઉંમર ધરાવતા લોકોને પણ ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અનેક ઘરેલુ ઉપચાર કરવામાં આવે છે. ત્યારે અહીંયા જણાવેલ ફૂલનો ઉપયોગ કરીને તમે ડાયાબિટીસ નિયંત્રિત કરી શકો છો.

સદાબહાર ફૂલ

સદાબહારના ફૂલની મદદથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે. સદાબહાર ફૂલને ‘એવર બ્લૂમિંગ બ્લેસમ’ના રૂપે પણ ઓળખવામાં આવે છે. સદાબહારના ફૂલમાં હાઈપોગ્લેમિક ગુણ રહેલા છે. જેનાથી બ્લડ સુગર નિયંત્રિત કરી શકાય છે. આ ફૂલના અર્કનું સેવન કરવાથી બીટા પેન્ક્રિયાઝ સેલ્સથી શરીરમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે.

સદાબહાર શું છે

સદાબહાર ભારતમાં ઘણા સ્થળોએ જોવા મળે છે. સદાબહારના પત્તા ટાઈપ ટુ ડાયાબિટીસ માટે પ્રાકૃતિક ઔષધિ તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે સદાબહાર ફૂલ અને તેના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ સવારે સદાબહારના ફૂલથી બનેલ હર્બલ ચાનું સેવન કરી શકે છે. તેઓ પત્તાનું ચાવીને પણ સેવન કરી શકે છે.

બ્લડ સુગરમાં સ્પાઈક્સને નિયંત્રિત કરવા માટે આયુર્વેદમાં સદાબહાર ફૂલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ અને ચીની દવાઓમાં ઘણા સમયથી સદાબહાર ફૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સદાબહારનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • સદાબહારના તાજા પત્તાઓને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. રોજ સવારે પાણી અથવા ફળના રસમાં 1 ચમચી આ પાઉડર મિશ્ર કરીને તેનું સેવન કરો.

  • સદાબહારના 3-4 પત્તાનું ચાવીને સેવન કરો. આ પ્રકારે કરવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે.

  • સદાબહારના તાજા ફૂલને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેને પલાળી રાખો, થોડા સમય બાદ તે પાણી ગાળી લો. સવારે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.


દાડમના ફૂલ

યૂનાની સભ્યતા અને આયુર્વેદમાં દાડમના ફૂલનો ઉપયોગ ડાયાબિટીસના ઉપચાર માટે કરવામાં આવે છે.

સ્ટડી અનુસાર ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસની દવાની સાથે દાડમના ફૂલના સપ્લીમેન્ટનું સેવન કરી શકે છે. જેની મદદથી કોગ્નિટીવ ફંક્શન યોગ્ય રીતે કામ કરે છે. જો તમને ડાયાબિટીસ થવાનું જોખમ છે, તો તમે દાડમના કાચા ફૂલનું સેવન કરી શકો છે. કોઈપણ પ્રકારની એલર્જી અથવા કોઈ સમસ્યા હોય તો, તમારે તેનું સેવન ના કરવું જોઈએ અને તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: World Heart Day 2021: વધુ પ્રમાણમાં પરસેવો થાય કે પગમાં સોજો આવે તો સાવધાન!

કેળાના ફૂલ

કેળાની સાથે સાથે કેળાના પાન અને ફૂલમાં પણ ભરપૂર વિટામિન્સ રહેલા છે અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. રિસર્ચ અનુસાર કેળાના ફૂલ ડાયાબિટીસમાં દવાનું કામ કરે છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, કેળાના ફૂલની મદદથી બ્લડ સુગર નિયંત્રિત કરી શકાય છે. કેળાના ફૂલમાં યોગ્ય માત્રામાં આયર્ન રહેલું છે, જેની મદદથી હીમોગ્લોબીનના સ્તરમાં વધારો થાય છે.

કેળાના ફૂલનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમે કેળાના ફૂલને કાચા જ ખાઈ શકો છો અથવા અનેક પ્રકારના વ્યંજન પણ બનાવી શકો છો. તમે કેળાના ફૂલની ચટની, શાક અથવા સલાડ પણ બનાવી શકો છો.

નોંધ- આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા પહેલા સ્વાસ્થ્ય નિષ્ણાંત પાસેથી સલાહ લેવી.
Published by:kuldipsinh barot
First published: