રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર કરો દેશી ઘીની માલિશ, અનેક સમસ્યાઓ થઈ જશે દૂર

પ્રતીકાત્મક તસવીર

ઘીનું સેવન કરવાથી અપચો, શરીરમાં દુખાવો, સોજો જેવી અન્ય સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

  • Share this:
    Rub Ghee On Feet For Amazing Benefits : આયુર્વેદમાં હજારો વર્ષોથી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. દાદીના ઘરેલુ નુસ્ખાઓ (Home Remedies) માં પણ ઘીનો અલગ અલગ પ્રકારે ઉપયોગ જોવા મળે છે. આવો જ એક નુસ્ખો અહીં શેર કરવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર જો તમે અનિંદ્રા અથવા સાંધાના દુખાવાથી પરેશાન છો અને આખી રાત સૂવામાં તકલીફ થઈ રહી છે, તો આ સમસ્યાથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. ઘીનું સેવન કરવાથી અપચો, શરીરમાં દુખાવો, સોજો જેવી અન્ય સમસ્યાથી રાહત મેળવી શકાય છે. અહીં દેશી ઘી (Ghee)ના નુસ્ખા વિશે જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી અનેક સમસ્યાથી રાહત મળે છે.

    દેશી ઘી કેવી રીતે લગાવવું

    દરરોજ રાત્રે પગ ધોઈને તળિયા પર દેશી ઘી લગાવવાથી શરીરને આરામ મળે છે. ઘી કેવી રીતે લગાવવું તેની તમને જાણકારી હોવી જોઈએ. સૌથી પહેલા એક વાટકીમાં દેશી ઘી લો અને આંગળીથી પગ પર લગાવીને માલિશ કરો. જ્યાં સુધી તમને ગરમાવો ન મળે ત્યાં સુધી માલિશ કરો. બીજા પગ પર ઘીથી આ રીતે જ માલિશ કરો. આ પ્રકારે માલિશ કરવાથી તમને સારી ઊંઘ આવશે.

    આ પણ વાંચો :કાચની જેમ ચમકશે ફર્નિચર, સન્માઈકાને ચમકાવવા માટે ફોલો કરો આ ક્લિનિંગ ટિપ્સ

    તળિયા પર દેશી ઘી લગાવવાના ફાયદા

    • રાત્રે નસકોરા બોલાવવાની સમસ્યા દૂર થાય છે.

    • રાત્રે સારી ઊંઘ આવે છે.

    • જે લોકોને વારંવાર અપચાની સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમને અપચાની સમસ્યાથી રાહત મળે છે.


    આ પણ વાંચો : અન્ય લાઇફસ્ટાઇલના આર્ટિકલ વાંચવા કરો અહીં ક્લિક 

    • Ibs અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જે લોકોનું પેટ નિયમિત રૂપે સાફ થતું નથી, તે લોકો પગ પર ઘી લગાવે તો તેમને આ સમસ્યાથી રાહત મળે છે.

    • જે લોકો નિયમિત એન્ટાસિડનું સેવન કરે છે, તે લોકોને આ સમસ્યાથી રાહત મળે છે.

    • સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

    • અપચાની સમસ્યાદૂર થાય છે.

    • વાત્તદોષની સમસ્યા દૂર થાય છે અને બ્લોટિંગની સમસ્યા થતી નથી.




    • તણાવ ઓછો થાય છે અને સ્કિન ટોનમાં સુધાર આવે છે.


    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    Published by:Kaushal Pancholi
    First published: