Home /News /lifestyle /

વજન વધારવામાં મદદ કરશે સાબુદાણા, ટ્રાય કરો આ હેલ્થી રેસીપી

વજન વધારવામાં મદદ કરશે સાબુદાણા, ટ્રાય કરો આ હેલ્થી રેસીપી

વજન વધારવામાં મદદ કરશે સાબુદાણા, ટ્રાઈ કરો આ રેસીપી

સાબુદાણા (Sabudana or Sago) પચવામાં સરળ ખોરાક છે. તેમાં કાર્બ્સ, એનર્જી અને સ્ટાર્ચ પણ હોય છે. તેથી જો તમે પાતળા અને નબળા છો, તો તમે તેને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. સાબુદાણાનું સેવન તમને વજન વધારવામાં મદદ (Sabudana for Weight Gain) કરી શકે છે.

વધુ જુઓ ...
    Sabudana Recipe:  ઉપવાસના દિવસો (Fast Days) માં સાબુદાણા વધુ ખાવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો સામાન્ય દિવસોમાં પણ તેને પોતાના ડાયટમાં સામેલ કરે છે. સાબુદાણા (Sabudana or Sago) પચવામાં સરળ ખોરાક છે. તેમાં કાર્બ્સ, એનર્જી અને સ્ટાર્ચ પણ હોય છે. તેથી જો તમે પાતળા અને નબળા છો, તો તમે તેને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. સાબુદાણાનું સેવન તમને વજન વધારવામાં મદદ (Sabudana for Weight Gain) કરી શકે છે.

    સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે સાબુદાણામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પણ મળી આવે છે. સાબુદાણામાં કેલ્શિયમ, ફાઇબર અને આયર્ન થોડી માત્રામાં જ મળી આવે છે. 100 ગ્રામ સાબુદાણામાં આ પોષક તત્વો હોય છે –

    પ્રોટીન : 0.2 ગ્રામ

    ચરબી : 0.2 ગ્રામ

    કાર્બોહાઇડ્રેટ્સ : 87 ગ્રામ

    એનર્જી : 351

    આ પણ વાંચો: શું ગર્ભાવસ્થા દરમિયાન કાજુનું સેવન સલામત છે? અહીં જાણો મહત્વપૂર્ણ વાત

    જો તમે પણ વજન વધારવા માંગો છો તો તમે સાબુદાણાને અનેક રીતે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાંથી અમે તમને અહીં અમુક રીતો જણાવી રહ્યા છીએ.

    સાબુદાણાની ખીર


    વજન વધારવું હોય તો સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકો છો. આ માટે સૌ પ્રથમ સાબુદાણાને થોડા કલાકો માટે પલાળી રાખો. પછી દૂધ ગરમ કરો અને તેમાં સાબુદાણા ઉમેરો અને તેને સારી રીતે રાંધવા દો.

    જો તમે તેને ભોજન તરીકે લેવા માંગતા હો, તો તમે તેમાં બદામ, કાજુ અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. જેથી સાબુદાણા ખીરમાં પોષક તત્વો પણ વધશે.

    સાબુદાણાની ખીચડી


    વજન વધારવા માટે સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકાય છે. સાબુદાણાની ખીચડી સરળતાથી પચી જાય છે. આનાથી તમને વધુ ભૂખ લાગી શકે છે. તમે હેલ્થી ખોરાક ખાઈને તમારું વજન વધારી શકો છો. સાબુદાણાની ખિચડીમાં તમે તમારી પસંદના કલરફુલ શાકભાજી પણ ઉમેરી શકો છો.

    આ પણ વાંચો: Importance of iodine: આયોડિન શરીર માટે ફાયદાકારક છે, આ 5 ખોરાકથી દૂર કરો તેની ઉણપ

    સાબુદાણા સૂપ


    સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વજન વધારવું હોય તો સાબુદાણાનો સૂપ પી શકો છો. સાબુદાણાને થોડા કલાકો માટે પલાળી રાખો. ટામેટાંની પ્યુરી બનાવો અને ગાજરને નાના ટુકડામાં કાપી લો.

    પછી એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ગાજર અને ટામેટાની પ્યુરી અને સાબુદાણા નાખો. આ પછી તેમાં પાણી, મીઠું, કાળા મરી નાખીને 15 મિનિટ ઉકાળો. હવે આ સૂપને ગરમ ગરમ પીઓ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन