આ 5 કારણોથી તમારે ન ખરીદવી જોઈએ 'બુલેટ'

Network18 | News18 Gujarati
Updated: January 9, 2018, 3:30 PM IST
આ 5 કારણોથી તમારે ન ખરીદવી જોઈએ 'બુલેટ'

  • Share this:
ભારતીયોની સૌથી ગમતી મોટર સાયકલ કઈ હોય શકે? યુવાનોમાં કઈ બાઈક મહત્તમ લેવાની ઈચ્છા હોય તે કઈ? આનો માત્ર એક જ જવાબ હોય કે બુલેટ એટલે કે રોયલ એનફિલ્‍ડ. મિડ લેવલ બાઈક સેગમેન્ટમાં માત્ર રોયલ એનફિલ્ડની ભાગીદારી 76 ટકા છે. તેનુ કારણ તેની ડિઝાઈન, ક્વોલિટી અને બીજી વાતોથી વધારે તેની સ્ટાઈલ છે. પરંતુ એક મોટરસાઈકલના ફીચર સાથે તેને સરખાવવામાં આવે તો રોયલ એનફિલ્ડ પર ઘણાં સવાલો ઉબા થાય છે. જો આપ માત્ર સ્ટાઈલ માટે આ બાઈક ખરીદવા માંગો છો તો અલગ વાત છે. જો તમે જરૂરિયાત માટે આ બાઈક ખરીદવાનું વિચારો છો કે બુલેટ આપની પહેલી મોટરસાઈકલ હોય તો તમે આ ઈન્ડિયન બૂલ કે દેસી હાર્લેડેવિડસનની નબળાઈઓને જાણી લેવી જોઈએ.

1. વજન
આની સૌથી મોટી નબળાઈ તેનું વજન છે. ગાડી ઓછામાં ઓછી 200 કિલોની હશે. આ વજન તેના એન્જિનનું નથી પરંતુ તેનો ક્લાસિક લુકનો છે.

2. હાઈવે માટે નથી
હાઈવે પર આ બાઈકની 70થી વધારે સ્પીડ તમને આરામદાયક સવારી નથી આપી શકતી. 350 સીસીની ગાડી માટે તે ખરાબ વાત છે. ઉપરથી બુલેટનું વાઈબ્રેશન, એટલે તે ચલાવો તો તમે જલ્દી થાકી જશો. જો તે બગડે તો રસ્તામાં તેના જાણકાર ઘણાં ઓછા મળે છે.

3. ખરાબ ક્વોલિટી ઓછી માઈલેજબુલેટના બગડવાનું રિસ્ક ઘણું જ વધારે હોય છે. આ ઉપરાંત બુલેટની બ્રેક પર પણ વધારે વિશ્વાસ ન મુકી શકાય. કોઈપણ રોયલ એનફિલ્ડ 35 કિમીથી વધારે એવરેજ નથી આપતી.

4. પેટ્રોલની ટાંકી
આ બાઈકની પેટ્રોલ ટેન્ક ઘણી નાની હોય છે જે લાંબી મુસાફરી માટે યોગ્ય નથી.

5. મોંઘી છે
બુલેટની મોંઘી કિંમત તેની ખરાબી પણ છે અને તેની સ્ટાઈલ પણ છે.
First published: January 9, 2018
વધુ વાંચો
अगली ख़बर