આપણે ઘરમાં વડીલોના મોઢે ઘણી વખત સાંભળ્યું હશે કે, શિયાળામાં (winter) હેલ્ધી ખોરાક (healthy food) ખાઓ તો આખું વર્ષ શરીર સ્વસ્થ રહેશે. શિયાળામાં આપણું પાચનતંત્ર એક્ટિવ રહે છે, જેથી આપણે જે કંઈપણ ખાઈએ તે સરળતાથી પચી જાય છે. તેના કારણે જ વ્યક્તિને થોડા થોડા સમયે ભૂખ લાગે છે અને કહેવાય છે ને કે શિયાળામાં ભૂખ વધારે લાગે છે. આ સાથે હાલમાં તો કોરોનાકાળ ચાલી રહ્યો છે અને તેમાં ઘણાં લોકોને વર્ક ફ્રોમ હોમ ચાલતું હશે. જેમાં પણ કલાકો સુધી બેસી રહેવાથી શરીરનાં સાંધા દુખતા હોય છે.
હજી શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે આપણે જાણીતા ફૂડ ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર (Rujuta Diwekar) પાસેથી જાણીએ કે શિયાળામાં કયા 10 સુપર ફૂડ (Super food) ખાવા જોઇએ. જેનાથી આપણે રોગપ્રતિકારક શક્તિ (Immunity boosting) વધારી શકીએ છીએ. તેમના જણાવ્યાં પ્રમાણે, સામાન્ય રીતે શિયાળામાં અનેક સમ્સ્યાઓનો સામનો કરવો પડે છે જેમકે, સાંધાનો દુખાવો, ત્વચા શુષ્ક થઇ જાય છે, હોઢ સૂકા પડી જાય છે, વાળ ઉતરવા જેવી અનેક, પરંતુ આજે જે દશ સુપર ફૂડની વાત કરવાના છે તે આહારમાં ઉમેરવાથી શિયાળાની તમામ સમ્યાઓ છૂ થઇ જશે.